૨૦૧૯ સુધીમાં એરપોર્ટનો પ્રથમ ફેઝ તૈયાર થશે
એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા (એએસઆઈ)એ તાજેતરમાં જ ગુજરાત સરકાર સાથે એક ડીલ પૂર્ણ કરી છે. આવતા મહિને ૨૦૦૦ કરોડના ખર્ચે ધોલેરાનું એરપોર્ટ તૈયાર થશે.
આ અંગે વધુ જણાવતા ગુજરાત સરકારના ચીફ સેક્રેટરી જગદીપ નારાયણસિંહે કહ્યું કે, અમે અગાઉ એએસઆઈને આ અંગે પ્રપોઝલ તૈયાર કરી આપી દીધી હતી. જોકે અને એમાં કેટલાક મહત્વ ફેરફારો કરી દીધા છે. મને આશા છેકે ૧૫ ઓગસ્ટ સુધીમાં આ ડીલ પૂર્ણ થઈ જશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ચાર વર્ષથી ધોલેરામાં એરપોર્ટની ચર્ચાને લઈ રાજકીય ગરમાવો આવી ગયો હતો. દિલ્હી મુંબઈને જોડતું આ એરપોર્ટની ડીલ હવે ૧૫ ઓગસ્ટે ફાઈનલ થવા જઈ રહી છે.
વધુમાં ચીફ સેક્રેટરીએ કહ્યું કે, અમને આશા છે કે જો આ ડીલ ફાઈનલ થઈ જશે તો આર્થિક રીતે પણ ધોલેરા સઘ્ધર થશે. વધુમાં તેમણે ઉમેર્યું કે, અમદાવાદમાં એક એરપોર્ટ છે જ પરંતુ ટ્રાફિકની સમસ્યાને લઈ એક અલાયદી સુવિધા હોવી જરૂરી હતી માટે ધોલેરાના ગ્રીનબેલ્ટ પસંદગી ઠોળવામાં આવી. તેમના જણાવ્યાનુસાર ધોલેરા ગુજરાતનું વિકસતું શહેર છે તેના વિકાસ માટે માત્ર એક પ્લેટફોર્મની જ જરૂર છે. જોકે માત્ર એરપોર્ટ થવાથી જ વિકાસ થશે તેવું નથી પરંતુ તેના માટે એરપોર્ટ સાથે સંકળાયેલી બીજી સુવિધાઓ પણ વિકસાવવી પડશે.
આ પ્રોજેકટ અંતર્ગત લગભગ ૨ કરોડ રૂપિયાનો અંદાજીત ખર્ચ હાલ લાગુ કરાયો છે. આ પ્રોજેકટમાં ગુજરાત સરકાર અને એએસઆઈ મળીને ૫૧ ટકા અને ૪૯ ટકાના ભાગીદારી છે. ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ મેનેજીંગ ડાયરેકટર જયપ્રકાશ શિવકરએ કહ્યું ધણી બધી કંપનીઓ આ બિઝનેસમાં પોતાના પૈસા લગાવવા તૈયાર છે અને શહેરને ડેવલપ કરવા પણ તૈયાર છે અને પણ એવું જ પ્લાનીંગ કરી રહ્યા છીએ જેથી કરીને શહેરનો વિકાસ થાય.
ઉલ્લેખનીય છે કે, એરપોર્ટ માટે ૭૫૦ હેકટર જમીનની પસંદગી કરવામાં આવી છે અને ગુજરાત સરકાર તેમજ એએઆઈના સહિયારા પ્રયત્નોથી આગામી ૨૦૧૯માં આ એરપોર્ટનો ફસ્ટૃ ફેઝ તૈયાર થવાની આશા સેવાઈ રહી છે.