કચ્છ જિલ્લા ભાજપની સંગઠનાત્મક્ બેઠક સંબોધતા જિલ્લા પ્રમુખ કેશુભાઇ પટેલ
કાર્યકરો ‘મેરા બૂથ સબસે મજબૂત’ સુત્ર સાર્થક કરે: કે.સી. પટેલ
અબડાસા વિદ્યાનસભા બેઠક ભાજપ સંગઠન શક્તિના બળે કબ્જે કરશે તેમ કચ્છ જિલ્લાના ભાજપ અધ્યક્ષથી કેશુભાઇ પટેલે કચ્છ જિલ્લા ભાજપના સંગઠનમિક બેઠકોને સંબોધન જણાવ્યુ હતું.
પ્રદેશી આવેલા આગેવાનોની ઉપસ્તિીમાં ભુજ ખાતે અબડાસા વિધાનસભા પેટા ચુંટણીની પૂર્વતૈયારીઓના ભાગરૂપે એક અગત્યની સંગઠન બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ઉપસ્થિત કાર્યકરો સો પરામર્શ યોજીને પેટા ચુંટણીની તૈયારીઓની સમીક્ષા ક૨વામાં આવી હતી અને કાર્યકરોને જરૂરીમાર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ હતું.
બેઠકના પ્રારંભે દિપ પ્રાગટય બાદ સ્વાગત પ્રવચન ક૨તા કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ્ કેશુભાઈ પટેલે જણાવ્યુ હતું કે, અબડાસાની બેઠકમાં ઐતિહાસિક વિજય પ્રાપ્ત ક૨વાના ઢ વિશ્ર્વાસ અને સંકલ્પ સો ભા૨તીય જનતા પક્ષ ના કાર્યકરો પુરી તાકાતી મેદાનમાં ઉતરી ચુક્યા છે. આ સંગઠન શક્તિના બળે પક્ષ આ બેઠક નિશ્ર્વિતપણે કબજે ક૨શે એમાં કોઈ બેમત ની. વિશષમાં તેમણે બુ મેનેજમેન્ટ અને ઓનલાઈન પ્રચા૨ ઝુંબેશને આ ચુટણીના નવીન અને નિર્ણાયક શસ્ત્ર લેખાવ્યા હતા.
પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી.પટેલે જણાવ્યું હતું કે, હાલની પિ૨સ્તિીને ધ્યાનમાં રાખીને આ ચૂંટણી ડીઝીટલ મો૨ચે લડવી પડશે જેમાં આઈ.ટી. અને સોશીયલ મીડીયાનો ખૂબ સિંહફાળો ૨હેવાનો છે. તેમણે પક્ષના આઈ.ટી.એસ.એમ સેલના તજજ્ઞ કાર્યક૨ો સો વાર્તાલાપ કરીને ચુંટણી પ્રચા૨ની વ્યૂહ૨ચના બાબતે માહિતી મેળવી હતી અને જરૂરી માર્ગદર્શન પણ પુરૂ પાડયું હતું. વિધાનસભા બેઠક અંતર્ગત આવતા મંડલો તેમજ જિલ્લા પંચાયત બેઠકો મુજબ આઈ.ટી.એસ.એમ ના માળખાનુ પણ તેમણે સુવ્યવસ્તિ રીતે ગઠન ર્ક્યુ હતુ. અંતે તેઓએ માઈક્રો લેવલના બુ મેનેજમેન્ટને બ્રહ્યાસ્ત્ર લેખાવીને મે૨ા બૂ, સબસે મજબૂત સૂત્રને આત્મસાત ક૨ીને સૌ કાર્યક૨ોને આ દિશામાં સભાનપણે આગળ વધવા હાકલ ક૨ી હતી.
આ અગાઉ કાર્યક્રમના પ્રારંભે તાજેત૨માં જ ડે૨ી ઉદ્યોગમાં સર્વોચ્ચ અને ૧પ૦ જેટલા દેશોમાં વ્યાપ ધરાવતી અમુલ ડેરીના વાઈસ ચે૨મેન જેવું ગૌ૨વવંતુ પદ મેળવીને રાષ્ટ્રીય સ્તરે કચ્છનુ ગૌ૨વ વધા૨વા બદલ કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી અને સ૨હદ ડેરીના ચે૨મેન વલ્લમજીભાઈ હુંબલને સર્વે મંચસ્ આગેવાનોએ આવી અદકેરી સિધ્ધિ પ્રાપ્ત ક૨વા બદલ તલવા૨ અને કચ્છી પાઘી સહર્ષ્ સન્માનિત ર્ક્યા હતા. કાર્યક્રમના અંતે પ્રધાનમંત્રી નો મન કી બાત કાર્યક્રમ સૌ આગેવાનો અને કાર્યકરોએ સો મળીને નિહાળ્યો હતો. આજના આ મન કી બાત કાર્યક્રમમાં નરેન્દ્રભાઈ મોદીએ કચ્છ પ્રત્યેના તેમના સવિશેષ્ અનુરાગને પુન: એક વખત વ્યક્ત કરીને કચ્છને યાદ ર્ક્યુ હતું. કચ્છના ખેડૂતો દ્વા૨ા વિપુલ માત્રામાં ઉત્પાદિત ડ્રેગન ફ્રૂટ વાત દેશવાસીઓ સમક્ષ્ા મૂકીને તેમણે જણાવ્યુ હતું કે, કચ્છના ખેડૂતોએ ખૂબ સફળતાપૂર્વક મબલખ પ્રમાણમાં ડ્રેગન ફ્રૂટનો પાક લઈને કૃષિક્ષેત્રે અદભૂત દાખલો બેસાડયો છે.ઉપરોક્ત બેઠકમાં રાજયમંત્રી વાસણભાઈ આહિ૨, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધા૨ાસભ્યો ડો.નિમાબેન આચાર્ય, વિરેન્સિંહ જાડેજા, માલતીબેન મહેશ્ર્વરી, જિલ્લા ભાજપ મહામંત્રીઓ અનિરૂધ્ધભાઈ દવે, શૈલેન્સિંહ જાડેજા, અબડાસા વિધાનસભાઈ ઈન્ચાર્જ જયસુખભાઈ પટેલ, પ્રવિણસિંહ વાઢે૨, પૂર્વ સાંસદશ્રીઓ પુષ્પદાનભાઈ ગઢવી, પુનમબેન જાટ, પૂર્વ ધા૨ાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સીટ ઈન્ચાર્જઓ અ૨જણભાઈ ૨બારી, ૨મેશભાઈ મહેશ્ર્વરી, પંકજભાઈ મહેતા, ભ૨તભાઈ સોની સહિતના આગેવાનો અને અપેક્ષીત કાર્યર્ક્તાઓ ઉપસ્તિ ૨હયા હોવાનુ કચ્છ જિલ્લા ભાજપ મીડીયા સહ ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીએ જણાવ્યું છે.