- 16 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી હવસનો શિકાર બનાવી તી
રાજકોટ પંથકમાં મજૂરી અર્થે આવેલા શ્રમિક પરિવારની 16 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં ઝડપાયેલા આરોપીને કોર્ટે નિર્દોષ મુક્ત કરતો હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ રાજકોટ પંથકમાં ખેત મજૂરી અર્થે આવેલા પરિવારની 16 વર્ષની સગીરાને સુભાષ ધૂમશીંગ મેલા નામના નામના શખ્સે પ્રેમ જાળમાં ફસાવી હતી.
સગીરાને લગ્નની લાલચ આપી અપરણ કરી અમરેલીના ઇંગોરાળા ગામે અને ત્યારબાદ મધ્યપ્રદેશ ખાતે લઈ જઈ શરીર સંબંધ બાંધ્યો હતો. આ અંગે ભોગ બનનાર સગીરાના પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે કુવાડવા રોડ પોલીસે આરોપી સુભાષ ધુમશીંગ મેલાની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જેલ હવાલે રહેલા આરોપી વિરુદ્ધ પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યું હતું. ચાર્જશીટ બાદ કેસ ચાલવા ઉપર આવતા બંને પક્ષના વકીલોની રજૂઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલ અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને સેશન્સ કોર્ટે આરોપી સુભાષ મેલાને નિર્દોષ ઠરાવી મુક્ત કરતો હુકમ કર્યો છે. આ કેસમાં આરોપી વતી રાજકોટના યુવા એડવોકેટ પિયુષ ડી. ગોહિલ રોકાયા હતા.