લાપતા બાળકી ક્ધસ્ટ્રક્શન સાઈટ પર બાળકો સાથે રેતીમાં રમતી હેમખેમ મળી આવ્યા પરિવારે રાહતો શ્વાસ લીધો
શહેરમાં તાજેતરમાં યુવરાજનગર વિસ્તારમાં રહેતી 13 વર્ષની લાકડા વિણવા ગયા બાદ તેની સાથે ક્રુરતા આચરી હત્યા કરવાના ગુનાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે ત્યારે ગઈકાલે 9 વર્ષની બાળકી સ્કુલે જવાનું કહીને નીકળ્યા બાદ લાપતા બની જતાં માલવિયા પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. જો કે બાળકી નજીકની ક્ધસ્ટ્રક્શન સાઈટ પર રેતીમાં રમતી હેમખેમ મળી આવતા સૌએ રાહતો શ્વાસ લીધો હતો.
માહિતી મુજબ નાનામૌવા રોડ નજીક નહેરૂનગર સોસાયટીમાં રહેતી સોનુ ઉર્ફે માહી રાજુભાઈ જોગરાણા નામની 9 વર્ષની બાળકી આજે બપોરે ઘરેથી સ્કુલે જવા નીકળી હતી. જો કે તે લાપતા બની જતાં પરીવારજનો દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી. પરંતુ ક્યાંય પત્તો નહીં લાગતા આ અંગે પોલીસને જાણ કરાતા માલવીયાનગર પોલીસે ગુમ નોંધ નોંધી બાળકીની શોધખોળ શરૂ કરી હતી.
તાજેતરમાં જ બનેલી 13 વર્ષની બાળકી સાથે ક્રુરતા આચરી હત્યા કરાયાનો ભેદ ઉકેલાયો હોય ત્યારે આ બનાવને પણ ગંભીરતાથી લઈ તાત્કાલિક શોધખોળ કરી હતી. દરમિયાન લાપતા બાળકી એક ક્ધસ્ટ્રક્શન સાઈટ પર અન્ય બાળકો સાથે રેતીમાં રમતી મળી આવતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.