ડેડીકેટેડ કોવિદ હેલ્થ સેન્ટરમાં ૭૪૭ અને કોવિદ કેર સેન્ટરમાં ૨૮૮ બેડની સુવિધા
કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે લોકડાઉનની સ્થિતિમાં રાજકોટ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોનાના વાયરસના લક્ષણો ધરાવતા દર્દીઓના ઉપચાર માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ છે.
જેમાં રાજકોટમાં ડેડીકેટેડ કોવીડ હેલ્થ સેન્ટરમાં ૭૪૭ અને કોવીડ કેર સેન્ટરમાં ૨૮૮ બેડની સુવિધા ઉપલબ્ધ છે.
રાજકોટમાં ડેઝીગનેટેડ કોવીડ હોસ્પિટલમાં પીડીયુ હોસ્પિટલ અને ક્રાઇસ્ટ હોસ્પિટલ છે જેમાં ૨૦૦ આઇસોલેશન બેડ અને ૬૧ વેન્ટીલેટર આવેલ છે.
જયારે ક્રાઇસ્ટ હોસ્પિટલમાં ૩૫ આઇસોલેશન બેડ અને ૮ વેન્ટીલેટરની સુવિધાઓ ઉપલબ્ધ છે. રાજકોટ ગ્રામ્યમાં ડેડીકેટેડ કોવીડ હેલ્થ સેન્ટરમાં કુલ ૨૫૭ બેડ ઉપલબ્ધ છે. જેમાં ૬૦ બેડની સુવિધાવાળી શીવાનંદ હોસ્પિટલ, વીરનગર, ૮૦ બેડની સુવિધાવાળી ઇશ્વરિયા સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટીટયુય આયુ. રિસર્ચ એન્ડ હોસ્પિટલ અને હરિપળ પાળ સ્થિત ૧૧૭ બેડની સુવિધાવાળી કામદાર હોમીયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલનો સમાવેશ થાય છે.
રાજકોટ શહેરમાં ડેડીકેટેડ કોવીડ હેલ્ધ સેન્ટરમાં કુલ ૪૯૦ બેડ ઉપલબ્ધ છે. જેમાં દુધ સાગર રોડ સ્થિત ૫૦ બેડવાળી ઈએસઆઈએસ હોસ્પિટલ, ૧૦૦ બેડવાળી આયુર્વેદિક હોસ્પિટલ, ૨૦૦ બેડવાળી કેન્સર હોસ્પિટલ, ૬૦ બેડવાળી દોશી હોસ્પિટલ, ૫૦ બેડવાળી બી.ટી. સવાણી હોસ્પિટલ, ૬૦ બેડવાળી રાજકોટ હોમીયોપેથિક મેડિકલ કોલેજનો સમાવેશ થાય છે.
કોવીડ કેર સેન્ટરમાં જોઇએ તો બી.જી.ગરૈયા આયુર્વેદિક હોસ્પિટલનો સમાવેશ થાય છે. જેમાં ૨૮૮ બેડનો સમાવેશ થયો હોવાનું અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરીની યાદીમાં જણાવાયું છે.