વિપક્ષી નેતા વશરામ સાગઠિયા, કોર્પોરેટર વિજય વાંક અને કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટનું નિવેદન
રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા અને કોર્પોરેટર વિજય વાંક અને કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટે જણાવ્યું છે કે, ગુજરાત રાજયના રક્ષાશકિત યુનિવર્સિટી અને લોકરક્ષક દળની ભરતી બોર્ડના ઉપક્રમે ગુજરાત રાજયના ૮,૭૬,૫૦૬ ઉમેદવારોની પરીક્ષા માટે ૨૯ શહેરોમાં ૨૪૪૦ શાળાના ૨૯,૨૨૦ બ્લોકમાં ૬૪,૭૬૯ સ્ટાફની સાથે પોલીસ, ફોર્સ, કાયદો-વ્યવસ્થા જાળવવા માટે ગોઠવવામાં આવ્યો હતો અને બધાને પરીક્ષા રદ થતા લાખો રૂપિયાનો ખર્ચ અને મહેનત પાણીમાં ગઈ હતી. દરેક પરીક્ષાર્થીઓનો ૭૦૦ રૂપિયાનો ખર્ચ ૬૧.૩૪ કરોડ ગયો પાણીમાં, ઠેર-ઠેર પરીક્ષાર્થીઓનો ઉપદ્રવ અને વિદ્યાર્થીઓ દ્વારા ચકકાજામ કરવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા આ નિર્દોષ વિદ્યાર્થીઓ પર મારપીટ કરવામાં આવેલ હતી. આ પરીક્ષામાં કોઈ વિદ્યાર્થી પૈસા ઉછીના લઈને આવ્યા તો કોઈ ખેતીકામ પડતું મુકીને તો કોઈ અગત્યનું કામ છોડી આવ્યા અને કેટલાય બેરોજગાર યુવાનોએ છેલ્લા ૪-૪ માસથી તૈયારી કરેલ પાણીમાં ગઈ હતી.