ગઈકાલે રૂ.૧.૮૨ લાખની ચોરીના ગુનામાં પકડ્યા બાદ ભર્યું પગલું : પોલીસ કસ્ટડીમાં આરોપી પાસે બ્લેડ જેવું તીક્ષ્ણ હથિયાર ક્યાંથી આવ્યું તે અંગે તપાસ !!
રાજકોટમાં રજપુતરા મેઈન રોડ પર આવેલી દુકાનમાંથી રૂ.૧.૮૨ લાખની ચોરી કરવાના ગુનામાં એ ડિવિઝન પોલીસ દ્વારા ગઈકાલે બે આરોપીઓને પકડવામાં આવ્યા હતા.જેમના એક આરોપી અનિલ જેન્તી ચારોલીયા (ઉ.વ.૩૦ રહે. કુબલીયાપરા, ચારબાઈના મંદિર પાસે)એ ગઈકાલ સાંજના સમયે જયુબેલી પોલીસ ચોકીમાં ફરજ પર રહેલા પી.એસ.આઇ નો નઝર સામે જ પોતાની જાતે પોતાના ગળામાં બ્લેડ જેવા તિક્ષ્ણ હથિયારનો ઘા ઝીકી આપઘાત કરી લેતા પોલીસ સ્ટાફ માં દોડધામ મચી જવા પામી હતી. ઘટના બનતાની સાથે જ જુબેલી પોલીસ ચોકીને સીલ કરી દેવામાં આવી હતી અને આરોપીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી.
બનાવની વિગતો મુજબ રજપુતપરા મેઈન રોડ પર આવેલી દિપક એન્ડ કંપની નામની દુકાનમાંથી ગઈ તા.૨૦ના રોજ રાત્રે રૂા.૧.૮૨ લાખની કિંમતના સેનેટરીવેર અને બાથ ફિટીંગના સામાનની ચોરી થઈ હતી. જે અંગે દુકાનના માલીકે એ-ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદના અંતે પોલીસે આજે ચોરીમાં સંડોવાયેલા આરોપી અનિલ અને તેના સાગરીત વિકકી ભીખુભાઈ તરેટીયાની ધરપકડ કરું હતી. બંને આરોપીઓ સાઈકલ રેકડીમાં ચોરીનો મુદ્દામાલ લઈ નીકળ્યા હોવાની ચોકકસ બાતમી આધારે આરોપીઓને રામનાથપરાના ભાણજીદાદાના પુલ પાસેથી પકડી લેવામાં આવ્યા હતા.અને તમામ મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જ્યારે બંને આરોપીઓને તપાસના કામે જયુબેલી પોલીસ ચોકી લઈ જવાયા હતા. જયાં પીએસઆઈ ચૌહાણ ફરજ બજાવે છે. બંને આરોપીઓ નીચે બેઠા હતા. તે વખતે પોલીસ અન્ય કામમાં વ્યસ્ત હતી.ત્યારે અચાનક અનિલે કોઈ બ્લેડ જેના તિક્ષ્ણ હથિયાર વડે પોતાનું ગળું કાપી નાખતા લોહીના ખાબોચિયાં ભરાઈ ગયા હતા.બનાવ પગલે જયુબેલી ચોકીના સ્ટાફ માં દોડધામ મચી જવા પામી હતી.અને તત્કાલ અનિલને સારવાર માટે સિવિલમાં લઈ જવાયો હતો. જયાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
આ મામલાની જાણ થતાં જ એ-ડીવીઝનના પીઆઈ, એસીપી સહિતના અધિકારીઓને થતા તેઓ જયુબેલી ચોકી અને સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. જો કે અનિલે શેના વડે ગળું કાપી નાખ્યું તે વિશે પોલીસને કોઈ ચોકકસ માહિતી મળી નથી. આમ છતાં બ્લેડનો ઉપયોગ કર્યાની શકયતા પોલીસે દર્શાવી છે.જ્યારે આપઘાત કરી લેતને મૃતક અનિલ પરિણીત હતો . તેણે કયા કારણથી આ પગલું ભર્યું તે વિશે કોઈ માહિતી બહાર આવી નથી.જેથી આ મામલે પોલીસે વધુ તપાસ હાથધરી છે.