અબતક,જીતેન્દ્ર આચાર્ય, ગોંડલ
કોરોનાને હરાવવો હોય તો ડર ને હરાવવો પડશે વર્તમાન સમયની ભયંકર મહામારીએ અને પરિવારોને હેરાન પરેશાન કરી મુક્યા છે ત્યારે એક પોઝિટિવ કિસ્સો જે સમાજના ઘણા બધા સિનિયર સિટીઝનને ચોક્કસ પ્રેરણા આપશે અને આ મહામારી સામે લડવાની હિંમત આપશે.
રાજકોટમાં લક્ષ્મીવાડી 7માં રહેતા સોની પરિવાર ના 90 વર્ષના શાંતાબેન માંડલીયાને કોરોના પોઝિટિવ આવતા પરિવારમાં બધા ચિંતામાં મુકાય ગયા હતા. એકતો ઉંમર ખૂબ મોટી અને કોરોના બીમારી , ઓક્સીજન ની અછત , બેડ મળવામાં સમસ્યા , અને ઉપર થી સતત ધડાધડ લોકોના મૃત્યુ અંગેના સમાચારથી પરિવારના સભ્યો ચિંતા કરવા લાગ્યા હતા પરંતુ જેમને જિંદગીના નવ નવ દાયકા વિતાવ્યા છે અને અનેક અનુભવોથી આજપણ મજબૂત મનોબળ ધરાવે છે તેવા 90 વર્ષના આ બાએ પરિવારના સભ્યોની ચિંતા જાણી સૌને જણાવી દીઘુંકે મારી બહુ ચિંતા કરતા નહિ . હું કવોરોન્ટાઈન રહીશ અને તમે બધા પણ હિંમત રાખો. હું મજબૂત અને મક્કમ મનોબળ થી આ કોરોના ને હરાવીશ. અને 90 વર્ષના શાંતાબેને જે કીધું તે કરી બતાવ્યું ડોક્ટરની દવા, પરિવારજનોની સારવાર અને મજબૂત મનોબળથી થોડાજ દિવસોમાં તેમણે કોરોના ને હરાવી સફળતાપૂર્વક સજા થઈ ગયા.
કોરોના મહામારીમાં સૌથી શ્રેષ્ઠ સારવાર હોય તો તે હકારાત્મક અભિગમ અને મજબૂત મન છે. આ ઉંમરે કોરોનાને હરાવીને સાબિત કરી આપ્યું કે મક્કમ મનોબળ અને મજબૂત મન થી કોરોના ને હરાવી શકાય છે.આજે દાદીમા બિલ્કુલ તંદુરસ્ત અને નિરોગી બની ગયા છે.