૨૭ દિકરીઓ પ્રભુતામાં પગલા માંડશે, ૭૦ જેટલી વસ્તુઓ કરિયાવરમાં અપાશે
રજવાડી ફેમીલી કલબ દ્વારા ભવ્ય સમુહ લગ્નનું પ્રમુખ સ્વામી ઓડિટોરિયમની બાજુનાં વિશાળ ગ્રાઉન્ડમાં રૈયા રોડ ખાતે આ આયોજન કરવામાં આવેલ છે. તા.૩૦ નવેમ્બરનાં રોજ લાઈવ ઓરકેસ્ટ્રા ટીમ સાથે દાંડિયારાસ રાખવામાં આવેલ છે અને પહેલી તારીખે ૧૦ હજારથી વધુ વ્યકિતઓનો જમણવાર પણ રાખેલ છે. રજવાડી ફેમિલી કલબ દ્વારા આ બીજી વખત સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જુદી જુદી ૧૫ જેટલી સર્વે જ્ઞાતિઓની ૨૭ દીકરીએ સૌરાષ્ટ્રભરમાંથી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ તમામ દીકરીઓને કરીયાવરમાં એલઈડી ટીવી, વોશિંગ મશીન, ચાંદીનાં સાકરા, નાકનો સોનાનો દાણો સહિત તમામ ઘરવખરી આપવામાં આવશે. રજવાડી ફેમિલી કલબ દ્વારા આયોજિત આ સમુહ લગ્નોત્સવમાં સમાજ સેવા કેન્દ્ર, સમન્વય ફાઉન્ડેશન, પરજીયા પ્રજાપતિ પરિવાર, રોયલ ગ્રુપનો લાખેણો સહકાર મળેલ છે. સર્વે જ્ઞાતિ સમુહ લગ્નોત્સવમાં તા.૩૦ નવેમ્બરે લાઈવ દાંડિયારાસ તેમજ ૧ ડિસેમ્બરે લગ્નોત્સવમાં ઋષિ દવે એન્કરીંગ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરશે. રજવાડી ફેમીલી કલબ દ્વારા ૧ ડિસેમ્બરનાં રોજ સમુહલગ્નની સાથે જ મહારકતદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે. અહીં લગ્નમાં હાજરી આપનાર સર્વેને સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ માટે રકત આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. સર્વેજ્ઞાતિ સમુહ લગ્નોત્સવને સફળ બનાવવા પ્રો.ડો.તનુજા કલોલા, બંસી પ્રજાપતિ, સોનલ ડાંગરિયા, રક્ષિતભાઈ કલોલા, વિજયસિંહ જાડેજા, હારૂનભાઈ સાહમદાર, ભલાભાઈ ખખ્ખર, કાંતિભાઈ ભુત, મનસુખભાઈ વરસાણી, મેહુલભાઈ બોરીચા, સુરેશભાઈ બોરીચા, પિયુષ બોરીચા, ઋષિભાઈ દવે, કેશુભાઈ (મોમાઈ કેટરર્સ), યાકુબખાન પઠાણ, ઈબ્રાહીમ સોની, આસીફભાઈ શેખ વગેરે મિત્રો જહેમત ઉઠાવી રહ્યા છે.