જસદણ ખાતે રહેતા અફઝલભાઇ ઇસ્માલભાઇ કથીરીયા, પરીમલભાઇ નવનીતભાઇ રાવલ પાસેથી વ્યાજે રૂપિયા લીધેલા અને જે રૂપિયા માટે માનસીક ત્રાસ આપતા હોય અને બળજબરી કરતા હોય અને પ્રોપટીની માંગણી કરતા હોય જેથી અફઝલભાઇએ ત્રાસના કારણે ઝેરી દવા પી લીધેલ જે મતલબની ફરીયાદ જસદણ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી અને પરીમલભાઇ નવનીતભાઇ રાવલ વિરુઘ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો.

આ કામે આરોપીઓ પોતાના વકીલે સેસન્સ કોર્ટમાં જામીન અરજી ગુજારેલી જે જામીન અરજીમાં કોર્ટે એડવોકેટની દલીલોમાં હાથ ઉછીના વગર વ્યાજે પૈસા લીધેલા આ પૈસા આપવા ન પડે માટે તેઓએ ખોટી ફરીયાદ કરેલી છે જે હકીકતોને ઘ્યાને લઇ તથા વિવિધ હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓમાં પ્રસ્થાપિત કરેલ સિઘ્ધાંતો ને તેમજ પુરાવાઓને ઘ્યાને લઇ કોર્ટે આરોપીને આગોતરા જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલા આ કામે તેમની વતી એટવોકેટ રધુવીરસિંહ બસીયા તથા ચેતનસિંહ પરમાર રોકાયેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.