સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ માટે પી.એચ.ડી. પ્રવેશ પરીક્ષાનું આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા રવિવારે આત્મીય કોલેજ ખાતે સવારે ૮:૦૦ કલાકથી શરૂ થઈ હતી. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ આ પરીક્ષામાં ૩૬ જેટલા વિષયોને આવરી લેવામાં આવ્યા હતા અને સૌરાષ્ટ્રની વિવિધ કોલેજોમાંથી ૧૭૦૦ જેટલા વિદ્યાર્થીઓએ પી.એચ.ડી. પ્રવેશ પરીક્ષા આપી હતી.રવિવારે આત્મીય કોલેજ ખાતે લેવાયેલી પરીક્ષામાં ૧૭૦૦ જેટલા વિદ્યાર્થીઓ હાજર રહીને પરીક્ષા આપી હતી અને વિદ્યાર્થીઓને પરીક્ષા પૂર્ણ થતાની સાથે રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું. જેમાં ગણ્યા-ગાઠયા વિદ્યાર્થીઓ જ પાસ થયા હતા અને આ પરિક્ષાનું રિઝલ્ટ માત્ર ૧૪.૦૬ ટકા જેટલુ નીચુ આવ્યું હતું.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટાર ડો.ધિરેન પંડયા, એમ.બી.એ ભવનના હેડ ડો.સંજય ભાયાણી, નિલેશભાઈ સોની, નયનભાઈ જોબનપુત્રા તથા વિવિધ ભવનના સ્ટાફે આ પરીક્ષાના આયોજન કરવા માટે જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.