ટ્રસ્ટના કર્મચારીઓએ સોમનાથ દાદાની મહાપુજા કરી
સોમનાથ મંદિરે આજે ૭૪’ મો સંકલ્પ દિન વિશેષ રીતે ઉજવવામાં આવ્યા હતો.સરદાર વલ્લભભાઈ પટેલ દેશ આઝાદ થયો અને જુનાગઢને આઝાદી અપાવી નૂતન વર્ષે ૧૩ નવેમ્બર ૧૯૪૭ ના રોજ સોમનાથ આવ્યા, ત્યારે સોમનાથ મંદિરના જીર્ણ અવશેષો જોઈએ સરદાર નું હૃદય દ્રવી ઉઠ્યું, તેઓએ સોમનાથ મંદીરનાં પુન: નિર્માણના સંકલ્પ સમુદ્ર જળ હાથમાં લઈને કરેલ, આજરોજ આ સંકલ્પને ૭૩ વર્ષ પૂર્ણ થયા છે.
કાળક્રમે સરદાર પોતાના મંદિરના જીર્ણોદ્ધાર ના સંકલ્પને નિહાળવા જીવિત ના રહ્યાં પણ આજે શ્રી સોમનાથ મંદિર પરિસરમાં આવેલી સરદારશ્રી ની પ્રતિમા અવિરત ભગવાન સોમનાથના દર્શન કરી રહી છે, આજરોજ શ્રી સોમનાથ મંદિર સંકલ્પ દિવસ નિમિતે સવારે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ કરવામાં આવી ત્યારબાદ શ્રી સોમનાથ મહાદેવની મહાપૂજા કરવામાં આવી જેમાં તિર્થપુરોહિતો શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.