- સાવલીમાં દુ*ષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સજા,50,000નો દંડ ફટકાર્યો
- આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.
- સગીરાને ભગાડી જઇ વારંવાર દુષ્કર્મ આચરતા ગર્ભવતી બની
આ બનાવની વિગત એવી છે કે, તારીખ 9-5-2023નાં રોજ માતા-પિતાની ગેરહાજરીમાં સગીર દીકરી બપોરનાં સમયે ઘરેથી જતી રહી હતી. તપાસ કરતા મળી ન આવતા પરિવારે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન પોલીસે સગીરા તથા સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર અરૂણ બારીયાને નવ માસ જેટલા સમય બાદ શોધી કાઢી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ દ્વારા આરોપીની કરવામાં આવેલી પૂછપરછમાં આરોપી સગીરાને ભગાડી જઇ પાવાગઢ તથા સુરત ખાતે લઇ ગયેલો હતો અને વારંવાર તેની સાથે દુ*ષ્કર્મ આચરતા સગીરા ગર્ભવતી બની હતી. આ બાબતના પુરાવા એકત્રિત કરી આરોપી અરુણ બારીયા સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.
કોર્ટે આરોપીને 20 વર્ષની કેદ અને દંડ ફટકાર્યો
આ કેસ સાવલી પોક્સો કોર્ટમાં ચાલી જતાં જજ જે. એ. ઠક્કરે આરોપી અરુણ બારીયાને 20 વર્ષની સખત કેદ તથા રૂપિયા 50,000 દંડ ફટકારવામાં હુકમ કરેલ છે અને આરોપી જે દંડની રકમ કોર્ટમાં જમા કરાવશે તે ભોગ બનનારને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે. તેમજ ગુજરાત વિક્ટિમ કોમ્પંનશેશન સ્કીમ હેઠળ ભોગ બનનારને ડીસ્ટ્રીક લીગલ સર્વીસ ઓથોરીટી દ્વારા રૂપિયા 7 લાખનો વિક્ટિંગ કોમ્પનસેશન ચૂકવવા ભલામણ કરેલ છે.