જયપુરમાં યોજાયેલા 75માં સ્થાપના દિન જેવી જ ભવ્ય ઉજવણીમાં સરવડી મહાવીરસિંહજી સહિતના મહાનુભાવો રહેશે ઉપસ્થિત
ક્ષત્રિય યુવક સંઘ અને જામકંડોરણા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા ક્ષત્રિય યુવક સંઘના 76 માં સ્થાપના દિવસ અને સમાજ ભવનના ખાતમુહૂર્ત બાદ ચિત્રો અનાવરણના એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કયા વર્ષે જયપુરમાં સંઘના 76 માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણીની જેમ જામકંડોરણામાં પણ યાદગાર મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે 22 ડિસેમ્બર ગુરુવારે સવારે 10 થી 12 દરમિયાન લેવા પટેલ સમાજ પાસે પ્લોટ વિસ્તાર જામકંડોરણા ખાતે યોજાનારા આ મહોત્સવમાં સ્થાપના દિવસની ઉજવણી અને સમાજ ભવનના ખાતમુહૂર્ત બાદના ચિત્રો અનાવરણના કાર્યક્રમ અંગેઅબ તકની મુલાકાતે આવેલા ક્ષત્રિય યુવક સંઘ અને ધામકનોના તાલુકા રાજપુત ક્ષત્રિય સમાજના આગેવાનો શક્તિસિંહ કિરીટસિંહ જાડેજા કોટડા સાંગાણી, તેજુભા હેમુભા જાડેજા પીપરડી, સુરેન્દ્રસિંહ વાળા જામકંડોરળા, દાનું ભા નથુભા જાડેજા પીપરડી ,દિગુભા જાડેજા સાતુદળ, નાગદેવસિંહ જાડેજા જામકંડોરણા,બળુભા રણજીતસિંહ જાડેજા પીપરડી ધ્રુવપાલસિંહ કરણભા જાડેજા થોરડી અને હરદેવસિંહ કેશુભાઈ જાડેજા કચ્છ કુંભારડી વાળા એ કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે જામકંડોરણા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ ના આંગણે ” ક્ષત્રિય યુવક સંઘ નો 75 મો સ્થાપના દીવસ હીરક જયંતિ ઉજવણી જયપુર ખાતે થયેલ ઉજવણીની જેમ જ76 મો સ્થાપના દિવસ પણ યાદગાર બનશે
76 મો સ્થાપના દીવસ અને સમાજ ભવન નિર્માણ ના ખાત મુહુર્ત બાદ ચિત્ર અનાવરણ કાયેકમ માં જયપુર થી મહાવીરસિંહજી “સરવડી” રાજસ્થાન ની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સામાજિક અને રાજકીય મહાનુભાવો ની ઉપસ્થિતમાં કાયેકમ ઉજવાશે મહાવીર સિંહજી એ કંડોરણા અને ગોંડલ તાલુકા માં ક્ષત્રિય યુવક સંઘ ની પ્રવૃત્તિ ને વેગવંતી બનાવવા માટે 1996 માં પદયાત્રા અને ત્યારબાદ સંપર્ક યાત્રા કરેલ આજે પચીસ વર્ષ પછી તેમના આગમનનો અવસર થયો છે ત્યારે ત્યારે આપ સૌને જામકંડોરણા તાલુકા ની વિશેષતા એક આગવી વિશેષતા રહી છે કે ગુજરાતમાં કોઈપણ સંસ્થાઓ નો કાયેકમ હોય કે સમાજ ના કોઈપણ પ્રશ્ર્ન સમયે સંખ્યા બળ દેખાડવાનું હોય ત્યારે જામકંડોરણા તાલુકો હરહંમેશ આગળ રહેલ છે અને તેમના આગેવાનો, હોદેદારો અને યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે.ત્યારે 76 માં ની સ્થાપના દિવસ ની ભવ્ય ઉજવણી માટે રાજપૂત સમાજની વિશેષ ફરજ બને છે કે આજે જામકંડોળા માં મોટો ભવ્યાતિભવ્ય કાયેકમ યોજાય રહેલ હોય ત્યારે અત્યારના સમયની જે માંગ છે એને સહપરિવાર હાજરી આપી ને પુરવાર કરવા સમાજને આહવાન કરવામાં આવ્યું છે
76 માં સ્થાપના દિવસે ઉપસ્થિત રહેનાર તમામ ભાઈઓ સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ અને બહેનો કેશરી સાડી અથવા ડ્રેસ માં અથવા પરંપરાગત પહેરવેશમાં મહોત્સવ માં સામેલથશે 76 માં સ્થાપના દિવસ અને સવારે 10થી12 બાદમાં સમુહ પ્રસાદ માટે સમયસર તમામને ક્ષત્રિય યુવક સંઘ ના 76 માઈ સ્થાપના દિન મહોત્સવ સ્થળ લેવા પટેલ સમાજ પાસે પ્લોટ વિસ્તારમાં 22 ડિસેમ્બરે અચૂક ઉપસ્થિત રહેવા આગેવાનોએ અહવાન કર્યું છે