ભાદરમાં ૦.૬૬, આજીમાં ૦.૩૦ અને ન્યારીમાં ૦.૧૬ ફુટ નવા પાણીની આવક
રાજકોટવાસીઓને અતિપ્રિય એવો આજીડેમ હવે ઓવરફલો થવામાં ૮ ફુટ જ છેટો રહ્યો છે. સતત છઠ્ઠા દિવસે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘમહેર ચાલુ રહેતા જળાશયોમાં માતબર નવા નીરની આવક થવા પામી છે. રાજકોટની જળજ‚રીયાત સંતોષતા ભાદર, આજી અને ન્યારી ડેમમાં નવું પાણી આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે સિંચાઈ વિભાગના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌરાષ્ટ્રના દરિયા સમાન ભાદર-૧ ડેમમાં નવું ૦.૬૬ ફુટ પાણી આવ્યું છે. ૩૪ ફુટની સપાટીએ ઓવરફલો થતા ભાદરની સપાટી હાલ ૮.૨૦ ફુટે પહોંચી જવા પામી છે. ભાદરની જળસંગ્રહ શકિત ૬૬૪૪ એમસીએફટીની છે. જેની સામે હાલ ભાદરમાં ૩૩૨ એમસીએફટી પાણી સંગ્રહિત છે. આ ઉપરાંત આજી-૧ ડેમમાં પણ નવું ૦.૩૦ ફુટ પાણી આવ્યું છે. ૨૯ ફુટે ઓવરફલો થતા આજીની સપાટી ૨૧ ફુટે પહોંચી જવા પામી છે. હવે આજી ડેમ ઓવરફલોમાં થવામાં ૮ ફુટ બાકી રહ્યો છે. આજીડેમની જળસંગ્રહ શકિત ૯૩૩ એમસીએફટીની છે. જેની સામે હાલ ડેમમાં ૪૫૨ એમસીએફટી પાણી સંગ્રહિત છે.
આ ઉપરાંત ડેમમાં પણ નવું ૦.૧૬ ફુટ પાણી આવતા ૨૧.૮૦એ ઓવરફલો થતા ન્યારીની જળસપાટી આજે ૧૪.૧૦ ફુટે પહોંચી જવા પામી છે. ૯૪૪ એમસીએફટીની સંગ્રહ શકિત ધરાવતા ન્યારી ડેમમાં હાલ ૩૫૭ એમસીએફટી પાણી સંગ્રહિત છે.