ભારત વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરવા જઈ રહેલી અફઘાનિસ્તાને મંગળવારે પોતાની પ્રથમ ટેસ્ટ માટે ૧૬ સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમમાં ચાર સ્પિન બોલરોને જગ્યા મળી છે. આ ટેસ્ટ મેચ ૧૪ થી ૨૮ જૂન વચ્ચે બેંગલુરૂનના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. ટીમમાં મુજીબ ઉર રહમાન, આમિર હમજા, રાશિદ ખાન એ જહીર ખાન જેવા સ્પિનરોને સ્થાન મળ્યું છે. મુજીબ અને રાસિદ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં રમ્યા હતા. રાશિદ રનર્સ-અપ હૈદરાબાદની ટીમનો મુખ્ય ભાગ હતો, મુજીબને કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી રમવાનો મોકો મળ્યો હતો.
ઝહીર પણ બે વર્ષ બાદ પરત ફરેલી રાજસ્થાન રોયલ્સની સાથે હતો, પરંતુ તેની આંગળીમાં ઈજા થતા આઈપીએલમાંથી બહાર થઈ ગયા હતા. તે આ વર્ષે અન્ડર-૧૯ વર્લ્ડ કપના સેમીફાઇનલમાં રમનારી અફઘાનિસ્તાન ટીમનો સભ્ય હતો.
ટીમની આગેવાની અસગર સ્ટાનિકજાઈને મળી છે, જે ટેસ્ટ પહેલા બાંગ્લાદેશ વિરુદ્ધ રમાનારી ત્રણ ટી-૨૦ મેચોની શ્રેણીમાં પણ ટીમનું નેતૃત્વ કરશે.
ભારત સામેની ટેસ્ટ માટે અફઘાન ટીમ: અસગર સ્ટાનિકજાઈ (કેપ્ટન), જાવેદ અહમદી, ઈશાનુઉલ્લાહ, મોહમ્મદ શહજાદ (વિકી), મુજીબ ઉર રહમાન, નાસિર જમાલ, રહમત શાહ, હાશ્તમુલ્લાહ શાહિદી, અફસર જાજઈ, મોહમ્મદ નબી, રાશિદ ખાન, આમિર હમજા, સૈયદ શિરજાદ, યામિન અહમદજાઈ વફાદાર, ઝહીર ખાન.