હરીફ જૂને અવિશ્ર્વાસની દરખાસ્ત લાવવા માટે માત્ર ૨ સભ્યોની જ જરૂર: ખાટરીયા જૂ દ્વારા સર્વાનુમતે સામાજીક ન્યાય સમિતિના સભ્યની નિમણૂંક: શાસક પક્ષના નેતા અને દંડકની પણ વરણી
પ્રમુખ અલ્પાબેન ખાટરીયાના શાસનને એક વર્ષ પૂર્ણ, સભા દરમિયાન તમામ સભ્યોએ અને અધિકારીઓએ પાઠવી શુભેચ્છા
જિલ્લા પંચાયતની આજરોજ મળેલી સામાન્ય સભામાં કયાં જૂ પાસે કેટલું સભ્યબળ છે તે સ્પષ્ટ ઈ જવા પામ્યું હતું. કારણ કે, આજે સભામાં ખાટરીયા જૂના ૧૪ સભ્યો હાજર રહ્યાં હતા. આ સીવાયના ૨૨ જેટલા સભ્યો હરિફ જૂમાં હોવાનું ખુલ્યું છે. વધુમાં આ સામાન્યસભામાં સામાજીક ન્યાય સમીતીના બે પૈકી એક સભ્યની ખાટરી જૂે નિમણૂંક કરી હતી. ઉપરાંત શાસક પક્ષના નેતા અને દંડકની પણ વરણી કરવામાં આવી હતી. ઉપરાંત પ્રમુખ અલ્પાબેન ખાટરીયાના શાસનને એક વર્ષ પૂર્ણ તું હોય. સભા દરમિયાન ઉપસ્તિ સભ્યો તેમજ અધિકારીઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.
આજરોજ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજવામાં આવી હતી. આચારસંહિતા હટયા બાદની આ પ્રમ સામાન્ય સભામાં માત્ર ખાટરીયા જૂના ૧૪ સભ્યો નાનજીભાઈ ડોડીયા, ભાવનાબેન ભુત, સોમાભાઈ મકવાણા, મધુબેન નસીત, નારણભાઈ સેલાણા, અલ્પાબેન ખાટરીયા, અર્જૂનભાઈ ખાટરીયા, અવસરભાઈ નાકીયા, વિપુલભાઈ ધડુક, પરસોતમભાઈ લુણાગરીયા, શુભાષભાઈ માકડીયા, ધિરૂભાઈ પાઘડા, કુસુમબેન ચૌહાણ અને વિપુલભાઈ ધડુકની હાજરી રહી હતી.
મળતી માહિતી મુજબ આ બેઠકમાં જિલ્લા સામાજિક ન્યાય સમીતીના બે સભ્યોની નિમણૂંક કરવામાં આવનાર હોય જેી કોંગ્રેસ દ્વારા વ્હીપની ફાળવણી કરવામાં આવનાર હતી. જેી વ્હીપનો અનાદર થાય તો પક્ષાંતર ધારાનો કેસ વધુ મજબૂત બને તે માટે હરિફ જૂ તેમજ ભાજપના ચૂંટાયેલા બે સભ્યો ગેરહાજર ર્હયાં હતા. આ કુલ ૨૨ સભ્યો સભામાં ગેરહાજર રહ્યાં હતા જેમાં રાણીબેન સોરાણી, હેતલબેન ગોહિલ, મગનભાઈ મેટાળીયા, વાલીબેન તલાવડીયા, હંસાબેન વૈષ્ણવ, કિરણબેન આંદીપરા, ચંદુભાઈ શિંગાળા, મનોજભાઈ બાલધા, વજીબેન સાકરીયા, નાાભાઈ મકવાણા, અર્ચનાબેન સાકરીયા, શિલ્પાબેન મારવાણીયા, બાલુભાઈ વિઝુંડા, સોનલબેન પરમાર, કિશોરભાઈ પાદરીયા, નિલેશભાઈ વિરાણી, રેખાબેન પટોળીયા, હંસાબેન ભોજાણી, ચતુરભાઈ રાજપરા, ધીરૂભાઈ તળપદા તેમજ ભાજપના ધ્રૃપદબા જાડેજા અને સોનલબેન શિંગાળાનો સમાવેશ થાય છે.
આમ આજની સામાન્ય સભામાં કયાં જુ પાસે કેટલા સભ્યો તે ચિત્ર સ્પષ્ટ ઈ જવા પામ્યું હતું. હાલ હરિફ જૂમાં ૨૨ સભ્યો હોય, અવિશ્ર્વાસની દરખાસ્ત લાવવા માટે માત્ર ૨ સભ્યોની જ જરૂર હોવાનું જાણવા મળ્યું છે.
સામાન્યસભામાં જિલ્લા સામાજિક ન્યાય સમીતીની ખાલી પડેલી બે સભ્યોની જગ્યા ભરવા માટે દરખાસ્ત મુકવામાં આવી હતી. જેમાં સભ્ય તરીકે સોમાભાઈ મકવાણાની સર્વાનુમતે નિમણૂંક ઈ હતી જયારે બીજા સભ્યની નિમણૂંક મુલત્વી રાખવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા તરીકે વિનુભાઈ ધડુક અને દંડક તરીકે નાનજીભાઈ ડોડીયાની વરણી કરવામાં આવી હતી.
વધુમાં જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન ખાટરીયાના શાસનને એક વર્ષ પૂર્ણ તું હોય ઉપસ્તિ તમામ સભ્ય અને અધિકારીઓએ તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સામાન્ય સભામાં જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયા, મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ધર્મેશ મકવાણા સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી.