નળ સરોવર દેશનું સૌથી મોટું જલપક્ષી અભયારણ્ય છે. જલપ્લાવિત વિસ્તારો માટેની રાષ્ટ્રિય સમિતિએ સઘન સંરક્ષણ માટે દેશના ૧૫ જલપ્લાવિત વિસ્તાર તારવ્યા છે. નળ સરોવર તેમાંનું એક છે. અમદાવાદથી પચાસ કિલોમીટર દુર આવેલા નળ સરોવર પક્ષી અભ્યારણ્યમાં આ વર્ષે બે લાખથી વધુ પક્ષી હોવાની ધારણા છે. કચ્છમાં ઓછા વરસાદના કારણે આ વર્ષે ૨૫ ટકા જેટલાં વધુ પ્રવાસી પક્ષીઓ નળ સરોવરના મહેમાન બન્યા છે. છેલ્લા વર્ષોમાં કુટ અને યાયાવર બતકોની સંખ્યા ઘણી બધી વધી છે. જેમાં સાવલર, પીનટલ, કોમાટીલ અને ગલ પક્ષીઓનો સમાવેશ થાય છે.
નળ સરોવરના ૮૦ ચોરસ કિલોમીટરમાં પાંચ ફૂટ પાણી ઉપલબ્ધ છે. ખોરાક માટે સરોવરમાં વધારનું મત્સ્ય બીજ છોડેલ હોવાથી પક્ષીઓ માટે પુરતા પ્રમાણમાં ખોરાક ઉપલબ્ધ છે. નળ સરોવરમાં પક્ષી ગણતરીની શરૂ આત સને ૧૯૯૨થી કરવામાં આવી હતી અને દર બે વર્ષે પક્ષીઓની ૨૦૦૪ રેન્ડમ સેમ્પલ કાઉન્ટ પધ્ધતિથી થતી હતી તે બદલીને સને ૨૦૦૦થી ડાયરેકટ ઓપન વોટર વિઝયુઅલ કાઉન્ટ પધ્ધતિથી થતાં પક્ષીઓનો ચોકસાઇ ભર્યો અંદાજ મેળવી શકાય છે. રજાના દિવસે અમદાવાદ અને આસપાસના બે હજાર જેટલાં પ્રવાસીઓ નળ સરોવરની મુલાકાતે આવે છે. નળ સરોવરની મુલાકાત એકમાત્ર સહેલગાહક, પીકનીક કે નૌકાવિહાર માટે નહીં પણ પક્ષી જગતનો નજીકથી પરિચય કેળવવા, જલજ વનસ્પતિ વિષે જણકારી મેળવવા. સંશોધન અને શૈક્ષણિક હેતુથી જ જવું જોઇએ. નળ સરોવરની મુલાકાતે આવતા પ્રવાસીઓ પ્લાસ્કીટીક પદાર્થો કે પ્લાસ્ટીક પદાર્થો કે પ્લાસ્ટીક મટીરીયલ્સ લઇને ન આવે તથા નૌકાવિહાર વખતે કોઇ પણ ચીજવસ્તુઓ સરોવરમાં ન ફેંકે તે પણ જરૂ રી છે.સત્તાવાર સૂત્રોનાં જણાવ્યા અનુસાર ૪૮ જાતની લીલ, ૭૨ જાતની સપુષ્પ વનસ્પતિ, ૭૬ જાતિનાં પ્રાણી પ્લવકો અને નિત્તલ પ્રાણી જાત આ વિસ્તારમાં નોંધાય છે. ૨૫૦ જાતિના પક્ષીઓ આ સરોવરમાં નોંધાયા છે. જેમાં ૧૫૮ જાતના જલપક્ષીઓનો સમાવેશ થાય છે. માછલી, દેડકાં, જળચર કીટકો, સરીસપો, ગરોળી, લીલ, જલજ વનસ્પતિ વિપુલ માત્રામાં થવાની વિવિધ પ્રકારના પક્ષીઓ અહીં આવવા આકર્ષાય છે. સરોવર વિસ્તારમાં કુલ ૩૬૦ બેટ છે, જેમાંથી ૩૬ બેટ મોટા છે. પ્રકૃતિના સમયપત્રક પ્રમાણે ચાલતા પક્ષીઓનું આખું વિશ્ર્વક એક જ જગ્યાએ હોય તો નળ સરોવર ગયા વિના નહીં ચાલે.
નળ સરોવરમાં અનઅધિકૃત પ્રવૃતિઓ ન થાય તે માટે સ્ટાફ અને હોડીઓ ઉપલબ્ધ છે. નળ સરોવરને વાયરલેસ નેટવર્કથી સાંકળવામાં આવ્યું છે. વન વિભાગ, પોલીસ તથા પ્રાઇવેટ સીકયુરીટીના હથિયારધારી માણસો રાત-દિવસ સઘન હોડીઓ એ વાહનો દ્વારા પેટ્રોલીંગ કરે છે. આમ છેલ્લા ચાર વર્ષથી અનઅધિકૃત પ્રવૃતિઓ અને ગેરકાયદે માછીમારીની પ્રવૃતિ અટકી છે.અમદાવાદ- સુરેન્દ્રનગર જિલ્લાના દસ જેટલા પછાતજાતિના ગામોની અંદાજે ૩૫ હજાર જેટલી વસ્તી નળ સરોવરની આસપાસ વસે છે. આ ગામોના લોકોના સામાજિક, આર્થિક અને સર્વાગી વિકાસ માટે વન વિભાગે માઇક્રોપ્લાન યોજના અમલમાં મૂકી છે. ઇકો ડેવલપમેન્ટ યોજના દ્વારા પણ ગામ તળાવોમાં મત્સ્ય બીજ નાંખવાની કામગીરી, મરઘાઓની કીટનું વિતરણ, મેડીકલ કેમ્પ, વ્યક્તિગતને સામૂહિક વિકાસના કામો જેવાં કે, ગામમાં વિસામો, શેરી રસ્તા, પીવાના પાણી માટે કૂવા, રમત-ગમતના સાધનોનું વિતરણ સહિતની સુવિધાઓ તથા વન્ય પ્રાણી શિક્ષણ દ્વાનરા જનજાગૃતિના સઘન કાર્યક્રમોના ફળદાયી પરિણામો હાંસલ થયાં છે.