રૂ.4 લાખના ચેક રિટર્નમાં નીચેની અદાલતે કરેલી સજાને અયોગ્ય ઠેરવી છોડી મૂકવાનો હુકમ કર્યો
ચેક સાથે ચેડા થયેલ હોવાનું તેમજ ચેકનું એકઝીક્યુશન પુરવાર થયું ન હોય ત્યાં સુધી આરોપીને દોષિત ઠે2વી શકાય નહી તેવું ઠરાવીને સેશન્સ અદાલતે ચાર લાખનો ચેક રિટર્નના કેસમાં નીચલી અદાલતના એક વર્ષની સજા અને વળતરના હુકમને અયોગ્ય જાહેર કરીને આરોપી બાબુભાઈ ગાંગાણીને છોડી મૂકવાનો હુકમ કર્યો છે.
કેસની મુળ ફરિયાદ એવી છે કે, એક સમયના ગુજરાતી ફિલ્મોના પ્રોડયુસર તેમજ ગુજરાતી ફિલ્મોની કેસેટો બનાવનાર સ્વ. અમરકુમાર જાડેજાના પત્નિ ઈન્દુબા અમરકુમાર જાડેજા (રહે. રાજકોટ)એ બાબુભાઈ કાનજીભાઈ ગાંગાણી (રહે. રાજકોટ)ને કુલ રકમ રૂા.4,00,000 3 (ત્રણ) ચેક રીટર્ન થયા અંગે તેમના વકીલ મારફત નોટીસ આપેલ. ત્યારબાદ નીચેની અદાલતમાં ધી નેગો. ઈન્ટુ, એકટની કલમ-138 હેઠળ ફોજદારી ફરીયાદ દાખલ કરેલ, જે કેસની કાર્યવાહી નીચલી અદાલતમાં પુર્ણ થતાં નીચેની અદાલતે ભાબુભાઈ કાનજીભાઈ ગાંગાણીને એક વર્ષની સાદી કેદની સજા તથા રૂમ. 4,00,000/ વળતર પેટે ચુકવવાનો હુકમ કર્યો હતો.
નીચેની અદાલતના હુકમથી નારાજ થઈ બાબુભાઈ કાનજીભાઈ ગાંગાણીએ સેશન્સ અદાલતમાં વકીલ અમીત વ્યાસ મારફ્તે અપીલ દાખલ કરી હતી.. સદર અપીલ સેશન્સ જજ બી. બી. જાદવની કોર્ટમાં સાંભળવામાં આવેલ. જેમાં અપીલન્ટના વકીલે દલીલ કરતાં જણાવેલ કે, સદરહુ ફ2ીયાદવાળો ચેક ગુજ. અમરકુમાર જાડેજા સાથેના વ્યવહારનો હતો, તેમના પત્નિ સાથે કોઈ આર્થિક વ્યવહાર થયેલ નથી. ફરીયાદીએ વારસદાર દરજ્જે ફરીયાદ દાખલ કરેલ, જે કાયદા મુજબ ચાલી જ શકે નહીં. તેમજ ચેકનું એકઝીકયુશન ફરીયાદી સાથે થયેલ નથી. તેમજ કોરા ચેકમાં ફરીયાદી દ્વારા ચેડા કરી પોતાનું નામ જાતે લખવામાં આવેલ છે.
આ તમામ હકીક્ત નીચેની અદાલતે માનવી જોઈતી હતી, પરંતુ નીચલી અદાલતે તેવું માનેલ નથી. એપેલન્ટના અડવોકેટની ઉપરોકત દલીલને ધ્યાને રાખી સેશન્સ જજ બી. બી. જાદવે આરોપી બાબુભાઈ ગાંગાણીને નીચલી અદાલત દ્વારા જે એક વર્ષની સાદી કેદની સજા તથા રૂ.4,00,000/ વળતર ચુકવવાનો જે હુકમ કરેલ હતો, તે હુકમમાં નીચલી અદાલતે ભુલ કરેલ છે તેવું માની નીચલી અદાલતનો હુકમ રદ કરવાનો હુકમ કર્યો હતો અને બાબુભાઈ ગાંગાણીને નિર્દોષ છોડવાનો હુકમ કરેલ છે. આ કામે એપેલન્ટ વતી રાજકોટના વિષે. અમીત આર. વ્યાસ રોકાયા હતા.