આણંદ એગ્રી કલ્ચર યુનિવર્સિટીએ દેશમાં ૯૬મો ક્રમ મેળવ્યો: ૧૦૦થી ૧૫૦ની વચ્ચે ગુજરાત યુનિવર્સિટી અને જૂનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સિટીને સ્થાન મળ્યું

૧૫૦ થી ૨૦૦ની વચ્ચે એમ.એસ.યુનિવર્સિટીની સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, નિરમા યુનિવર્સિટી, નવસારી એગ્રિકલ્ચર યુનિવર્સિટી, ધીરૂભાઈ અંબાણી ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી અને ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટીને સ્થાન મળ્યું

કેન્દ્ર સરકારના માનવ સંશાધન મંત્રાલયે દેશભરની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના જાહેર કરેલા ૨૦૧૯ના નેશનલ રેન્કિંગમાં ગુજરાતની એકમાત્ર એ-ગ્રેડ ધરાવતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ટોપ-૧૦૦માં સ્થાન મળ્યું નથી. ગુજરાતની એકમાત્ર એમ.એસ.યુનિવર્સિટીને ૧૫૦ થી ૨૦૦નું રેન્કિંગ મળ્યું છે. ગત વર્ષે યુનિવર્સિટીને ટોપ ૨૦૦માં પણ સ્થાન ન હોતું આમ ગત વર્ષ કરતા એમ.એસ.યુનિવર્સિટીનો દેખાવ સુધર્યો છે. પણ દેશની ટોપ ૧૦૦ સંસ્થાઓમાં સ્થાન મેળવવામાં ગુજરાતની યુનિવર્સિટીઓ ફરીથી નિષ્ફળ ગઈ છે. જો કે, ગુજરાતની અન્ય ૫ યુનિવર્સિટીઓને ૧૫૦ થી ૨૦૦માં રેન્કિંગ મળ્યું છે. જેમાં એક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પણ સમાવેશ થાય છે.

દાયકાઓ પહેલા રેન્કિંગ સિસ્ટમ તો અમલમાં નહોતી પણ એવુ કહેવાતુ હતુ કે, એમ એસ યુનિવર્સિટી દેશની આંગળીના વેઢે ગણાય તેટલી શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ પૈકીની એક  છે.જોકે નેશનલ રેન્કિંગમાં યુનિવર્સિટીને ટોપ ૧૦૦માં સ્થાન મેળવવાના પણ ફાંફા પડી રહ્યા છે.સત્તાધીશોએ રેન્કિંગ માટે જરુરી માહિતી પૂરી પાડવા ઈન્ટરનલ ક્વોલિટી એસ્યોરન્સ સેલ પણ બનાવ્યો છે.આમ છતા યુનિવર્સિટીને ટોપ-૧૦૦માં સ્થાન મેળવવામાં નિષ્ફળતા મળી છે.

ગુજરાતમાંથી આઈઆઈટી ગાંધીનગર ઓવર ઓલ રેન્કિંગમાં દેશમાં ૫૧મો ક્રમ મેળવીને પ્રથમ સ્થાને છે. આણંદ એગ્રી કલ્ચર યુનિવર્સિટીએ આખા દેશમાં ૯૬મો ક્રમ મેળવ્યો છે,ગુજરાતમાં તે બીજા ક્રમે છે.ઓવર ઓલ રેન્કિંગમાં ૧૦૦ થી ૧૫૦ની વચ્ચે ગુજરાત યુનિવર્સિટી અને જૂનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સિટીને  મળ્યુ છે.જ્યારે  ૧૦૦ થી ૧૫૦માં ગુજરાતની બે યુનિવર્સિટીઓ નિરમા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને સ્થાન મળ્યુ છે.૧૫૦ થી ૨૦૦ની વચ્ચે  એમ.એસ.યુનિવર્સિટીની સાથે ગુજરાતની બીજી પાંચ યુનિવર્સિટીઓ ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી,  ધીરુભાઈ અંબાણી ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી, નવસારી એગ્રિકલ્ચર યુનિવર્સિટી, નિરમા યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને સ્થાન મળ્યુ છે.

કેન્દ્ર સરકાર દ્વારા દેશની શૈક્ષણિક સંસ્થાઓને રેન્કિંગ ૨૦૧૬થી નેશનલ ઈન્સ્ટિટયુટ રેન્કિંગ ફ્રેમવર્ક(એનઆઈઆરએફ)સ્કીમ શરૃ કરવામા આવી છે.જે અંતર્ગત આજે રાષ્ટ્રપતિ દ્વારા દિલ્હી ખાતે ૨૦૧૯ના નેશનલ રેન્કિંગ રીપોર્ટ જાહેર કરવામા આવ્યો હતો.જેમાં ઓવરઓલ રેન્કિંગ સાથે વિવિધ કેટેગરીમાં રેન્કિંગ જાહેર કરવામા આવ્યા છે.ઓવરઓલ રેન્કિંગમાં દેશની ટોપ ૧૦૦ શૈક્ષણિક સંસ્થામાં  ગુજરાતની આઈઆઈટી ગાંધીનગર અને આણંદ એગ્રિકલ્ચર યુનિ.ને સ્થાન મળ્યુ છે.જ્યારે અન્ય એક પણ સરકારી કે ખાનગી યુનિ.ટોપ ૧૦૦મા આવી નથી.આમ ગુજરાતનુ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ સુધરવાને બદલે કથળી રહ્યુ હોવાનું રીપોર્ટ પરથી સ્પષ્ટ લાગી રહ્યુ છે.

કેન્દ્ર સરકારના એમએચઆરડી  મંત્રાલય દ્વારા  ૨૦૧૬થી શરૃ કરાયેલી નેશનલ રેન્કિંગ ફ્રેમવર્ક સ્કીમ અંતર્ગત દર વર્ષે યુનિ.ઓ,કોલેજો , ઈન્સ્ટિટયુટ સહિત દેશની શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી અરજી મંગાવવામા આવે છે અને  શૈક્ષણિક સ્ટાફે તેમજ માળખાગત સહિતની તમામ સુવિધાઓ તેમજ વિદ્યાર્થીઓની સંખ્યા, પરિણામ,પ્લેસમેન્ટ તથા રીસર્ચ સહિતના વિવિધ માપદંડોને આધારે  શૈક્ષણિક સંસ્થાઓ,યુનિ.ઓ, કોલેજોને  ટોપ ૧૦૦ સુધીના રેન્ક આપવામા આવે છે. દર વર્ષે કેન્દ્ર સરકારના એમએચઆરડી મિનિસ્ટર દ્વારા નેશનલ રેન્કિંગ રીપોર્ટ જાહેર કરાય છે પરંતુ આ વર્ષે ચૂંટણીને લઈને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા રીપોર્ટ જાહેર કરવામા આવ્યો હતો.

આજે જાહેર કરાયેલા નેશનલ રેન્કિંગ રીપોર્ટ ૨૦૧૯ મુજબ  ઓવરઓલ રેન્કિંગ સાથે, યુનિવર્સિટી, મેનેજમેન્ટ, આર્કિટેકચર, લો, મેડિકલ,ફાર્મસી અને એન્જિનિયરિંગ સહિતની વિવિધ કેટેગરીમાં રેન્કિંગ આપવામ આવ્યા છે.જેમાં ઓવરઓલ રેન્કિંગમાં ટોપ ૧૦૦ શૈક્ષણિક સંસ્થામાં આઈઆઈટી ગાંધીનગર ૪૭.૮૫ સ્કોર સાથે ૫૧માં રેન્ક પર આવી છે અને આણંદ એગ્રિકલચર યુનિવર્સિટી ૪૧.૨૦ સ્કોર સાથે ૯૬માં ક્રમે આવી છે.ગત વર્ષે દેશની ટોપ ૧૦૦ સંસ્થામાં ગુજરાતની એક પણ યુનિ.ન હતી ત્યારે આ વર્ષે માત્ર એક યુનિવર્સિટી આવી છે અને તે પણ એગ્રિકલ્ચર યુનિવર્સિટી. ગુજરાત યુનિવર્સિટી,એમ.એસ,યુનિ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિતની રાજ્યની જુની અને નવી સહિતની એક પણ સરકારી સ્ટેટ યુનિવર્સિટી ટોપ ૧૦૦માં આવી નથી.વોકેશનલ યુનિ.થીમાંડી એક પણ ફિલ્ડ યુનિ.એ પણ સ્થાન મેળવ્યુ નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.