સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા દિપક કુમાર મેઘાણી* દ્વારા જિલ્લાની પોલીસને સતર્ક કરી, વોન્ટેડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પણ ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવેલ. જે અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિકારીઓને નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડવા માટે સૂચનાઓ કરવામાં આવેલ છે….
તાજેતરમાં નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવાની ઝુંબેશના ભાગરૂપે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પાણશીણા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. ડી.જે.વાઘેલા, એ.એસ.આઈ. મહેન્દ્રસિંહ, અમિતભાઇ, ચંદુભાઈ, રાઇટર મહાવીરસિંહ સહિતના સ્ટાફ દ્વારા મળેલ બાતમી આધારે લીંબડી ખાતેથી *આરોપી નૂરદીનભાઈ અનુલખભાઈ બકાસરિયા (ખોજા) ઉવ.૫૦ રહે. રહેમતબાગ સોસાયટી, લીંબડી જી. સુરેન્દ્રનગરને પકડી પાડી, આ ગુન્હામાં ધરપકડ* કરવામાં આવેલ છે…
પકડાયેલ આરોપી નૂરદીનભાઈ અનુલખભાઈ બકાસરિયા (ખોજા) ઉવ. ૫૦ રહે. રહેમતબાગ સોસાયટી, લીંબડીની પૂછપરછ કરી, આ ગુન્હામાં બીજા કોઈ આરોપી સંડોવાયેલ છે કે કેમ..? એ બાબતે વધુ પૂછપરછ હાથ ધરી, વધુ તપાસ તજવીજ પાણશીણા પો.સ.ઇ. ડી.જે.વાઘેલા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે…. આમ, *પાણશીણા પોલીસ દ્વારા પાણશીણા પોલીસ સ્ટેશનના રેતી ચોરીના ગુન્હામાં છેલ્લા ૧૩ મહિનાથી વોન્ટેડ નાસતા ફરતા આરોપીની ધરપકડ* કરવામાં આવેલ છે….