‘પ્રકાશના પંથે’ પુસ્તકનો લોકાર્પણ સમારોહ: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમારંભના પ્રમુખ સને: આર.એસ.એસ.ના ભૈયાજી જોષીના હસ્તે લોકાર્પણ
ગુજરાતના જાહેર જીવનના અગ્રણી અને રાજકોટના વિકાસના શિલ્પી અરવિંદભાઇ મણીઆરની સ્મૃતિમાં રચાયેલા શ્રી અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટની ૩૪ વર્ષની પ્રવૃતિઓનો પરિચય કરાવતા ગ્રંત્થ ‘પ્રકાશને પંથે’નું તા. ૨૧ જુલાઇને શનિવારે, સાંજે ૬ થી ૮, હેમુ ગઢવી નાટ્યગૃહમાં યોજાયેલ સમારંભમાં લોકાર્પણ થશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર કાર્યવાહ ભૈયાજી જોષી પુસ્તકનું લોકાર્પણ કરશે. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઇ પાણી સમારંભના પ્રમુખ સને રહેશે.
‘પ્રકાશને પંથે’ પુસ્તકની વિસ્તૃત માહિતી આપતા અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી વલ્લભભાઇ કીરીયા, ટ્રસ્ટી જ્યોતિન્દભાઇ મહેતા અને અગ્રણી કલ્પકભાઇ મણીઆરે જણાવ્યું હતું કે, ‘અરવિંદભાઇ મણીઆર જનક્લ્યાણ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં યેલી અને ભવિષ્યની અનેકવિધ પ્રવૃતિઓનો પરિચય ૨૦૦ કરતા વધારે ફોટોગ્રાફ સો ‘પ્રકાશને પંથે’માં અપાયો છે. આર્ટ પેપર ઉપર મલ્ટીકલર પ્રિન્ટીંગ ધરાવતું પુસ્તક ટ્રસ્ટના સામાજિક ઓડિટના ઉદેશને નજર સમક્ષ રાખી તૈયાર કરવામાં આવેલું મહત્વનું ડોક્યુમેન્ટેશન છે.
અરવિંદભાઇની રાષ્ટ્રીય ફલક ઉપરની કામગીરીના ફોટોગ્રાફ અને અરવિંદભાઇએ લખેલા ૮ લેખો ‘પ્રકાશને પંથે’નું ઉજળું પાસુ છે. કુલ ૨ પ્રકરણોમાં રાજકોટનાં ઇતિહાસની કેટલીક મહત્વની ઘટનાઓ ‘પ્રકાશને પંથે’ના માધ્યમી હાવગી બની છે. જાહેરજીવન, સાહિત્ય, સંગીત, સહકાર, ખેલજગત ઇત્યાદિ ક્ષેત્રોના અગ્રણીઓના ફોટોગ્રાફ પુસ્તકને વાંચનક્ષમ બનાવે છે. જાહેર પ્રવૃતિ સાથે સંકળાયેલી સંસના પ્રસ્તૃત ડોક્યુમેન્ટેશનમાં તેની સામાજિક નિસબતનું પ્રતિબિંબ ઝીલાયું છે. અંદાજે ૨૦૦ પૃષ્ઠોના પ્રસ્તુત પુસ્તકનું સંપાદન લેખક-પત્રકાર રાજુલ દવેએ ર્ક્યું છે. પ્રવિણ પ્રકાશન દ્વારા તેનું નિર્માણ થયું છે. કાર્યક્રમમાં સમયસર ઉપસ્તિ રહેવા સર્વ ચાહકો-ભાવકોને ટ્રસ્ટ તરફી આમંત્રણ છે.
આ કાર્યક્રમની સફળતા માટે અરવિંદભાઇ મણીઆર જનક્લ્યાણ ટ્રસ્ટના જયંતભાઇ ધોળકિયા, જાહન્વીબેન લાખાણી, નિલેશ શાહ, હસુભાઇ ગણાત્રા, પ્રભાતભાઇ ડાંગર, લક્ષ્મણભાઇ મકવાણા, ઇન્દ્રવદન રાજ્યગુ વગેરે જહેમત ઉઠાવે છે. સમારંભ સ્ળે સાંજે ૫ ી ૫.૪૫ સ્નેહમિલન યોજાશે. શ્રોતામિત્રોએ ૫.૪૫ સુધીમાં પોતાનું સન લઇ લેવા ટ્રસ્ટીઓ તરફી હાર્દિક અનુરોધ કરવામાં આવ્યો છે.
અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ તરફી દર વર્ષની પાંચમી ઓક્ટોબરે ‘સ્વરાંજલિ’ અને જુલાઇ માસમાં દિવ્યાંગ બાળકોનો ‘સ્નેહ સ્પર્શ’ યોજાય છે. તદ્પરાંત લાલપરી-રાંદરડા તળાવો ઉંડા ઉતારવા, આરોગ્ય, સહકાર, રમત જગત સહિતની વિવિધ પ્રવૃતિઓ છેલ્લા ૩૪ વર્ષ દરમ્યાન યોજાઇ છે. તે સઘળી પ્રવૃતિઓનું સચિત્ર ડોક્યુમેન્ટેશન ‘પ્રકાશને પેં’માં કરવામાં આવ્યું છે. દેશના અગ્રણી વિચારકો, હાલનાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ઉપરાંત ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપાઇ, પાંડુરંગ શાી આઠવલેજી, નાનજી દેશમુખ, દત્તોપંતજી ઠેંગડી, આચાર્ય ધર્મેન્દ્રજી ઇત્યાદિએ ટ્રસ્ટ આયોજીત પ્રવચનમાળામાં હાજરી આપી ટ્રસ્ટને ગૌરવ બક્ષ્યું છે.
આ વૃતાંત વાંચવા મળશે. અરવિંદભાઇએ સ્વયં સહકાર, અધ્યાત્મ, ખેલકૂદ, પુસ્તકાલય વગેરે વિષયક લખેલા ૮ લેખો ‘પ્રકાશને પેં’નું મહત્વનું પાસું બન્યા છે. આ ડોક્યુમેન્ટેશન વાંચકો-ભાવકોને પસંદ પડશે.