જુના વાહનોને બદલે નવા વસાવનારાઓને ટેકસમાં રાહતો વર્ષ ૨૦૦૦ પહેલા નોંધાયેલા વાહનો ૨૦૨૦ થી નહીં દેખાય
પ્રદુષણ ઘટાડવાને મામલે સરકારે પહેલ કરી છે જેના ભાગરુપે કોમર્શિયલ વાહનોની આયુષ્ય ર૦ વર્ષ સુધીની જ સીમીત કરવામાં આવી છે વર્ષ ૨૦૨૦ થી લાગુ થનારા આ નિયમ બાદ ટેકસી, ટ્રક, બસો, રીક્ષાઓ જેનું રજીસ્ટર ૨૦૦૦ પહેલા થયું છે તે ૧મી એપ્રિલ ૨૦૨૦ થી રોડ પર દેખાશે નહીં આ ઉપરાંતના કોઇપણ કોમર્શિયલ વાહનોનો ઉપયોગ ર૦ વર્ષથી વધુ સમય બાદ કરી શકાશે નહીં. તેમની સમય મર્યાદા નિર્ધારીત કરી દેવામાં આવી છે. જેને મામલે શુક્રવારના રોજ વડાપ્રધાનની ઓફીસે હાઇ લેવલ મીટીંગ યોજાઇ હતી. જેમા સ્કેપ વ્હીકલ પોલીસીને મંજુરી આપવામાં આવી છે. જો કે આ નિયમો માત્ર કોમર્શિયલ વાહનો માટે જ રાખવામાં આવ્યા છે.
ખાનગી વાહનોમાં ફોર વ્હીલર કે ટુ વ્હીલરમાં કોઇપણ પ્રકારની બાંધછોડ રાખવામાં આવી નથી તેઓ તેમની ઇચ્છા સુધી પોતાના વાહનો રાખી શકે છે. સરકારે વાહનોની નોંધણી માટે ભારત સ્ટેટ વન નું પરિચય કર્યૂ હતું. જેના રિપોર્ટ પ્રમાણે વર્ષ ૨૦૦૦ થી પહેલા રજીસ્ટ્રર્ડ થયેલા સાત લાખથી પણ વધુ વાહનો છે. જે ૨૦૨૦ માં આરામ ફરમાવવા રિટાયર્ડ થશે.
અને રસ્તા પર દેખાશે નહીં વિવિધ અભ્યાસોને આધારે બીએસ-૪ વાહનો કરતા બેએસ-૧ વાહનો સૌથી વધુ પ્રદુષણ ધરાવે છે. જો કે આ પૂર્વ સરકારે સ્વચ્છ ભારતની પહેલમાં ૧૫ થી ૨૦ વર્ષની સમયમર્યાદા નિર્ધારીત કરી હતી. પરંતુ વધુ પ્રમાણમાં આવા વાહનોનું વેચાણ થઇ જતું હતું. કારણ કે જે લોકો નવું વાહન ખરીદવા સક્ષમ નથી તેઓ આવા જુના વાહનો ખરીદવાનો આગ્રહ રાખે છે. સેન્ટ્રલ મોટર અધિનિયમ મુજબ સેકશન-૫૯ અંતર્ગત પરિવહન મંત્રીએ વાહનોની કેટેગરી પ્રમાણે સમય મર્યાદા નિર્ધારીત કરાવી છે.
૨૦૨૦ થી આ નિયમો ફરજીયાત લાગુ પડશે. આશરે ૧પ લાખથી પણ વધુ વાહનો ૨૦૦૦ પહેલાના નોંધાયા હોવાનો અંદાજો છે. જેમાંથી લાખ વાહનો રોડ પર દોડી રહ્યા છે. કારણ કે નવા વાહનોની સરખામણીએ જુના વાહનો ૧પ ટકા વધુ પ્રદુષણયુકત સાબીત થયા છે. પરંતુ ખાનગી વાહનો માટે કોઇ પણ નિયમો લાગુ કરવામાં આવ્યા નથી. જીએસટી કાઉન્સીલે જુના વાહનોના ભંગાર તરીકે વેચાણ માટે રાહતો આપી છે. તેમજ જીએસટીને લઇને નવા વાહનોની ખરીદી પણ સરળ બનાવવામાં આવશે.
ઓટોમોબાઇલ કંપનીઓ વાહનોમાં ડિસ્કાઉન્ટ આપશે. જોવાનું રહ્યું કે કઇ રીતે સરકાર કોર્ટમાં ૧૦ થી ૧પ વર્ષ જુના ડિઝલ પેટ્રોલથી દિલ્હીમાં ચાલતા વાહનોના વિરોધમાં લડત કરશે. જે લોકો પોતાના જુના વાહનો ભંગારમાં વહેચી નવા વાહનો વસાવવા માંગે છે તેમને કરમાં રાહતો આપવામાં આવશે. હાલ નવા વાહનોની ખરીદી પર ર૮ ટકા સુધીનું જીએસટી છે તે આ નિયમ બાદ ઘટાડીને ૧૮ ટકા કરી દેવામાં આવી શકે છે.
વાહન ઉત્પાદકો ગ્રાહકોને ખાસ ડિસ્કાઉન્ટ આપશે. જે લોકો જુના વાહનોને ભંગારમાં આપી ઇલેકટ્રીક વાહનોની ખરીદી ઇચ્છે છે તેમને સરકારી યોજના ફ્રેમ અંતર્ગત ખાસ ઇન્સેન્ટીવ્સ આપવામાં આવશે.
સ્ટીલ ઇન્ડસ્ટ્રીએ સ્ક્રેપ સેન્ટરની શરુઆત કરી દીધી છે. જે આવનારા વર્ષોમાં લોકોના રિટાયર્ડ વાહનોનું હબ બનશેઆમ કોમર્શિયલ વાહનોની તો મર્યાદા નિર્ધારીત કરી દેવામાં આવી છે પરંતુ ખાનગી વાહનો માટે કોઇપણ પ્રકારની બાંહેધરી રાખવામાં આવી નથી.