દાવાની નોટિસ બજવણી માટે ભાડુઆત પાસે રૂ.૧ હજારની લાંચ લેતા ઝડપાયો ‘તો
રાજકોટ સીવીલ કોર્ટનો બેલીફ દિલીપ મગનભાઈ કોલી નોટીસ બજવણી માટે એક હજારની માંગણી કરી લાંચ સ્વીકારતા રાજકોટ એસીબીની ટીમે કોર્ટ નજીકથી જ રંગે હાથ ઝડપી પાડયો હતો.
એસીબીના સુત્રોની વિગતો મુજબ મિલપરામાં ભાડુઆત અને મકાન માલીક વચ્ચે મકાન ખાલી કરવા બાબતે તકરાર ચાલતી હતી મકાન માલીકે મકાન ખાલી કરવા દબાણ કરતા ભાડૂઆતે સીવીલ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો જે. દાવામાં મકાન માલીક સામે કોર્ટે નોટીસ ઈસ્યુ કરી હતી નોટીસ બજવણી વહેલીતકે થઈ જાયએ માટે બેલીફ દિલીપે દાવો કરનાર ભાડુઆત પાસે એક હજાર રૂપીયાની લાંચ માંગી હતી.
લાંચની માંગણી કરતા ભાડુઆતે એસીબી ટોલ ફ્રી નંબર ૧૦૬૪માં ફરિયાદ કરી હતી જેના આધારે રાજકોટ એસીબી ડીવાયએસપી એચ.પી. દોશીની માર્ગદર્શન હેઠળ ટીમે છટકુ ગોઠવ્યું હતુ
બેલીફે પોતે કોર્ટ બહાર આવીને ફોન કરશે ની વાત કરી હતી કોર્ટ પાસે પેટ્રોલ પંપ બેલીફ દિલીપ કોલી આવતા ફરિયાદીએ ૧૦૦૦ની લાંચ સ્વીકારતા જ પી.આઈ. સી.જે. સુરેજા સહિતના સ્ટાફે ઝડપી પાડયો હતો.