શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના તથા એર્ફોડેબલ હાઉસીંગ અંતર્ગત ઝુંપડપટ્ટીનું પુર્નવસન કરી આવાસો તૈયાર કરાશે

જૂનાગઢ મહાનગરમાં ગાંધી ચોક ખાતે એરક્રાફ્ટ મુકવામાં આવશે, આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના તથા એફોર્ડેબલ હાઉસિંગ અંતર્ગત ઝૂંપડપટ્ટીને પુનર્વસન કરી આવાસો તૈયાર કરવામાં આવશે. તેવું સ્ટેન્ડિંગ કમિટીની મળેલ મિટિંગ માં મંજૂર કરાયું છે.

ગઈકાલે જૂનાગઢ મહાનગરપાલિકાની મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં  શહેરી વિકાસ યોજના તળે સ્વર્ણય જયંતિ યોજના અંતર્ગત રૂપિયા પ કરોડના ખર્ચે વિકાસ કામો હાથ ધરવામાં માટે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે. આ સિવાય જૂનાગઢ મહાનગરના વોર્ડ નંબર ૧ થી ૧૫ માં સ્વભંડોળ તથા કોર્પોરેટરોના ગ્રાન્ટમાંથી રસ્તા, ગટર, પેચ વર્ક તથા વિવિધ સુવિધાના કોર્પોરેટર દ્વારા સૂચવવામાં આવે તે કામ હાથ ધરવા માટે વાર્ષિક ભાવોની સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે.મનપા ખાતે ગઈકાલે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના તથા એફોર્ડેબલ હાઉસિંગ મિશન અંતર્ગત શહેરના રામદેવરા, મુબારક બાગ, લીરબાઈપરા, તથા મફતીયાપરા સહિતના વિસ્તારોની ઝૂંપડપટ્ટી અને પુનર્વસન કરી, આવાસો તૈયાર કરવા માટેની ટેન્ડરની શરતોને મંજૂર કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્ય સરકાર મારફતે જૂનાગઢ મહાનગરને એર ક્રાફ્ટ આપવામાં આવી રહ્યું છે ત્યારે જૂનાગઢ શહેરના ગાંધી ચોક ખાતે એરક્રાફ્ટ ને મુકવા માટે ઇસ્તોલેશન, ટ્રાન્સપોર્ટેશન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા આનુષંગીક ખર્ચ માટે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે.સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ગઈકાલે લેવાયેલ નિર્ણયોમાં મહાત્મા ગાંધી સવરણીય યોજના અંતર્ગત સ્વચ્છતા સર્વેક્ષણમાં જૂનાગઢના ઉત્તમ પ્રદર્શન માટે મદદનીશ તજજ્ઞ નિમવા અર્થે રૂ. ૯.૪૫ લાખનો ખર્ચ પણ મંજૂર કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.