કાયદામંત્રીને ટ્રાન્જેકશનમાં કશું ખોટું જણાતું નથી?
ભારતીય જનતા દળના નેતા નવીન પટનાયકના ખાતામાં કેટલાક નાણા સંદિગ્ધ રીતે જમા કરવામાં આવ્યા હોવાના ગઇકાલે સમાચાર મળ્યા હતા. જયારે ભારતીય જનતા દળે આ આરોપોને તદ્દન પાયા વિહોણા અને કાલ્પનિક ગણાવ્યા હતા.
બેંકના દસ્તાવેજોના આધારે ભારતીય જનતા દળના પ્રમુખ કાર્યાલય પર ફરજ બજાવતા પુર્ણ ચંદ્ર પાધી નામના એક પટ્ટાવાળાએ ભારતીય જનતા દળ પાર્ટીના ભંડોળમાં ૧ કરોડ જમા કરાવ્યા હતા. આ મુદ્દો આડીસ્સાની એસેમ્બલીમાં ગત વર્ષે ચર્ચાયો હતો. ભાજપ અને કોંગ્રેસ દ્વારા આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો.
આ મુદ્દો ઉછાળીને સીએમ નવીન પટનાયકની છબી ખરાબ કરવાનો પ્રયત્ન ગણાવતા પાર્ટીના પ્રવકતાએ જણાવ્યું હતું કે અમે કશું જ છુપાવ્યું નથી. દરેક દસ્તાવેજો જાહેર થયેલા છે.
મે ૨૦૧૬માં વિરોધ પક્ષના નેતા નરસિંગ મિશ્રા દ્વારા ગંજસ જીલ્લાના પાધી દ્વારા એસ.બી.આઇ. બેંકના બી.જે.ડી. ના ખાતામાં ૮ કરોડ
‚ા જમા કરાવવામાં આવ્યા હતા. ત્યારે મિશ્રાએ આ સંદિગ્ધ નાણા મામલે જવાબ આપવા જણાવ્યું હતું. કાયદા મંત્રી અ‚ણ સાહુ દ્વારા એસેમ્બલીમાં આ બેંક ખાતા વિશે જણાવ્યું હતું કે જેમાં ૮ કરોડ પાર્ટી ફંડ પેટે જમા કરાવવામાં આવ્યા હતા પરંતુ કેવી રીતે તે અંગે કંઇ માહીતી આપવામાં આવી ન હતી. તેમના મતે ટ્રાન્ઝેકશન કરવામાં કંઇ ખોટું જણાતું નથી.