વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ ડૉ પ્રવીણ તોગડિયાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તોગડિયાએ ચંદ્રમણી હોસ્પિટલમાંથી બહાર આવતા જ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે ક્રાઈમ બ્રાન્ચ પર આરોપ લગાવ્યો હતો. તેમણે ક્રાઈમ બ્રાન્ચના જેસીપી જેકે ભટ્ટ સામે કાયદાકીય પગલા લેવાની પણ ચિમકી આપી છે.