ઇમરજન્સી ન હોય તેવા દર્દીને ટેલીફોનિક ક્ન્સલટન્સી કરીએ: સંજય દેસાઇ
અબતક સાથેની વાતચીત દરમિયાન વીગ્સ આઇ.વી. એફ. ગાયનોકોલોજીસ્ટ ડો. સંજય દેસાઇએ જણાવ્યું હતું કે કોરોનાને લઇ લોકોમાં ભયનો માહોલ જોવા મળે છે.હાલમાં અમારી વિંગ્સ આઇ.વી.એફ. હોસ્પિટલમાં બહુ જ ઉતાવળવાળા, અડધી સારવારવાળા જ લોકો આવે છે. હોસ્પિટલમાં પ્રેગ્નેન્સીવાળા બહેનો આવે ત્યારથી તેઓ પાછા જાય ત્યાં સુધીની તમામ સાવચેતી અને રાખીએ છીએ. હુ જણાવીશ કે જેમની રોગ પ્રતિકારક શકિત ઓછી હોય તો તેમને બિમારી થવાની શકયતા રહે. ત્યારે પ્રેગ્નેન્સીમાં પણ બહેનોની રોગ પ્રતિકારક શકિત ઓછી થઇ જતી હોય. તેથી આવા બહેનોમાં ઇન્ફેકશન લાગવાના ચાન્સ વધી જતા હોય તેથી વધુ સાવચેતી રાખીએ. અમે આવેલ દર્દીને હેન્ડસેનીરાઇઝર બોડી સેનીટાઇઝ કર્યા બાદ અંદર આવે માસ્ક આપી સોશ્યલ ડિસ્ટીંગથી બેસાડીએ અમે હાલના સમયમાં ફકત દર્દીઓને હોસ્પિટલમાં અંદર આવવા દઇ અને તેના પરિવાર માટે બહાર વ્યવસ્થા કરી આપી છે. ઘણા અમારા દર્દીઓ સાવચેતી રાખે અને ટેલીફોનીક ક્ધસ્લટેશન કરી પ્રાથમીક સારવાર કરીએ છીએ. જેઓને ન ટાળી શકાતા પ્રશ્ર્નો હોય તેઓ જ હોસ્પિટલ આવે છે. અમારે ત્યારે સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર લે છે પરંતુ હાલના સમયમાં જે દર્દીઓને અમે ફાઇલમાં તારીખ લખી આપી હોય, ચેકઅપ માટેની અને જરુરી હોય તેઓ જ આવે છે બાકીનાને જરુરત ન હોય તો આવવાનું ટાળતા હોય છીએ. વધુમાં જણાવ્યું કે આ સમયમાં અમે પહેલા જ પેન્શનને અટેઇન કરતાં તેથી સરખામણીમાં ખુબ જ ઇમરજન્સીવાળા જ કેસોને તપાસી એ છીએ.
ટેલિફોનિક માધ્યમથી દર્દીઓને સારવાર અપાય છે: ડો. મયંક ઠક્કર
આ મુદ્દે ગિરિરાજ હોસ્પિટલના તબીબી નિષ્ણાંત ડો. મયંક ઠક્કરે જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિમાં ફક્ત ઇમરજન્સી દર્દીઓ જ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવે છે. તે ઉપરાંતના દર્દીઓ અને અમારા રજીસ્ટર્ડ દર્દીઓને અમે વિડીયો કોંફરન્સના માધ્યમથી માર્ગદર્શન આપીએ છીએ, જરૂરી દવાનું પ્રિસ્ક્રિપ્શન પણ ટેલિફોનિક માધ્યમથી જ આપીએ છીએ. તેમણે વધુમાં હાલની પરિસ્થિતિમાં જણાવ્યું હતું કે હાલ અમારા જે કર્મચારીઓ બહારગામ થી આવે છે તેમને હાલાકી ભોગવવી પડે છે કેમકે જે કર્મચારી જામનગર થી આવતા હોય તેમને બે જિલ્લાના વહીવટીતંત્રની મંજૂરી લેવી પડે છે તો એક એ મોટી અગવડતા છે તેમ છતાં પણ હાલ મેડિકલ સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફ પૂરતી માત્રામાં આવે છે જેથી કોઈ પણ દર્દી હાલાકી ભોગવતો નથી. તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે અમુક સંજોગોમાં ક્યારેક બહારગામના દર્દીને હોસ્પિટલ પહોંચવામાં પણ થોડી હાલાકી ભોગવવી પડે છે પરંતુ આ મુદ્દો રાષ્ટ્રહિત માં છે ત્યારે અમે સૌ સહયોગ આપી રહ્યા છીએ.
હોસ્પિટલમાં સ્ટાફની તકેદારી રાખવી અમારી જવાબદારી: કિંજલ ભટ્ટ
અબતક સાથેની વાતચીત દરમિયાન સિનર્જી હોસ્પિટલના ડાયરેકટર ક્ધસ્લ્ટન્ટ કાર્ડિયોલોજીસ્ટ ડો. કિંજલ ભટ્ટએ જણાવ્યું હતું કે આ લોકડાઉનના સમયમાં અમે હોસ્પિટલમાં ખુબ જ કાળજી રાખીએ કારણ કે દર્દી આવે તો તેનું ઇન્ફેડકશ્ન અમને પણ લાગી શકે, બીજા પેશન્ટ અથવા પરિવારને થઇ શકે તેથી અમે સરકારની ગાઇડ લાઇન મુજબ આવે ત્યારે તેમનું સગા બન્નેનું સ્ક્રીનીંગ કરીએ તેમનું ટેમ્પેરચર કેટલું છે. માસ્ક પહેરવાનું આગ્રહ રાખીએ જો ન હોય તો અમે તેમને માસ્ક આપીએ અત્યારે એપોઇન્ટમેન્ટ મુજબ જ દર્દીઓને તપાસીએ કારણ કે વધુ લોકો ભેગા થાય અને સોશ્યલ ડિસ્ટન્સીંગ ન જળવાઇ જે એવી બીમારી છે. જેનું કેન્સલ્ટીંગ ફોન પર થઇ શકે તેને ફોન પર ક્ધસલટેશન આપીએ અને હોસ્પિટલ આવવાની ના પાડીએ. જો સ્ટાફની વાત કરું તો તેમને બે રીતની અગવડતા પડે, એક હોસ્પિટલમાં તેમને ઇન્ફેકશન ન લાગે તેનું ઘ્યાન રાખવું અમારી જવાબદારી છે. બીજું આવવા-જવા માટે તેને સમસ્યા ન થાય તે માટે ઘ્યાન રાખીએ, હાલમાં જગ્યાએ જરુરી હોય તેટલા જ સ્ટાફને બોલાવીએ જેમ કે મેનેજમેન્ટ, એડમીનીસ્ટ્રેટીવ ઓફીસને ઓછો સ્ટાફથી ચલાવીએ સ્ટાફને પર્સનલ પ્રોટેકશનની તમામ વસ્તુઓ જેમ કે ગ્રાઉન, ગ્લોઝ, માસ્ક વગેરે જેથી તેમની તકેદારી રહે અને તેમના થકી બીજાને ઇન્ફેકશન ન થાય અને કોઇનું ઇન્ફેકશન તેને ન થાય. લોકડાઉન પહેલા નોમલ હતું પરંતુ લોકડાઉન બાદ પેશન્ટમાં ઘટાડો થયો છે. ઇમરજન્સી હોય જેમ કે એટેક આવવો, પેરાલીસીસના પેશન્ટ છે તેઓ આવતા હોય છે અન અમારી હોસ્પિટલમાં ચોવીસ કલાક સારવાર ઉપલબ્ધ છે. હાલમાં રોડ-ટ્રાફીક અકસ્માત દ્વારા થતા અકસ્માતના કેસોમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે લોકો ઘરમાં જ હોય તેવી આવા બનાવો બને જ નહીં.
ઇમરજન્સી હોય તો જ પેશન્ટને રૂબરૂ બોલાવીએ છીએ: ડો. અમિત અકબરી
અબતક સાથેની વાતચીત દરમિયાન પાયલ મેન્ટ. હોસ્પિટલના ગાયનોકોલોજીસ્ટ ડો. અમીત અકબરીએ જણાવ્યું હતું કે લોકડાઉન પહેલાની વાત કરીએ તો રુટીન ૭૦ થી ૮૦ ઓપીડી આવતી. પરંતુ લોકડાઉન શરુ થયું ત્યારથી અમે ટેલીફોનીક એડવાઇઝ આપી અને પેશન્ટને ખુબ જ ઇમરજન્સી હોય તો જ બોલાવીએ પ્રેેગ્નેટ લેડી ઇમ્યુનોકોમ્પ્રોમાઇઝડ હોય તેથી તેઓ સોશ્યલ ડિસ્ટન્સ મેન્ટેન કરે તેને સંક્રમણ ઓછુ થવાની શકયતા છે. અમે હાલમાં હોસ્પિટલમાં હેન્ડ સેનેટીરાઇઝ ટેમ્પ્રેસર માપીએ, ફુલ બોડી સેનીટાઇઝ કરીએ. હોસ્પિટલ અંદર પેશન્ટને જ બોલાવીએ તેમના પરિવાર માટે બહાર વ્યવસ્થાન કરી છે. તેમને પણ સેનીરાઇઝ વડે હાથ સાફ કરાવીએ. વલ્ડવાઇડ જયારે કોરોના હતો ભારતમાં જ હતો ત્યારથી જ અમે અમારા સ્ટાફને ગાઇડન્સ આપતા તેમને ટ્રેનીંગ માપીએ છીએ. અમે હોસ્પિટલમાં ટુલ્સ બનાવ્યાં છે અને પેશન્ટને સોશ્યલ ડિસ્ટન્સીંગ રાખવા અનુરોધ કરીએ છીએ.
સ્ટાફને સ્વચ્છતા રાખી સોશ્યિલ ડિસ્ટન્ટ જાળવવાનો આગ્રહ રાખીએ છીએ: પલ્લવી અકબરી
અબતક સાથેની વાતચીત દરમિયાન પાયલ હોસ્પિટલના ગાયનોકોલોજીસ્ટ ડો. પલ્લવી અકબરીએ જણાવ્યું હતું. કોરોનાને કારણે લોકડાઉન છે ત્યારે અમે હોસ્પિટલમાં દર્દીને ઇમરજન્સી હોય અને જેને સોનોગ્રાફી કરાવવી ફરજીયાત હોય તેને જ બોલાવીએ પહેલા કરતા અત્યારે જરુરીયાતવાળા જ દર્દીને બોલાવીએ જેથી સોશ્યલ ડિન્ટન્સ જળવાય રહે અને કોઇ ઇન્ફેકટેડ વ્યકિત હોય તો તેનો ચેપ બીજાને ન લાગી શકે. ઘણા દર્દીઓ પેનીડ થઇને હોસ્પિટલ આવતા હોય તો તેનું પુરૂ ચેકઅપ કરી તેમને મોકલી જેથી બીજી વખત ન આવવું પડે.
હોસ્પિટલમાં પણ માસ્ક, સેનીરાઇઝર, ગાઉન સહીતની વ્યવસ્થા રાખી છે. તકેદારી રાખવી જરુરી છે. અમારા સ્ટાફનું પણ પુરુતું ઘ્યાન રાખીએ તેને જરુરી સુચનો, માર્ગદર્શન પણ આપીએ છીએ. અમે સ્ટાફમાં પણ ૫૦ ટકા ને અલ્ટરનેટ રીતે બોલાવીએ છીએ. આ સમયમાં સોશ્યલ ડિસ્ટન્સ રાખવું જરુરી છે.
અમારા સ્ટાફના પરિવારોને પણ અમે માહિતગાર કર્યા: ડો. પ્રિયંકા સુતરીયા
સૌ પ્રથમ તો કોરોનાની શરૂઆત ડીસેમ્બરના અંતમાં થઈ હતી પરંતુ ભારતમાં લોકાને તે વિષે કાઈ જાજી માહિતી નહતી લોકોએ સીરીયસ ન લીધી લોકડાઉનના આગલા દિવસ સુધી અમારી હોસ્પિટલે નોરમલી કામ કર્યું છે. અમારી કલીનીકમાં પહેલા વિકમાં સારવાર માટઠે એકથી બે જ ફોન આવ્યા હતા. ત્યારબાદ અમે અમારી હોસ્પિટલમાં ઈમરજન્સી કેસો હોય તેવાને જ સારવાર માટે બોલાવતા એ પણ એપોઈન્ટમેન્ટ આપીને કોરોનાના પોઝીટીવ કેસ વધવાથી લોકો ટેન્શનમાં આવી હતી પરંતુ જેમ કેસ ઘટયા તો લોકો આનંદમા આવી ગયા પરંતુ ખરા અર્થમાં જો યોગ્ય રીતે ગાઈડ લાઈન ફોલો કરવામાં આવશે તો જ આ બિમારી બંધ થશે. અમારી પાસે લોકડાઉનમાં એક કેસ આવ્યો હતો કે જે ૨ થી અઢી વર્ષનું બાળક હતુ જેને સ્ક્રીનનો પ્રોબ્લેમ હતા એ કેસ પછી જ મારી કલીનીક લોકડાઉનમાં શરૂ કરી હતી. ગવરમેન્ટ તરફથી અમારી કલીનીકને ખૂબજ સારો સહયોગ આપવામાં આવે છે. અમારા સ્ટાફ કરતા તેમના પરિવાર વાળા વધુ ડરી ગયા હતા પરંતુ અમે લોકોએ તેમને કોવીડ ૧૯ વિશે સંપૂર્ણ માહિતી આપી અને તેની કાલજી વિશે જણાવ્યું તો બધશ કામે આવ્યા રાજકોટ બહારના ઘણા દર્દીઓ અહી આવતા હોય છે. તે માટે અમે વિડિયોકોલ મારફતે સારવાર આપીએ છીએ. તેમજ તેમની આજુબાજુનાં ડોકટરો પાસે ક્ધસલ્ટ કરાવીને એ દર્દીઓને મેડીસીન લખાવી આપીએ છીએ.
દર્દીઓ અત્યારે ફોન ઉપર જ સારવાર મેળવી લે છે: ડો. નિતિન રાડીયા
લોકડાઉન પહેલાની જો વાત કરૂ તો પહેલા દર્દીઓ મોટી સંખ્યામાં આવતા સામાન્ય તકલીફ હોય તો ડોકટરને બતાવી આવતાઅત્યારે લોકડાઉનમાં દર્દીઓ ફોન પર જ સારવાર મેળવી મેળવી લે છે ત્યારે હાલ ઓછા દર્દીઓ આવે છે. અત્યારના સમયમાં જે દર્દીને જરૂરી હોય તેજ દર્દીઓ આવતા હોય છે. અમારે એક કેસ આવ્યો હતો. જેમાં તેની ગાદી ખસી જતા નસ ૧૦% જ કામ કરતી હતી આવા કેસોમાં ઓપરેશન કરવું પડતુ હોય છે. પરંતુ અમે એ દર્દીને ઘરે કાળજી રાખવાથી સુચનો આપ્યા દવાઓ આપી અને સમયે સાથે તેમની સાથે વીડીયોકોલ મારફતે વાતચીત કરી એક મહિનાના લોકડાઉન દરમિયાનતેમને આ સારવાર તેમની નસ ૯૦% કામ કરતી થઈ છે. તંત્ર તરફથી અમને સહયોગ સંપૂર્ણ રીતે મળી રહ્યો છે. અત્યારે વધારે એવા કેસો વધુ જોવા મળે છે કે તેઓ માનસીક રીતે ડીસટ્બ હોય ટેન્સનમાં હોય માટે અત્યારે દવાની સાથે સાથે કાઉન્સીલીંગ પણ જરૂરી છે. બહાર ગામનાં ઘણા દર્દીઓ અમારે આવતા હોય છે. ત્યારે એ દર્દીઓને ટેલીફોન પર સૂચના આપીએ છીએ વોટસએપ કોલ પર અમે મુવમેન્ટ કરાવીએ છીએ પછી એકઝામીન કરીએ છીએ દર્શકોને સંદેશ કે અત્યારે સરકાર જે કામ કરી રહી છે તેને સંપૂર્ણ સહયોગ આપે માસ્ક પહેરે સોશ્યલ ડીસ્ટન્સી રાખવામાં આવે તેવી અપીલ.
લોકડાઉનમાં તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ લોકોનો સાથ અને સહકાર મળતો રહે છે: ડો. દિગ્વિજય જાડેજા
ગોકુલ હોસ્પિટલના ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ અને ફીઝીશીયન ડો. દિગ્વીજયસિંહ જાડેજાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે કોરોનાના કહેર પહેલા દર્દીઓ ખૂબજ વધુ પ્રમાણમાં તેમના તબીબી પ્રશિક્ષણ માટે આવતા હતા પરંતુ લોકડાઉન થતા જ હોસ્પિટલ દ્વારા તે સર્વેને ઈમરજન્સી સિવાય હોસ્પિટલમાં ન આવવા જણાવ્યું છે.તેઓને ટેલીફોન ઉપર જ જરૂરીયાત મુજબની માહિતી તથા તેઓને કેવી રીતે સારવાર મળી રહે તે હેતુસર કામગીરી તબીબી દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. ગામડાઓથીઘણાખરા લોકો તેમને પડતી હાલાકી અને મુશ્કેલી અને ઘણીખરી વખત ફોન પર માર્ગદર્શનલેતા હોય છે. પરંતુ ડોકટરને લાગે કે દર્દીને હોસ્પિટલ પર બોલાવી જ તેમનું પ્રશિક્ષણ કરી શકાય તે માટે તંત્ર અને પોલીસ કર્મીઓને માહિતી આપી દર્દીને ગામડેથી હોસ્પિટલ બોલાવવામાં આવે છે. અને સારવાર આપવામાં આવે છે. અંતમાં ડો. દિગ્વીજયસિંહ જાડેજાએ અબતક સાથે વધુ વાતચીતમાં જણાવ્યું હતુ કે સરકાર જે રીતે લોકોને ઘરમાં રહેવા જણાવ્યું છે. તેને લોકોએ અનુસરવું જોઈએ જેથી કોરોના જેવી મહામારી માથી બચી શકાય અને પરિવારને પણ બચાવી શકાય હાલના સમયમાં કોરોનાની મહામારીના કારણે ડરનો માહોલ વ્યાપી ઉઠ્યો છે. પરંતુ સરકાર દ્વારા જે પગલોવાયા છે. જે સરાહનીય છે.
લોકડાઉન શરૂ થયું ત્યારથી અમે હોસ્પિટલમાં નિયમો બનાવી તેને અનુસરીએ છીએ: પ્રતિક્ષા દેસાઇ
અબતક સાથેની વાતચીત દરમિયાન પાયલ મેટરનીટી હોસ્પિટલના ગાયનેકલોજીસ્ટ ડો. પ્રતિક્ષા દેસાઇએ જણાવ્યું હતું કે જયારથી લોકડાઉન શરુ થયું ત્યારથી જ હોસ્પિટલ મેનેજમેન્ટ સ્ટાફ માટે નિયમો બનાવ્યા છે. અમોને ખ્યાલ જ હતો કે લોકડાઉન લાંબા સમય ચાલશે તેને પહોંચી વળવા માટે આયોજન કરેલ. અમે હાલમાં જે કોઇ પેશન્ટને દવાઓ એ જ ચાલુ રાખવાની હોય તો ફોનથી ક્ધસલ્ટીંગ કરીએ. પચાસ ટકા સ્ટાફને ઓલ્ટરનેટ હોસ્પિટલ પર બોલાવીએ છીએ. જયારથી લોકડાઉન થયું ત્યારથી જ સ્ટાફ માટે એક કાર, ડ્રાઇવર રાખેલ જેથી તેઓને રસ્તામાં મુશ્કેલી ન પડે અને સ્ટાફને પણ બધા જ પ્રકારના પ્રિકોશન આપીએ છીએ જેમાં મોજા, માસ્ક , ઓટી ડ્રેસ સહિતનું ઘ્યાન રાખીએ. અમે હાલમાં ઇમરજન્સી હોય તેવા પેશન્ટોને જ પ્રાધાન્ય આપીએ જેમાં દરરોજના ૧૦ જેટલા પેશન્ટનું ચેકઅપ કરીએ તેમને જે સમય આપવામાં આવે તે સમયે આવવાનું હોય પરિવારના સભ્યો સાથે આવે તો પણ સોશ્યલ ડિસ્ટન્ટ જળવાઇ રહે તેનું પુરુ ઘ્યાન રાખીએ, બહાર ગામથી કોઇ દર્દીને ચેકઅપ માટે આવવાનું હોય તો મેસેજ, લેટર મોકલી જેથી તેઓને રસ્તામાં સમસ્યા ન સર્જાય અહિયા તેમના માટે ચા નાસ્તાની વ્યવસ્થા રાખીએ, અમે પેશન્ટ કે તેઓ વિદેશથી નથી આવ્યાં કે કવોરોન્ટાઇન તો નથી તેની ઇસ્ટી લીધા બાદ તેને આગળના સેસનમાં ફોરવર્ડ કરીએ. તેમના માટે પણ માસ્ક સહીતની તકેદારી રાખીએ છીએ. અમારી ગાયનેક બ્રાન્ચમાં પ્રેગ્નેન્સીવાળા બહેનો વધુ હોય તેની ઇમ્યુનીટી વધુ હોય તો તેને પણ ઇન્ફેકશન લાવવાની શકયતા વધુ હોય તો તેના માટે અમે પણ ટેન્શન રાખતા હોય તેથી તેને એન્ઝાઇટી (વિચાર વાયુ) ઊંઘ ન આવવી સહિત થતાં હોય તેથી તેઓ જલ્દી હોસ્પિટલ બતાવવા આવતા હોય તેવા કેસો વધુ આવે છે.
આવનાર દિવસો સારા, પરંતુ સંપૂર્ણ સ્વચ્છતા નહીં હોય: ડો. કિરીટ દેવાણી
લોકડાઉન પહેલાની જો વાત ક્રીએ તો આ સીઝનમાં ફલુ સામાન્ય રીતે જોવા મળે છે. એલ.જી. બેકટેરીયલ વાયરલ તમામ પ્રકારના રોગી સાથે હતા હાલ અમે વાયરલ બીમારી કોવીડ-૧૯ને મગજમાં રાખીને દર્દીને જોતા હતા છેલ્લા અઠવાડીયામાં પેસન્ટનો ઘસારો થોડો ઓછો થયો છે. તેનું કારણ કદાચ પબ્લીકની અવેરનેશ કે વાઈરસ પરનો કાબુ છે. એમ માની શકાય. છેલ્લા એકાદ વિકનું ડીસ્ચાર્જનું લીસ્ટ જોવું છું ત્યારે ખરેખર આનંદની લાગણી અનુભવું છું અમારે બહારગામથી પેસન્ટ આવે છે. ત્યારે એમની પાસે અમારી ફાઈલ અને જરૂરી રીઝન તેમની પાસે હોવાથી પોલીસ કે તંત્ર તરફથી તેમને કશો પ્રોબ્લમ પડયો નથી. સામાન્ય પ્રોબલેમ હોય કે રૂટીન એકસરખો હોય તેવા દર્દીઓને ટેલીફોનથી ગાઈડ કરીએ છીએ દર્શકોને મારો સંદેશ છે કે આપણે કોરોના પર સારો ક્ધટ્રોલ મેળવી શકયા છીએ. હજી આવનારા દિવસો સારા હશે પરંતુ સંપૂર્ણ સ્વચ્છ નહી હોય માટે બેથી ત્રણ મહિના હજુ કોવીડ સાથે લડત ચાલુ રાખવી પડશે.
કોરોનાના ભયના કારણે લોકો સામાન્ય બિમારીમાં બહાર નથી નીકળતા: ડો. ભરત કાકડીયા
કોવીડ-૧૯ બીમારી આવ્યા પછી આપણુ જીવન બે ભાગમાં વહેચાઈ જશે. આવી બીમારીને ભૂતકાળમાં કયારેય અનુભવ નથી કર્યો તથા ભવિષ્યમાં પણ આવો અનુભવ થવાની શકયતા નથી કોરોના પહેલાનું જીવન અને પછીનું જીવન ઘણુ અલગ જ હશે. લોકડાઉનમાં પણ કાન, નાક, ગળામાં પ્રશ્ર્નનો છે જ પરંતુ લોકોમાં કોરોનાનો ભય એટલો બધો પ્રસરી ગયો છે કે સામાન્ય બીમારીમાં બહાર નીકળતા નથી. અત્યારે અમે દર્દીઓને મુખ્યત્વે ટેલીફોનથી સારવાર અથવા સલાહ આપવાનો આગ્રહ રાખીએ છીએ. લોકડાઉન ૨માં લોકડાઉન કરતા લોકો થોડા માનસીક સ્થિર થયા છે. જેમને જરૂર છે તે લોકો બહાર નીકળતા થયા છે. પેસ-ટી સંખ્યાની જે વાત કરીએ તો તેમાં પણ થોડો વધારો થયો છે. સાથે સાથે ડોકટરોએ પણ સમય વધારો કર્યો છે. આ લોકડાઉન દરમિયાન એક કેસ છે જે મને ખૂબ યાદ રહ્યો કે એક ૨૫-૩૦ વષૅની બહેન હતી જે વિછીયા બાજુના ગામડશની બહેન હતી તેમના મોઢાપર સ્પષ્ટ વ્યાકુળતા દેખાતી હતી. તેમને જ માર મારવાનો કેસ હતો. કોરોનાની ચિંતામાં તે બહેન ને ઉંઘ ન આવતી હતી બહાર નીકળી જતી હતી. ત્યારે એમના ભાઈ દ્વારા મારવામાં આવી હતી અત્યારે કોરોનાને કારણે ઘણા લોકો શારીરીક બીમારીમાંથી માનસીક બીમારી તરફ વળી ગયા હતા. લોકો પોતાની નાની બીમારીને કોરોના સાથે ગણાવી ચિંતીત થાય છે. સ્ટાફનો જે કાઈ પ્રશ્ર્નો હતા તે બધા સોલ્વ કર્યા છે. પરંતુ તંત્ર સાથે નો પ્રશ્ર્ન કે પ્રાઈવેટ ડોકટરોએ કોઈ ઈમરજન્સી દર્દીને ઓપરેટ કરવાનો હોય તો તેમની કોવીડ ટેસ્ટ કરાવવી પડે છે. આ ટેસ્ટ કરાવવા માટે અમે કલેકટર સાહેબએ રજૂઆત કરી છે. પરંતુ એ વ્યવસ્થા હજુ થઈ નહતી બહાર ગામના દર્દઓ મોટી સંખ્યામાં અમારી પાસે આવતા હોય છે. અત્યંત હાડમારી ભોગવીને અહી આવે છે તો અમારા તરફથી તેમને ચોકકસ સારવાર કરાવીએ છે. એવા દર્દીઓને સંપૂર્ણ રીતે સહાયતા રૂપ બનીએ છીએ. તમામ દર્શક મિત્રોને મારી વિનંતી છે કે સરકારની તમામ ગાઈડલાઈન ને ફોલો કરો પોતાની રોગપ્રતિકાર શકિત વધે તેવા પ્રયાસો કરે.