સ્ટેટ્યુટ-187નો અમલ કરી ગુનેગારો ચૂંટણી લડી ન શકે તેવું જાહેર કરી કડક વલણ દાખવતાં ભીમાણી: યુનિવર્સિટીના તમામ ભવનને અભ્યાસક્રમ, પરીક્ષા, પરીણામ સહિતની સ્વાયતતા અપાઇ: શિક્ષણનો ઓનલાઇન સર્વેે કરી પ્રોફેસરોને શ્રેષ્ટ એવોર્ડ એનાયત પણ કરાશે
અબતક-રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઇન્ચાર્જ કુલપતિ તરીકે પદ ગ્રહણ કર્યાના પહેલા જ દિવસે ડો.ગીરીશ ભીમાણીએ પ્રથમવાર રાજ્યમાં પહેલરૂપ નિર્ણયો કર્યા છે. તેમાં સૌથી મહત્વની અને મીડીયાની જુની માંગ હતી કે યુનિવર્સિટી બેઠકોમાં મીડીયાને બેઠકોમાં બેસવા દેવામાં આવે અને જેનો હવેથી અમલ પણ થશે. એટલે કે હવે સિન્ડીકેટનો ‘વહીવટ’ પારદર્શકતાથી જ થશે તેમ ડો.ગીરીશ ભીમાણીએ જણાવ્યું હતું.
આ ઉપરાંત ગઇકાલની પત્રકાર પરિષદમાં ચાર્જ સંભાળતાની સાથે જ અનેક મહત્વપૂર્ણ નિર્ણયો ઇન્ચાર્જ કુલપતિ ડો.ગીરીશ ભીમાણીએ કર્યા હતા. જેમાં સ્ટેટ્યુટ-187નો અમલ કરી ગુનેગારો ચૂંટણી ન લડી શકે તેવું જાહેર કરી કડક વલણ દાખવ્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીના હિતમાં નિર્ણયરૂપે કેશબારી પર છાત્રોની કતાર ન થાય અને વિદ્યાર્થીઓએ કોઇપણ પ્રકારની ફી ભરવા યુનિવર્સિટીએ ન આવવું પડે તે માટે ઓનલાઇન પેમેન્ટ સ્વિકારવામાં આવશે અને તેની રિસીપ્ટ પણ ઓનલાઇન મળી જશે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ સાથે જ અનુસ્નાતક ભવનોને અભ્યાસક્રમ ઘડવા, પરીક્ષા લેવા અને પરીણામ જાહેર કરવા સુધીની તમામ સ્વાયતતા આપવામાં આવશે તેમજ યુનિવર્સિટીના તમામ ભવનોમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થાય તે માટે પ્રોફેસરોનું પણ સતત મૂલ્યાંકન કરવામાં આવશે અને સાથોસાથ તેમને સન્માનીત પણ કરાશે. આ સાથે જ સ્ટેટ્યુટ-187ના અમલને રાજ્ય સરકારે અનુમોદન આપ્યાનું જાહેર કર્યું હતું.જેથી હવે ગુન્હાહીત ઇતિહાસ ધરાવનારા ચૂંટણી લડી નહીં શકે જે મુજબ ભાજપના રાજભા જાડેજા તેમજ વિવેક હીરાણી પણ આ હરોળમાં આવે છે અને તેમને ચુંટણી લાયક ગણવામાં નહી આવે તેમ પણ તેઓએ જણાવ્યું હતું.
માર્ચ સુધીમાં જેટલા બિલ્ડીંગો તૈયાર થઇ રહ્યા છે તે તમામનું કામ ઝડપી પૂર્ણ કરી દેવામાં આવશે અને સેન્ટર લેવલની લેબોરેટરી પણ આવનારા સમયમાં યુનિવર્સિટીને મળી જશે. યુસીજીના નિયમ મુજબ એટલે કે સુચવાયેલા પસંદગી સમિતિના સભ્યો દ્વારા કાયમી રજીસ્ટ્રાર, પરીક્ષા નિયામકો, અધ્યાપકો અને નોન ટીચીંગ કર્મીઓની ભરતી કરવામાં આવશે.
નવા સત્રથી 70ને બદલે 50 માર્ક્સનું જ લેખિત પેપર બાકીના 50 માર્ક્સ ઇન્ટર્નલનાવિદ્યાર્થીઓએ હાલ 70 માર્ક્સનું લેખિત પેપર અને 30 માર્કસ ઇન્ટર્નલ ગુણના હોય છે. જો કે હવે આગામી સત્રથી 50 માર્ક્સનું જ પ્રશ્ર્નપત્ર અને 50 માર્ક્સ ઇન્ટર્નલ આપવાનો નિર્ણય ઇન્ચાર્જ કુલપતિ ડો.ગીરીશ ભીમાણીએ કર્યો છે. જેમાં એક શક્યતા ઇન્ટર્નલ માર્ક્સમાં ખાનગી કોલેજની સ્વાયતતા વધી જવાથી મનપસંદ વિદ્યાર્થીઓને સારા માર્ક્સ મુકવામાં આવે તેવી પણ શક્યતા છે.
આગામી વર્ષથી મલ્ટીપલ એન્ટ્રી અને મલ્ટીપલ એકઝીટની સુવિધા નવા ઇન્ચાર્જ કુલપતિ ડો.ગીરીશ ભીમાણીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષા નિતી મુજબ આગામી વર્ષથી વિદ્યાર્થીઓ માટે મલ્ટીપલ એન્ટ્રી અને મલ્ટીપલ એક્ઝીટ સુવિધાનો પ્રારંભ કરાશે. જેમાં વિદ્યાર્થી એક વર્ષ અભ્યાસ કરે તો યુનિવર્સિટી સર્ટિફીકેટ આપશે પછીના બે વર્ષ અભ્યાસ કર્યા બાદ ડિપ્લોમાંનું સર્ટિફીકેટ એનાયત કરાશે. ચાર વર્ષ અભ્યાસ કર્યા બાદ પોષ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી અપાશે અને પાંચ વર્ષના અંતે વિદ્યાર્થીને માસ્ટર ડિગ્રી આપવામાં