મિલકત વેરાના ૨૫૦ કરોડના ટાર્ગેટ સામે રૂ.૨૦૬ કરોડ, વાહન વેરાના ૧૦ કરોડના ટાર્ગેટ સામે રૂ.૯.૪૪ કરોડ અને વ્યવસાય વેરાના ૨૩ કરોડના ટાર્ગેટ સામે રૂ.૧૮.૩૭ કરોડની વસુલાત: લક્ષ્યાંક હાંસલ કરવા રોકડા આઠ દિવસ હાથમાં
ચાલુ વર્ષે વેરામાં વ્યાજ માફીની યોજના આપવામાં આવી હોવા છતાં આ વર્ષે મિલકત વેરા ઉપરાંત વ્યવસાય વેરો અને વાહન વેરાના લક્ષ્યાંકો પણ અધુરા રહે તેવી ભીતિ દેખાઈ રહી છે. લક્ષ્યાંકો હજુ જોજનો દૂર છે અને ટેકસ બ્રાન્ચના હાથમાં હવે રોકડા માત્ર ૮ દિવસ જ બાકી રહ્યાં છે. રાત-દિવસ હાર્ડ રીકવરીની કામગીરી હાથ ધરવામાં આવે તો પણ કોઈ કાળે લક્ષ્યાંકની આજુબાજુમાં પણ પહોંચી શકાય તેવી હાલના સંજોગોમાં દેખાતુ નથી.
ચાલુ નાણાકીય વર્ષમાં ટેકસ બ્રાન્ચને રૂ.૨૫૦ કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. આજ સુધીમાં રૂ.૨૦૬ કરોડની વસુલાત વા પામી છે. સેન્ટ્રલ ઝોનમાં રૂ.૭૫.૭૩ કરોડ, ઈસ્ટ ઝોનમાં રૂ.૨૯.૮૫ કરોડ અને વેસ્ટ ઝોનમાં સૌી વધુ રૂ.૧૦૦ કરોડની વસુલાત વા પામી છે. ટાર્ગેટ હજુ ૪૪ કરોડ રૂપિયા છેટો છે અને ટેકસ બ્રાન્ચના હામાં હવે માત્ર ૮ દિવસ જ બચ્યા છે. રોજ સાડા સાત કરોડ રૂપિયાની વસુલાત કરવામાં આવે ત્યારે ટાર્ગેટ સુધી પહોંચી શકાય તેમ છે.
હાલ હાર્ડ રીકવરીનો દોર ચાલુ હોવા છતાં દૈનિક માંડ ૫૦ થી ૬૦ લાખ રૂપિયા જેવી વસુલાત થાય છે. આવામાં ટેકસનો ટાર્ગેટ પુરો કરવા મુશ્કેલ જ નહીં પરંતુ અસંભવ હોય તેવું સ્પષ્ટ જણાય રહ્યું છે. ટેકસ બ્રાન્ચના સુત્રાના જણાવ્યાનુસાર મિલકત અને પાણી વેરાનો રૂ.૨૫૦ કરોડનો ટાર્ગેટ આ વર્ષે માત્ર ૨૨૫ થી ૨૩૦ કરોડ આસપાસ અટકી જાય તેવું લાગી રહ્યું છે.
વાહન વેરા પેટે બજેટમાં મુળ લક્ષ્યાંક રૂ.૮.૨૫ કરોડનો આપવામાં આવ્યો હતો. દરમિયાન રીવાઈઝડ ટાર્ગેટ રૂ.૧૦ કરોડ કરવામાં આવ્યો છે. આજ સુધીમાં વાહન વેરા પેટે મહાપાલિકાને રૂ.૯.૪૪ કરોડની આવક વા પામી છે. છેલ્લા ૧ વર્ષમાં શહેરમાં ટુવ્હીલર, થ્રીવ્હીલર અને ફોરવ્હીલર અને સીકસ વ્હીલર સહિતના કુલ ૬૩૫૦૫ વાહનો વેંચાયા છે.
વાહન વેરાનો રૂ.૧૦ કરોડનો ટાર્ગેટ પુરો કરવા માટે હજુ ૫૬ લાખની વસુલાત કરવાની બાકી હોય આ ટાર્ગેટ પણ પૂર્ણ થાય તેવી સંભાવના હાલ દેખાતી નથી.
વ્યવસાય વેરાનો લક્ષ્યાંક રૂ.૨૩ કરોડ નિયત કરાયો છે. જેમાં ૨૩ માર્ચ સુધીમાં મહાપાલિકાને રૂ.૧૮.૩૭ કરોડની આવક વા પામી છે. ચાલુ સાલ વ્યવસાય વેરાના નવા ૩૬૬૯ રજિસ્ટ્રેશન યા છે અને ગત વર્ષની સરખામણીએ આવકમાં પણ રૂ.૧.૪૫ કરોડની વધુ વસુલાત થવા પામી હોવા છતાં આ વખતે પ્રોફેશ્નલ ટેકસનો ટાર્ગેટ પૂર્ણ થાય તેવી શકયતા દેખાતી નથી. નવા નાણાકીય વર્ષી મહાપાલિકા મિલકત વેરામાં કાર્પેટ એરીયાની અમલવારી કરવા જઈ રહયું છે ત્યારે જૂની વસુલાત કરવા માટે ગંભીરતાી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હોવાના કારણે ટેકસની આવકમાં મોટુ ગાબડુ પડે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.
ચાલુ નાણાકીય વર્ષના આરંભે જ વેરામાં વ્યાજમાફી યોજના અમલમાં મુકવામાં આવી હોવા છતાં પણ ટેકસનો ટાર્ગેટ અધુરો રહે તેવું લાગી રહ્યું છે તો નવા નાણાકીય વર્ષમાં કાર્પેટ એરીયાની અમલવારી બાદ ટેકસની આવકમાં મોટો ફટકો પડવાની સંભાવના જણાય રહી છે.
ટેકસ બ્રાન્ચના અધિકારીઓના જણાવ્યાનુસાર દર વર્ષે ટેકસ બ્રાન્ચને બજેટમાં વાસ્તવિકતા કરતા વધુ મોટો ટાર્ગેટ આપવામાં આવતો હોવાના કારણે તે હાસલ કરી શકાતો નથી. જો કે, છેલ્લા અમુક વર્ષોથી ટેકસનો ટાર્ગેટ ખૂબજ સરળતાી પૂર્ણ થઈ જતો હતો પરંતુ આ વર્ષે ટાર્ગેટ ૧૦ ટકા જેટલો છેટો રહી જાય તેવું લાગી રહ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,