કાયદો વ્યવસ્થા ન જળવાતા પોલીસ દ્વારા મામલો કોર્ટ સુધી પહોચાડવામાં આવે છે જેથી કોર્ટ દ્વારા આરોપીને સજા આપવામાં આવે અને સાચા વ્યક્તિઓને ન્યાય ત્યારે રાજ્યમાં ન્યાય આપનાર પર જ હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીએ જેલમાંથી પથ્થર પોતાના ખિસ્સામાં મૂક્યો હતો અને જેલ જપ્તાની નજર ચૂકવીને કોટરૂમ સુધી પથ્થર લઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ આ ઘટના નવસારીની છે જ્યાં ચાલુ કોર્ટ એડિશનલ જજ પર હુમલો કરવામાં આવ્યો હતો. હાફ મર્ડરના આરોપીએ આવેશમાં આવીને મહિલા જજ પર પથ્થર વડે હુમલો કર્યો હતો. પરંતુ સદનસીબે જજ પર કરવામાં આવેલો હુમલો નિષ્ફળ ગયો અને જજને પથ્થર વાગ્યો નહિ. આ વાત કોર્ટ પરિસરમાં ફેલાતા આરપી પર ફિટકાર વરસાવવામાં આવી રહ્યો હતો.
૨૦૧૯નો મારામારીના કેસ મુદ્દે હતી સુનાવણી
આરોપી ધર્મેશ ઉર્ફે કાળિયો ગુલાબ રાઠોડ પર વર્ષ ૨૦૧૯ માં મારામારીનો કેસ દાખલ છે. તેણે નવસારીના કબીલપોરમાં રહેતા લોકો સાથે મારામારી કરી હતી. તે મુદ્દે આજ રોજ સવારે ૧૧: ૩૦ વાગ્યે સુનાવણી હતી તે દરમિયાન ખિસ્સામાંથી આરોપી ધર્મેશે પથ્થર કાઢીને મહિલા જજ એ.આર દેસાઈ પર હુમલો કર્યો હતો. આરોપીએ જેલમાંથી પથ્થર પોતાના ખિસ્સામાં મૂક્યો હતો અને જેલ જપ્તાની નજર ચૂકવીને કોટરૂમ સુધી પથ્થર લઈ ગયો હતો.