સુરતમાં વરાછા પોલીસ મથકના લોકઅપમાં અટકાયતમાં રાખવામાં આવેલા 46 વર્ષીય યુવકે ફાંસો ખાઈ આપ*ઘાત કરી લેતાં ચકચાર મચી હતી. આપ*ઘાત કરનાર યુવક વિરુદ્ધ તેની 16 વર્ષીય પુત્રી પર દુષ્કર્મ આચરવા બદલ પોક્સો અને દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી. પોલીસ મથકના લોકોમાં આપઘાતના પગલે આજે સ્મીમેર હોસ્પિટલમાં ઓન કેમેરા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે. આ સાથે જ એસીપી, ડેપ્યુટી કલેક્ટર સહિતના પણ હાજર રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પિતાના આપઘાતથી માતા વિહોણા ભાઈ-બહેનનો આધાર હવે બે મોટી બહેનો જ રહી છે.
સુરતમાં પોલીસ કસ્ટડીમાં દુષ્કર્મ કેસના આરોપીના મોતની ઘટના સામે આવી છે. વરાછા પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીએ પોતાના શર્ટથી ગળાફાસોં ખાઈ આપઘાત કર્યો હતો. ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. જોકે, ઘટનાને પગલે 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક વરાછા પોલીસ સ્ટેશન પહોંચી હતી. આરોપી સામે પોક્સોની ફરિયાદ નોંધાવવામાં આવી મળતી માહિતી પ્રમાણે સુરતમાં 45 વર્ષીય યુવક પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં પત્ની અને બે દીકરીઓ છે. જે પૈકી નાની 17 વર્ષની દીકરી સાથે પિતાએ અડપલાં અને દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે રાત્રે વરાછા પોલીસ સ્ટેશનમાં પહેલાં પોક્સો અને અડપલાં કરવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આરોપીએ લોકઅપના બાથરૂમાં ગળાફાંસો ખાઈ લીધો હતો સગીર દીકરીએ પોતાના નિવેદનમાં પિતા દ્વારા કરવામાં આવેલી હરકતને વિગતવાર જણાવી હતી. જેમાં પિતા દ્વારા છાતીના ભાગે અડપલાં કરવાની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું. જેના પગલે વરાછા પોલીસ દ્વારા પીડિતાનું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું હતું અને આ સાથે પિતાનું ઇન્ટ્રોગેશન પણ શરૂ કર્યું હતું. પોલીસ દ્વારા પંચ અને અન્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. તે દરમિયાન આરોપી પિતાએ લોકઅપના બાથરૂમમાં બારીના સળિયા સાથે પોતાનો શર્ટ બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.
સમગ્ર ઘટના અંગે DCP અલોકકુમારે જણાવ્યું હતું કે, સાંજે 6 વાગ્યાના અરસામાં આ ઘટના પ્રકાશમાં આવી હતી. માતાવાડી વિસ્તારમાં રહેતા 46 વર્ષીય શખ્સ વિરુદ્ધ તેની જ 16 વર્ષની પુત્રી પર છેલ્લા કેટલાક મહિનાઓથી યૌન શોષણ કરતો હોવાનો ગુનો ગત રાત્રે નોંધાયો હતો. આ ગુનામાં પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી.
તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, ‘દુષ્કર્મના આરોપીની ધરપકડ સરકારી પંચોની હાજરીમાં જ કરવાનો નિયમ હોવાથી પોલીસે સરકારી પંચોને પોલીસ મથકે બોલાવ્યા હતા. તેની ધરપકડની પ્રક્રિયા ચાલી રહી હતી તે અરસામાં આ યુવક લોકઅપમાં આવેલા દરવાજા વિનાના ટોયલેટમાં ગયા બાદ મોડે સુધી બહાર ન આવતા પોલીસે લોકઅપમાં બંધ બીજા બે આરોપીઓને ચેક કરવા જણાવ્યું હતું. અન્ય બે આરોપી દ્વારા ચેક કરતાં તેણે આપઘાત કરેલ હોવાની માહિતી મળી હતી. પોલીસ શખ્સને ઉતાવળે એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલમાં લઈ ગઈ હતી. અહીં પહોંચે તે પહેલાં જ મૃત્યુ પામ્યાનું તબીબોએ જણાવ્યું હતું.
આ અંગે આલોકકુમાર (DCP, ઝોન-1, સુરત શહેર) એ જણાવ્યું હતું કે,’બળાત્કાર અને પોક્સો (POCSO) ના આરોપીની સરકારી પંચની હાજરીમાં જ ધરપકડ કરવાની હોવાથી પોલીસ તેમની રાહ જોઈ રહી હતી. આરોપી સાથે લોકઅપમાં બીજા બે આરોપી પણ હતા. લોકઅપમાં સીસીટીવી હોવાથી તે ચેક કરવામાં આવતા વારંવાર તે લોકઅપમાં જઇ કશુંક અણછાજતું કરવાના પ્રયત્નો કરતો દેખાઈ આવ્યો હતો. બદનામી અથવા અપરાધદોષથી તેણે આ કૃત્ય કર્યું હોઈ શકે.’
મૂળ ભાવનગર અને સુરતના માતાવાડી વિસ્તારમાં આવેલી સોસાયટીમાં વર્ષોથી 46 વર્ષીય યુવક પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં ત્રણ દીકરી અને એક દીકરો છે. યુવક રત્ન કલાકાર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ત્રણ વર્ષ પહેલાં પત્નીના નિધન બાદ આરોપી તેની 16 વર્ષીય પુત્રી અને 12 વર્ષના પુત્ર સાથે રહેતો હતો. બે મોટી દીકરીઓના લગ્ન થઈ ગયા છે.
પોલીસે દુષ્કર્મની કલમનો ઉમેરો કરવા રિપોર્ટ કર્યો સોમવારે રાત્રે આરોપીની પરિણીત પુત્રીએ પિતા વિરુદ્ધ નાની બહેનની છેડતીની ફરિયાદ નોંધાવી હતી. મળસ્કે પાંચ વાગ્યે પિતા તેની પાસે આવીને સૂઇ ગયા હતા અને તેને અડપલાં કર્યા હતા. નાની બહેને મોટી બહેનને જાણ કરતાં તે તેને પોલીસ મથકે લઇ આવી હતી. પોલીસ સમક્ષ વધારાના નિવેદનમાં આ સગીરા ઘણા વખતથી પિતા દુષ્કર્મ કરતાં હોવાનો ખુલાસો કરતા પોલીસે દુષ્કર્મની કલમનો ઉમેરો કરવા રિપોર્ટ કર્યો હતો.
બદનામીના ડરે કૃત્ય કર્યુ હોઈ શકે તેવી શક્યતા વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, બળાત્કાર અને પોક્સોના આરોપીની સરકારી પંચની હાજરીમાં જ ધરપકડ કરવાની હોવાથી પોલીસ તેની રાહ જોઇ રહી હતી. આરોપી સાથે લોકઅપમાં બીજા બે આરોપી પણ હતા. લોકઅપમાં લાગેલા સીસીટીવી ચેક કરવામાં આવતાં વારંવાર તે લોકઅપમાં જઇ કશુંક અણછાજતું કરવાની કોશિશ કરતો દેખાઇ આવ્યો હતો. બદનામી અથવા અપરાધદોષથી તેણે આ કૃત્ય કર્યું હોઇ શકે તેવી શક્યતા છે.
આરોપી પિતાએ લોકઅપ બાદ ગળાફાંસો ખાઈ લીધા બાદ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું હતું. લોકઅપમાં આરોપીના આપઘાતના પગલે ઉચ્ચ અધિકારીઓ, એસીપી, ડેપ્યુટી કલેક્ટર સહિતના હાજર રહ્યા હતા. આ સાથે જ ઓન કેમેરા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું હતું. ત્રણ વર્ષ પહેલા માતાનું નિધન અને હવે દીકરી પર જ દુષ્કર્મના આરોપી એવા પિતાએ પણ પોલીસ સ્ટેશનના લોકઅપમાં જ આપઘાત કરી લેતા ભાઈ અને બહેન માટે હવે બે મોટી બહેનો જ આધાર રહી છે. સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ બાદ પિતાની લાશ સ્વીકારવા માટે મોટી દીકરી અને સમાજના લોકો હાજર રહ્યા હતા.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય