એસ.ટી બસ અને ટાટા ઇન્ડિકા કાર વચ્ચે ધડાકા ભેર અકસ્માત સર્જાતા ઘટના સ્થળે જ ૩ ના મોત નીપજ્યા વધુ ૨ ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
સુરેન્દ્રનગર જીલ્લા ના રોડ રસ્તા ઉપર હાલ અકસ્માતો ની સંખ્યા માં વધારો થયો છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના વઢવાણ અને કોઠારીયા લખતર રોડ ઉપર આજે એસટી બસ અને ટાટા ઇન્ડિકા કાર વચ્ચે ધડાકા ભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માત મા ઘટના સ્થળે ૩ વ્યક્તિ ના મોત નીપજ્યા હતા ત્યારે વધુ ૨ ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વધુ મળતી વિગત અનુસાર આજે સવારે સા ણ દ થી ઇન્ડિકા કાર મા વઢવાણ નાં વેપારી વઢવાણ પરત આવી રહા હતા ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના કોઠારીયા પાસે ટ્રક નો ઓવર ટેક કરવા જતાં સામે આવી રહેલી બસ સાથે ટાટા ઇન્ડિકા કાર ધડાકા ભેર અથડાઈ હતી.
ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના વઢવાણ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ કરતા કાર મા બેઠેલા ૫ વ્યક્તિ માંથી ૩ ના મોત ઘટના સ્થળે જ નીપજ્યા હતા. ત્યારે વધુ ૨ ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સુરેન્દ્રનગર ડેપો ની સાકર રૂટ ની બસ સાથે આજે સવારે અકસ્માત સર્જાયો હતો જેમાં ધર્મેશ ભાઈ અરવિંદ ભાઈ , શૈલેષ ભાઈ અમૃત ભાઇ , જગદીશ ભાઈ નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જયારે પૂનમ ભાઈ , કમલેશ ભાઈને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
એસટી બસ અને કારનાં અકસ્માતમાં 3 જિંદગીઓ ઓલવાઈ :
અત્યારે દિવાળી વેકેશન ચાલી રહ્યા છે અને આ આ કારણે લોકો પોતાના મનગમતા સ્થળોની મુલાકાત માટે જતા હોય છે, ત્યારે માર્ગ અકસ્માતનાં કિસ્સાઓ પણ વધી ગયા છે. સુરેન્દ્રનગરમાં બસ અને કારની વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારનાં 3 લોકોનાં મોત થયા છે. મળતી માહિતી મુજબ વઢવાણનો કંદોઈ પરિવાર દર્શન કરવા જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત નડ્યો હતો.
બસ અને કારની વચ્ચે થયેલા આ ભયંકર અકસ્માતમાં 3 લોકોનાં મોત થતા અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનાસ્થળે લોકો ઉમટી પડ્યા હતા અને પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રવિવારે વહેલી સવારે *વઢવાણ-કોઠારિયા રોડ ઉપર એસટી બસ અને ઇન્ડિકા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારને એસટી બસે પાછળથી ટક્કર મારી હતી. આ કારણે કંદોઈ પરિવારનાં 3 લોકોનાં મોત થયા હતા.* બસે કારને પાછળથી ટક્કર મારતા કાર પાછળ ફંગોળાઈ હતી.
સુરેન્દ્રનગર જીલ્લા નું નાનું અમથું ગામ વઢવાણ હીબકે ચડ્યું….
સુરેન્દ્રનગર કોઠારીયા રોડ ઉપર થયેલા અકસ્માત મા વઢવાણ ના કંદોઈ પરિવાર ના ૩ લોકો ના મોત નીપજ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા નું વઢવાણ મા આ ૩ યેય કંદોઈ પોતે સારી નામના ધરાવતા હતા અને વઢવાણ મા વરસો થી કંદોઈ ની દુકાન અને નામના ધરાવતા હતા ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના વઢવાણ ના કોઠારીયા રોડ પાસે અકસ્માત સર્જાતા એકી સાથે ઘટના સ્થળે ૩ કંદોઈ ના મોત નીપજ્યા હતા ત્યારે વધુ ૨ ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના વઢવાણ નાના અમથા ગામ માં એક સાથે ૩ અર્થી ઉઠતા સોક નો માહોલ સર્જાયો હતો.