- સાહસ મનોરંજન અને લાગણી સમન્વય: ફિલ્મ માત્ર તેની શાનદાર કહાની માટે જ નહીં પરંતુ સુપરહિટ મ્યુઝિક માટે પણ યાદ કરવામાં આવશે
- નારીત્વની જ વાતને નવા દ્રષ્ટિકોણ સાથે લંડન અલગ અલગ લોકેશનની સહેર કરવાની સાથે સાથે વાર્તા ખુલે છે અને ખીલે છે
આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સફળતાનાં શિખરે પહોંચી ગઈ છે. ઘણી ગુજરાતી ફિલ્મો દર્શકોના હદયમાં ઊંડી છાપ છોડી જાય છે અને તેમાં અન્ય એક ફિલ્મનો ઉમેરો થવા જઈ રહ્યો છે કે જેની વાર્તા જ કાંઈક અલગ છે. આ ફિલ્મનું નામ છે “ઉંબરો”. ફિલ્મના મેકર્સ દ્વારા મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આપતક ની શુભેચ્છા મુલાકાતે આવેલા ઉમરો ફિલ્મના કલાકારો એ અબતકના મેનેજિંગ તંત્રી સતીશકુમાર મહેતા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ ફિલ્મનું નિર્દેશન નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ “હેલારો”ના નિર્દેશક અભિષેક દ્વારા કરવામાં આવ્યું છે. આ એવરેસ્ટ એન્ટરટેઇનમેન્ટ અને ઈરાદા સ્ટુડિયોઝના બેનર હેઠળ બનેલ સંજય છાબરિયા અને ફાલ્ગુની પટેલ દ્વારા નિર્મિત ફિલ્મ છે. ફિલ્મનું સ્ક્રીનપ્લે અને ડાયલોગ્સ અભિષેક અને કેયુ શાહ દ્વારા લિખિત છે.
આ ફિલ્મમાં વંદના પાઠક, કાજલ ઓઝા વૈદ્ય, સુચિતા ત્રિવેદી, દીક્ષા જોષી, તર્જની ભાડલા, તેજલ પંચાસરા, વિનીતા એમ જોશી, આર્જવ ત્રિવેદી, સંજય ગલસર, પાર્લે પટેલ અને કરણ ભાનુશાલી મુખ્ય ભૂમિકામાં છે.
સ્ત્રી જયારે ‘ઉંબરો’ ઓળગે ત્યારે સમાજમાં નવનિર્માણ થાય: ડિરેકટર અભિષેક શાહ
‘અબતક’ સાથેની વાતચીતમાં ડિરેકટર અભિષેક શાહએ જણાવ્યું હતું કે, ’હેલ્લારો ની હેવીમાં ગુજરાતી સિનેમાના દર્શકોને ઝુલાવ્યા બાદ નારીત્વની જ વાતને નવા નવા દ્રષ્ટિકોણ અને પરિપ્રેક્ષ્યથી થી મોટા પડદે લાવી રહ્યા છે ઇતિહાસ હંમેશાથી એ વાતનો સાક્ષી રહ્યો છે કે સ્ત્રીએ જયારે જયારે ઉંબરો ઓળગ્યો છે ત્યારે ત્યારે સમાજમાં નવનિર્માણની શકયતાઓ ઉભી થઇ છે. આ ફિલ્મમાં આઝાદીના 75માં વર્ષે એક સાથે સાત સાત સ્ત્રી ઉંબરો ઓળંગીને સાત સમંદર પાર એટલે કે લંડન જઇ રહી છે. આ સાતેય નારીપાત્રો કેવી શકયતાઓ ઉભી કરશે. તેમની જનીં શું રહેશે એ વાતો અભિષેક શાહને આ સાત સ્ત્રી જયારે અકલપંડે દેશની સીમા પાર કરશે ત્યારે કેવા પ્રશ્ર્નો ઉ5સ્થિત થશે. જોકે પહેલી નજરે ટ્રેલર પરથી તો જણાય જ છે કે એમની લંડન સુધીની યાત્રા સીધી લીટીની સામાન્ય તો નહી જ હોય.
‘ઉંબરો’ ફિલ્મની વાર્તા સાંભળી હું રડી પડી: અભિનેત્રી તેજલ પંચાસરા
‘અબતક’ સાથેની વાતચીતમાં તેજલ પંચાસરાએ જણાવ્યું હતું કે સૌ પ્રથમવાર અભિષેક જયારે ‘ઉંબરો’ ફિલ્મની વાર્તા કરી ત્યારે શું ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી હતી. આ વાર્તામાં મને કયાક કયાક સ્ત્રીને લગતા અનેક પ્રશ્ર્નો દેખાયા હતા. આ સાત મહિલાઓમાંથી સરિતાબા સોલંકીનું પાત્ર ભજવ્યું છે. તેજલ પંચાસરાએ જે છેક લીમડીથી ઉંબરો ઓળગીને લંડન જશે. બીજું પાત્ર છે. સ્મૃતિ શાહનું જે ઘરનું જે ઘરની બહાર જતા પણ ડરે છે. જે વડોદરાના નિવાસી છે અને તેનું પાત્ર ભજવ્યું છે વિનિતા જોશીએ ત્રીજું પાત્ર છે છાયા જોષીનું જે બિન્દાસ જીવન જીવવામાં માને છે અને માટે જ પોતાની જાત સાથે સમય વિતાવવા માટે લંડન જશે. અને તેનું પાત્ર ભજવ્યું છે. દિગ્ગજ લેખિકા કાજલ ઓઝા વૈદ્યે ચોથું પાત્ર છે અન્વેષાનું જે પોતાના બોસ પાસે પોતાની દાદીમા મૃત્યુનું જૂઠું બહાનું કાઢીને લંડન ટ્રીપમાં જઇ રહી છે અને આ નીડર નારીનું પાત્ર ભજવ્યું છે. ગુજરાતની જાણીતી એકટ્રેસ દીક્ષા જોશીએ પાંચમું પાત્ર છુ સીમા પટેલનું આ સહેજ અનોખું પાત્ર છે કારણ કે તે રહે છે તો મહેસાણામાં પણ તેણે કયારે મહેસાણા બહાર પગ પણ નથી મૂકયો અને હવે સીધા ટ્રીપ દ્વારા લંડન જશે. અને આ પાત્ર ભજવ્યું છે વંદના પાઠકે છઠ્ઠી પાત્ર છે. અવનીનું જેને ટ્રાવેલ કરવું ખુબ જ ગમે છે. પરંતુ એ નડિયાદથી લંડન તેના શોખને કારણે નથી જઇ રહી તેના લંડન જવા પાછળનું કારણ ફિલ્મમાં ખૂલશે. આ પાત્ર તર્જની ભાડલાએ ભજવ્યું છે. સાતમું પાત્ર છે વસુધાનું જે અવનીની મમ્મી છે. જેને લંડન જવામાં કોઇ જ રસ નથી. પરંતુ અવની તેને પરાણે તેની સાથે લંડન લઇ જાય છે આ પાત્ર સુચિતા ત્રિવેદીએ ભજવ્યું છે.
‘ઉંબરો’ હજાર માઇલની સફર એક પગલા થી શરૂ થાય છે: અભિનેતા આર્જવ ત્રિવેદી
‘અબતક’ સાથેની વાતચીતમાં અભિનેતા આર્જવ ત્રિવેદીએ જણાવ્યું હતું કે હવે આ સાત સ્ત્રીઓને ટોળકીને સાચવશે બે પુરુષોની જોડી એટલે કે એક તો વિગ્સ ટ્રાવેલ્સ ના માલીક કીર્તિભાઇ જેઓ પહેલી વખત માત્ર સ્ત્રીઓ માટેની ઇન્ટરનેશનલ ટુર લઇ જઇ રહ્યા છે. અને તેનું પાત્ર ભજવ્યું છે. આર્જવ ત્રિવેદીએ તેનો સાથ આપશે વિગ્સ ટ્રાવેલ્સ કંપનીનો કર્મચારી કિરણ જે મનમોજીલો છે અને પહેલાવાર લંડન જઇ રહ્યો છે. તેનું પાત્ર ભજવ્યું છે સંજય ગલસરે જુદા જુદા પરિવેશ અને વાતાવરણમાંથી આવતી સ્ત્રીઓને પોતપોતાના પ્રશ્ર્નો છે કોઇને પહેલી વખત ઘરની બહાર જવાનો ડર છે તો કોઇ નાનકડા ગામથી લંડન જઇ રહ્યું છે. કોઇને ટ્રાવેલ કરવાનો શોખ છે. પણ એ શોખથી લંડન નથી જઇ રહ્યું તો કોઇને ટ્રાવેલ્સ કરવાનો શોખ જ નથી પણ કોઇકની જિદ્દને લીધે ઉબરો ઓળંગવો પડે એમ છે. આ સ્ત્રીઓને પોતાના તમામ બંધનો વચ્ચે પરિવારની ચિતા છે તો વિદેશ પ્રવાસ હેમખેમ પાર પડશે કે નહી એનો ડર પણ છે. ડિરેકટર અભિષેક શાહે સાતેય પાત્રોમાં ગુજરાતની વિવિધતા પણ બતાવી દીધી છે.
ફિલ્મમાં કોમેડી, ડ્રામા અને સ્ત્રીત્વના આગવા સંઘર્ષની વાર્તા છે: સંજય ગલસરે
‘અબતક’ સાથેની વાતચીતમાં સંજય ગલસરેએ જણાવ્યું હતું કે, તમે જયારે દર્શક તરીકે સિનેમાહોલમાં દાખલ થશો ત્યારે તેમને ફિલ્મમાં હળવી કોમેડી ડ્રામા અને સ્ત્રીત્વનો આગવો છતા પોતાનો સંઘર્ષ અને જીવન જીવી લેવાની તમન્ના પણ જોવા મળશે. કયાંક આંખ ભીની થવાની ઘડીના પણ તમે સાક્ષી બનશો તો બીજી જ ક્ષણે ખડખડાટ હસી પડવાનો અનુભવ પણ તમને થવાનો છે. ડિરેકટર અભિષેક શાહનું કહેવું છે કે આ ફિલ્મ એટલે કે જાણે કે નારી શકિતનો ઉત્સવા સમાજને એ વાત યાદ અપાવવા સતત મજબુત કરે છે કે, સ્ત્રીઓ આપણા સમાજની કરોડરજજુ છે. કરોડ રજજુ તો ટટ્ટાર હોય તો જ બધા કાર્યો સ્વસ્થતાથી પારી પડી શકે. ઉંબરો ઓળંગવવાની ઘટના એટલે જજડ બમ્મ પાંજરું પહોળું થવાની વાત આ પાંજરુ જયારે પહોળું થાય છે ત્યારે તાજી હવા એની અંદર દાખલ થાય છે. આ લંડનની તાજી હવા ઉંબરો ઓળંગીને કેવી રીતે દાખલ થશે એ જોવું રહ્યું.