કાર્બન ઉત્સર્જનમાં નેટ ઝીરો હાંસલ કરવાના મોદીના લક્ષ્યમાં સાથ પુરાવતા ગૌતમ અદાણી
તાજેતરમાં મોદીએ 2070 સુધીમાં ભારતમાં કાર્બન ઉત્સર્જનમાં નેટ ઝીરો હાંસલ કરવાનો લક્ષ્ય પણ જાહેર કર્યો છે. ઉપરાંત તેઓએ જણાવ્યું કે 2030 સુધીમાં ભારત સૌર અને અન્ય રિન્યુએબલ એનર્જી દ્વારા વધુ ઉર્જાનું ઉત્પાદન કરશે. પ્રથમ, ભારત તેની બિન-અશ્મિભૂત ઊર્જા ક્ષમતાને 500 જીડબ્લ્યુ સુધી વધારશે અને આપણી ઉર્જાની જરૂરિયાતોના 50 ટકા રિન્યુએબલ સ્ત્રોતોમાંથી પ્રાપ્ત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ લક્ષ્યમાં સાથ પુરાવવા ગૌતમ અદાણીએ આગામી 10 વર્ષ માટે રૂ. 5 લાખ કરોડથી વધારેનો મેગા પ્લાન તૈયાર કર્યો છે. જેના આધારે તે સસ્તી કિંમતે હાઇડ્રોજન બનાવશે.
ગૌતમ અદાણીએ કહ્યું કે અદાણી જૂથેની સૌથી મોટી રીન્યુબલ એનર્જી કંપની હશે. આ કંપની સૌથી ઓછી કિંમત પર હાઇડ્રોજન બનાવશે.અદાણી હાલમાં સૌથી મોટી સોલર પાવર ડેવલપર છે. કંપનીનું લક્ષ્ય 2030 સુધી 45 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી બનાવવાનું છે. તે દરેક માટે 2022-23 સુધી કંપની દર વર્ષે 2 ગીગાવોટ સોલ્યુશન સર્જન કરવા માટે ખૂબ મોટું રોકાણ કરશે.
અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ હાલમાં ભારતની સૌથી મોટી પ્રાઈવેટ સેક્ટર પાવર ટ્રાન્સમિશન કંપની છે. વર્તમાનમાં પાવર પ્રોક્યોરમેન્ટમાં રિન્યુએબલ એનર્જીની ક્ષમતા 3 ટકા છે. કંપનીનું લક્ષ્ય 2023 સુધી તેને 30 ટકા સુધી અને 2030 સુધી 70 ટકા સુધી કરવાની યોજના છે. બ્લૂમબર્ગ ઈન્ડિયા ઈકોનોમિક ફોરમ પર વાત કરતા ગૌતમ અદાણીએ કહ્યું કે મારુ સપનું છે કે રિન્યુએબલ એનજી એટલી સસ્તુ હોય કે અશ્મિભૂત ઈંધણ કે પેટ્રોલ-ડીઝલની જગ્યાએ તે વપરાતું થઈ જાય.
તેમને કહ્યું કે અદાણી ગ્રુપ પહેલાથી જ સૌથી મોટી સોલાર પાવર ડેવલપર છે. ત્યારે કંપની જ્યારે આટલા મોટા રોકાણ કરશે તો રિન્યુએબલ એનર્જિનિન સર્વિસ કંપનીમાં નંબર બની શકે છે. હાલમાં તેમને આ લક્ષ્યને લઈ યોજનાની કોઈ વિશેષ જાણકારી જાહેર કરી નથી.
ગૌતમ અદાણીએ અગાઉ પણ કહ્યું હતું કે વિશ્વમાં જળવાયુ પરિવર્તન માટેની નીતિઓ ઘડતી વેળાએ દયનીય સ્થિતિમાં જીવતા લોકોના અવાજને પણ ધ્યાને લેવો જોઈએ.વીતેલા સમયમાં વિકસિત રાષ્ટ્રોએ વધુ ગ્રીન હાઉસ ગેસ છોડયો છે અને તેમણે વધારે મહત્વની જવાબદારી નિભાવી વિકસતી દુનિયાની જરૂરિયાતો સારી રીતે હલ થાય તેવી નીતિઓ અને લક્ષ્યાંકો સૂચવવા જોઈએ.
ઉલ્લેખનીય છે કે ગ્લાસાગોમાં આયોજિત ક્લાઈમેટ કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારત 2070 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન ધરાવતો દેશ બની જશે. તે સિવાય 2030 સુધી ઘણા લક્ષ્ય નિર્ધારિત કર્યા છે. ભારત 2030 સુધીમાં તેની ઓછી કાર્બન પાવર ક્ષમતાને 500 જીડબ્લ્યુ સુધી વધારવાનું અને 2030 સુધીમાં તેની 50 ટકા ઉર્જાની જરૂરિયાતોને પુનઃપ્રાપ્ય ઉર્જામાંથી પૂરી કરવાનું લક્ષ્ય ધરાવે છે.