જિલ્લા કલેક્ટરે ખાતરી આપતા મામલો થાળે પડ્યો : ખેડૂતો સોમવારે રજુઆત અર્થે ગાંધીનગર જશે
મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે ખાનપર ગામના ખેડૂતોએ જે આંદોલન શરૂ કર્યું હતું તે સાંસદ મોહનભાઇ કુંડારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ અને કલેકટર તંત્રની સમજાવટ બાદ હાલ પૂરતું સમેટાયુ છે હવે ખેડૂતો આ મુદ્દે સોમવારે ગાંધીનગર રજુઆત કરવા જવા નક્કી કર્યું છે.
ખાનપર ગામના ખેડુતો, સાંસદ મોહનભાઇ કુંડારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ અને કલેકટર તંત્ર દ્વારા ગઈકાલે સાંજના સમયે બેઠક બોલવામાં આવી હતી . જેમાં કલેક્ટરે જણાવ્યું કે હાલ આ મુદ્દો સરકારના હાથમાં છે. અમારા તરફથી આ મુદ્દે નિરાકરણ લાવવાના પૂરતા પ્રયત્નો કરવામાં આવશે. આમ તંત્ર તરફથી હકારાત્મક વલણ દાખવવામાં આવતા મામલો થાળે પડ્યો છે.
જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ જણાવ્યું હતું કે સાંસદ મોહનભાઇ કુંડારિયા સાથે મળીને કલેક્ટર સાથે બેઠક યોજી હતી. જેમાં ખેડૂતોને પણ ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા. તંત્રના હકારાત્મક વલણથી ખેડૂતોએ આંદોલન મોકૂફ રાખ્યું છે. આગામી સોમવારે ખેડૂતો ગાંધીનગર રજુઆત અર્થે જશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com