દારૂના ધંધાર્થી પાસેથી માસિક હપ્તાની રકમ સ્વીકારતા કોન્સ્ટેબલ ઝડપાયો’તો
શહેરના થોરાળા પોલીસ મથકમાં કોન્સ્ટેબલ સામેના રૂ.૧૦ હજારની લાંચ લેવા અંગેના કેસની સુનાવણી પુરી થતા અદાલતે પોલીસમેનનો નિર્દોષ છુટકારો કર્યો છે. થોરાળા પોલીસ મથકમાં ફરજ બજાવતા નરેશદાન ઉમેદસિંહ ગઢવીએ ગત તા.૧૪-૮-૧૪ના રોજ બુટલેગર મહેબુબ અજમેરી પાસેથી રૂ.૧૦ હજારની લાંચ લેતા એસીબી સ્ટાફે ધરપકડ કરી હતી.
નરેશદાન ગઢવી સામેના કેસની સુનાવણી શ થતા એસીબી સ્ટાફે મોબાઇલ રેકોર્ડીંગની સીડી રજુ કરી છે પણ ઓરિજનલ મોબાઇલ કે મેમરીકાર્ડ રજુ કર્યા ન હોવાનો બચાવ કરવામાં આવ્યો હતો.
એડીશનલ સેશન્સ જજ પવારે કોન્સ્ટેબલ નરેશદાન ગઢવીને નિર્દોષ ઠરાવી છોડી મુકાવા હુકમ કર્યો છે. એડવોકેટ તરીકે દિપક ત્રિવેદી અને નરેન્દ્રસિંહ જાડેજા રોકાયા હતા.