ગરવા ગિરનારના શિખર ઉપર બિરાજમાન એવા ભગવાન નેમિનાથના શિખરે ગઈકાલે સોમવારે 893 મી ધ્વજા ચડાવાઈ હતી ત્યારે પ હજારથી વધુ જૈન શ્રાવકો ભગવાન નેમિનાથ મંદિરે પહોંચ્યા હતા અને પ્રદિક્ષણા કરી હતી. જુનાગઢ જૈન સમાજના અગ્રણી હિતેશભાઈ સંઘવીના જણાવ્યાાા અનુસાર, ભગવાન નેમીનાથે ગિરનાર પર્વત ઉપર ઘોર તપસ્યા કરીીી હતી, અને જ્યાં ભગવાન નેમિનાથ એ સાધના કરીી હતી ત્યાં ભગવાન નેમિનાથનું મિંદિર બનાવવામાં આવ્યું છે.
વૈશાખ સુદ પૂનમના દિવસે બનાવાએલ આ મંદિરે દર વર્ષે ધજાાા ચડાવવામાં આવે છેે ત્યારે જૂનાગઢના ગરવા ગિરનાર ઉપર સ્થિતિ જૈન દેરાસરમાં ગઈકાલે સોમવાર અને વૈશાખ સુદ પૂર્ણિમાના દિવસે નેમિનાથના શિખરે 893 મી ધજા ચડાવવામાં આવી હતી. ત્યારે લગભગ 5000 થીી વધુ શ્રાવકોએ ઉપસ્થિત રહી પ્રદિક્ષણાા કરી હતી.