સુરતમાં ક્રાઈમની ઘટનાઓમાં વધારો થતો જાય છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે જેમાં નકલી પોલીસ બનીને આરોપીએ ૨૧ વર્ષીય યુવાન પાસેથી 15 હજારની કિંમતનો મોબાઇલ તફડાવી લીધો હતો. ત્યારે આ મામલે રાંદેર પોલીસે આરોપીનો ભાંડ ફોડીને ઝડપી પાડ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના સુરતના અડાજણ વિસ્તારની છે જ્યાં 21 વર્ષીય વંશ 18મી જાન્યુઆરીએ રાત્રીના સમયે પાલનપુર જકાતનાકા પાસે પગપાળા જતો હતો. તે સમયે બાઇક પર નકલી પોલીસ બનીને ફરઝ ઉર્ફે સલમાન તેની પાસે આવ્યો અને દમ મારવા લાગ્યો કે આટલી મોડી રાત્રે કયા ફરે છે. તારા મમ્મી-પપ્પાને કોલ કર એમ કહી ડરાવી પોલીસ સ્ટેશને લઈ જવાની ધમકી આપી હતી. પછી યુવક પાસે રૂપિયાની માંગણી કરી હતી. જોકે, તેની પાસે રૂપિયા ન હોવાથી તેનો મોબાઇલ પડાવી લીધો હતો. રૂપિયા આવે ત્યારે મોબાઇલ પાછો આપી જવાની વાત કરી હતી.
યુવકે આ ઘટના અંગે ઘરે પણ જાણ કરી ન હતી. રાંદેર ડી-સ્ટાફમાં છું’ એમ કહી રિક્ષાચાલકને દમ મારી રૂપિયા 1700ની રકમ પડાવી લેનાર નકલી પોલીસ સામે અડાજણ પોલીસમાં વધુ એક ગુનો નોંધાયો છે. નકલી પોલીસનો રાંદેર પોલીસે ભાંડો ફોડી નાખ્યો હતો ત્યારબાદ પોલીસે યુવકને બોલાવી અડાજણ પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે નકલી પોલીસને પકડી પાડી 15 હજારનો મોબાઇલ કબજે કરી લીધો છે. આ મામલે અડાજણ પોલીસે ગુનો નોંધ્યો છે.