બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારનાં સુડાવડ ગામે ગત તા.૧૪ના રોજ સગીર વયની છોકરીને ગોંડલ તા.દેરડી ગામના દીનેશ બચુ અધારીયાએ અપહરણ કરીલઈ ગયાની ફરિયાદ નોંધાયેલ છે.
જે કેસને તાત્કાલીક તપાસ બગસરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.મોરી તથા પી.એસ.આ. વાઘેલા પી.એસ.આઈ. વી. રબારી તથા સ્ટાફ રવિદાન ગઢવી શકિતસિંહ વાઘેલા સંભાળી અને આગુનાની એક દિવસમાં ગણતરીયોની કલાકોમાં સઘન તપાસ કરી ગુનો ડીટેક કરી અને દિનેશ બચુ અઘારીયાની જગ્યાએ દેરડી ગામનો અમીત કાનજી ડાભી આ સગીર વયની છોકરીનું અપહરણ કરી લઈ ગયો હોય જેથી આરોપી તથા ભોગ બનનારને ગણતરીઓની કલાકોમાં શોધી કાઢ્યા હતા. હાલ સમગ્ર કેસની તપાસ સીપીઆઈ રબારી ચલાવી રહ્યા છે.