રેલવે વિભાગને પ્રોજેકટ કોસ્ટના રૂ.૪૫.૧૫ લાખ જમા કરાવવા  સ્ટેન્ડિંગમાં દરખાસ્ત: આગામી સપ્તાહથી કામ શરૂ થઈ જશે

શહેરમાં સતત વધી રહેલી ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે મહાપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ઓવરબ્રિજ અને અન્ડરબ્રિજ બનાવવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત અલગ અલગ રાજમાર્ગો પણ પહોળા કરવામાં આવી રહ્યાં છે. એરપોર્ટ રોડ પર આવેલું હયાત રેલવે ફાટક ૫૦ ફૂટ સુધી પહોળુ કરવા માટે રેલવે વિભાગમાં પ્રોજેકટ કોસ્ટની રૂા.૪૫.૧૫ લાખની ડિપોઝીટ જમા કરાવવા સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આવતીકાલે મહાપાલિકામાં મળનારી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં અલગ અલગ ૪૧ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.

3. Wednesday 1

આ અંગે વધુ માહિતી આપતા સ્ટે.કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, હાલ આમ્રપાલી ફાટક પાસે અન્ડર બ્રિજની કામગીરી ચાલી રહી છે જેના લીધે એરપોર્ટ ફાટક પાસે ટ્રાફિકનું ભારણ વધ્યું છે. આ ફાટક પ્રમાણમાં નાનુ હોવાના કારણે વાહન-વ્યવહારની સમસ્યા સર્જાય છે. જેના નિરાકરણ લાવવા માટે ફાટક પહોળુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ એરપોર્ટ રેલવે ફાટકની પહોળાઈ ૯.૪૫ મીટર એટલે કે, ૩૧ ફૂટ આસપાસ છે જે ૧૫ મીટર એટલે કે ૫૦ ફૂટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે વિભાગ દ્વારા પણ આ કામ માટે સહમતી પાઠવવામાં આવી છે. ફાટક પહોળુ કરવા માટે રૂા.૪૫.૧૫ લાખનો ખર્ચ થવાનો અંદાજ છે. જે રેલવે વિભાગને ડિપોઝીટ પેટે ભરપાઈ કરવા સ્ટે.કમીટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. કાલે કોર્પોરેશનમાં મળનારી સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં આ ઉપરાંત અલગ અલગ ૪૧ દરખાસ્તો પર નિર્ણય લેવામાં આવશેે. જેમાં સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં કમ્પાઉન્ડ હોલ બનાવવા તથા પાઈપ ગટર નાખવાનો ખર્ચ મંજૂર કરવાનો, મહાપાલિકામાં ભળનારા નવા વિસ્તારના વિકાસ માટે ફંડ ફાળવવા, સંતકબીર રોડ પર ગોકુલનગર પાસે આવેલ રાજીવ આવાસ યોજનાના શોપીંગ સેન્ટરની દુકાનો જાહેર હરરાજી વેંચાણથી આપી દસ્તાવેજ કરી આપવા સહિતની દરખાસ્તો મંજૂર અર્થે સ્ટે.કમીટી સમક્ષ રજૂ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.