ઈંડાની લારીએ નાસતો કરતી વેળાએ પોલીસ કર્મચારી સહિત બેને છરી ઝીંકી ‘તી
શહેરના કુવાડવા રોડ પર અશોકભાઈની ઈંડાની રેકડીએ ત્યાં હાજર નૈમિષભાઈ કોટેચા તેમજ આશિષભાઈ રાણવા પોલીસ કર્મચારી તેમજ અન્ય લોકો પણ નાસતો કરવા ગયેલા ત્યારે વિજય દિપક ચુડાસમા તેમજ અલ્પેશ કાંતીભાઈ ચૌહાણે નૈમિષભાઈ કોટેચાને ઉંચેથી કેમ બોલે છે તેમ કહીને છરી વડે હુમલો કરેલો ત્યારે નૈમિષભાઈને છોડાવવા વચ્ચે પડતા આશિષભાઈ રાણવા (પોલીસ કર્મચારી)ને પણ છરી વડે ઈજા કરેલ હતી. જે અંગેની બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ૩૦૭ની કલમ મુજબનો વિજય દિપક ચુડાસમા અને અલ્પેશ કાંતીભાઈ ચૌહાણ વિરુઘ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવેલી. કેસ અદાલતમાં ચાલવા ઉપર આવેલો અને સરકાર દ્વારા સાક્ષીઓ તપાસવામાં આવેલા અનેક પંચો, સાક્ષીઓ, ફરિયાદી અને ઈજા પામનાર પોલીસ કર્મચારી તેમજ તપાસનીશ અધિકારીઓ, મેડિકલ ઓફિસરોને, એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટને તપાસવામાં આવેલા હતા. બચાવ પક્ષ દ્વારા એવી રજુઆત કરવામાં આવેલી કે સાહેદો, પંચો કે ફરિયાદીના કેસને સમર્થન આપવામાં આવ્યું નથી. વિવિધ કાયદાકીય આધારો અને દલીલ રજુ કરવામાં આવેલી હતી. જેથી અદાલત દ્વારા કેસની હકિકતો, સાક્ષીઓની જુબાની તેમજ ફરિયાદ કેસને સમર્થન આપતો પુરતો પુરાવો ન હોવાથી આરોપી વિજય દિપક ચુડાસમાને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલો છે. આ કામે બચાવપક્ષે વકીલ તરીકે વિજયરાજસિંહ એસ.જાડેજા રોકાયેલા હતા.