અન્ડર- ૧૪ ટુર્નામેન્ટમાં રાજકોટ ઉપરાંત અમદાવાદ, જુનાગઢ, બરોડા, ભુજ, જામનગર સહિતના શહેરોમાંથી બાળકો જોડાયા
રાજકોટ ગ્રીનવુડ ઈન્ટરનેશનલ સ્કુલ ખાતે ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશન દ્વારા ટેલેન્ટસ સીઝન નામથી સાત દિવસની ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ છે. ગ્રીનવુડ ઈન્ટરનેશનલ સ્કુલ શીક્ષણની સાથેસાથે સ્પોર્ટસને પણ એટલુ જ મહત્વ આપે છે. જેમની પાસે ૧૦ કોચનો સ્ટાફ છે. ત્યારે ટુર્નામેન્ટ જે સાત દિવસીય છે તે અંડર ૧૪ ગર્લ્સ અને બોયઝ એમ બે કેટેગરીમાં રમાનાર છે. જેના પ્રથમ દિવસ છોકરાઓ ની ટુર્નામેન્ટ યોજાઈ હતી. જયો બીજા દિવસે ગર્લ્સની ટુર્નામેન્ટ યોજાઈ હતી. આ ટુર્નામેન્ટમાં રાજકોટ અમદાવાદ, જુનાગઢ, બરોડા, ભુજ, જામનગર સહિતના સૌરાષ્ટ્રના શહેરીમાંથી બાળકો ભાગ લેવા આવ્યા હતા. આ ટુર્નામેન્ટમાં બાળકોને સ્પોર્ટ કરવા માટે તેમના પેરેન્ટસ પણ ઉપસ્થિત રહ્યા હતા.
દરેક પેરેન્ટસે બાળકોને સ્પોર્ટસ માટે મોટીવેર કરવા જોઇએ: હેમાંશભાઇ
હેમાંશભાઇ એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છોકરાને સ્પોર્ટસ માટે મોટીવેર કરવા જોઇએ. હું ઓથોપેડીક ડોકટર છું મારી કલીનીક મુકીને આવ્યો છું. સ્પોર્ટસમાં પ્રમોટ કરવાથી બાળક શારીરિક રીતે તંદુરસ્ત રહે છે. સાથે સાથે માનસીક રીતે પણ તંદુરસ્તી રહે છે. હું પણ ટેનીસ રમું છું. માટે ટેનિસ ગમે છે. છેલ્લે ભુજમાં એક ટુર્નામેન્ટ હતી. ત્યારે હું ન જઇ શકયોતો બાળક મેન્ટલી થોડો ડીપ્રેસ હતુપેરેન્ટસ સાથે આવે અને એન્કરે જ કરે તે ખાસ જરુરી છે. બધુ મેનેજ કરીને સમય કાઢવામાં આવે છે. ભણવામાં પણ હોશીયાર છે સાથે સાથે રમતમાં પણ આગળ જ છે. કેરીયર ની વાત કરી એ તો ટેનીસમાં આગળ વધવા ખુબ મહેનત ની જરુર છે. પરંતુ ભણવાની સાથે સાથે તેઓ રમતમાં ઘ્યાન આપે તો કેરીયર તરીકે લઇ શકાય.
જે બાળકો ટેનીસમાં ફયુચર બનાવવા માગે છે તેમને પ્રેકટીસ કરાવુ છું: સૌરભ રઘુવંશી
સૌરભ રઘુવંશી એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે ઓલ ઈન્ડીયા ટેનીસ એસો. છે. ત્યથી જ ટુર્નામેન્ટો થતી હોય છે. અહિં ટુર્નામેન્ટ મળી છે. અહિં જે બાળકો આ ટુર્નામેન્ટમાં ભાગ લે છે. તેમની મેચ જીતવા પર પોઈન્ટ મળે છે. જેનાથી એમની મેચ ઈમ્પુવ થાય છે. સ્ટડી તો બધા બાળકો કરે છે. પરંતુ સ્પોર્ટસમાં બહુ ઓછા પેરેન્ટસ મોકલે છે. રાજકોટમાં ખુબ ઓછુ છે. પરંતુ ધીરે ધીરે એ વધતુ જાય છે. ઘણા એવા બાળકો છે. જે ટેનીસમાં ફયુચર બનાવવા માંગે છે. એમને ત્રણ-ચાર કલાક પ્રેકટીસ કરાવુ છુ. અહીયા એવુ છે કે પેરેન્ટસ જલદી રીઝલ્ટ માંગે છે.કોઈપણ સ્પોર્ટસમાં સમય લાગે છે. અહિં એવુ માનવામાં આવે છે કે બાળક જોઈતુ પરીણામ નથી લાવતા તો આગળ નહિ આવી શકે પણ એવું નથી. પેરેન્ટસએ બાળકો માટે હકારાત્મક વસ્તુઓ બોલવી જોઈએ.
રમતથી માનસિક તથા શારીરિક વિકાસ થાય છે: દિલિપસિંહ
દિલીપસિંહએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ. અહિં ખુબ સારૂ આયોજન કરાયુ છે. રમતની સાથેસાથે ભણવામાં પણ ધ્યાન આપવામાં આવે છે. જીવનમાં ફકત ભણતર જ જરૂરી નથી રમતગમત પણ એટલુ જ જરૂરી છે. માનસીક અને શારીરિક વિકાસ થાય છે. જે ગુજરાતમાં વ્યાપ ખુબ ઓછો છે. જે ખરેખર વધવો જોઈએ. પેરેન્ટસ જે બાળકને ભણવામાં સમય આપે છે. તેટલે જ સ્પોર્ટસ માટે પણ આપવો જોઈએ.
બાળકે સ્ટડી અને સ્પોર્ટસમાં બેલેન્સ રાખવુ જરૂરી: નેહા પટેલ
નેહા પટેલએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે પાટીસીપેસ્ટ થયા છે તો ખુબ સારી અનુભવ થાય છે. મારો મોટો દિકરી દસ વર્ષથી ટુર્નામેન્ટ રમે છે. કોસ દ્વારા તો ટેનીસની કોસીંગ મળે છે. સાથે સાથે પેેરેન્સટસ ૂપણ એક કોચનું કામ કરે છે. બાળકને અનુસરવું જોઈએ.
સ્ટડી અને સ્પોર્ટસની બંનેમાં બેલેન્સ રાખવુ જોઈએ. સ્પોર્ટસ પણ એક સ્કુલ જ છે. સ્પોર્ટસમાં પણ હંમેશા શીખતુ રહેવાનું હોય છે.
મારે સ્પોર્ટસમાં આગળ વધવું છે: હરિનંદનબા જાડેજા
હશ્રિનંદનબા જાડેજાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રમીને ખુબ સારો આનંદ અને મારી ગેમ પણ ઇમ્પ્રુવ થાય છે. મારા વાલીનો પણ સ્પોર્ટ ખુબ છે. જે બાળકને સ્પોર્ટસમાં આગળ વધવું છે તેમણે ભણવાની સાથે સાથે સ્પોર્ટસમાં પણ ઘ્યાન આવે તો એ આગળ વધી શકે છે. મારે સારી ટેનીસ પ્લેયર બનવાનું સપનું છે.
આ ટુર્નામેન્ટથી મારી દીકરીનું ભવિષ્ય બનશે: ભાવેશ રંગાણી
ભાવેશ રંગાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારી દીકરી છેલ્લા ચાર વર્ષથી ટેનીસ રમે છે. આજની ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. રાજકોટમાં આઇટી લેવલની ટુર્નામેન્ટ પ્રથમ વખત થઇ છે. આ ટુર્નામેન્ટથી બાળકોને આગળ વધવાની ચાન્સ મળશે. અહિંના પેરેન્ટ પણ આ ટુર્નામેન્ટથી ખુશ છે.
મારા બાળકને સ્પોર્ટસને લઇ ખુબ જ સપોર્ટ કરું છું. કારણ કે હું પણ ટેનિસ પ્લેયર છું ફીઝીકલ સ્ટ્રેન્થ મારે પણ સારી છે. સારુ ભવિષ્ય બનાવી શકશે. માટે સપોર્ટ કરુઁ છુઁ અને તેના માટે પુરતો સમય પણ આપું છું.
બાળકોએ સ્પોર્ટસ અને સ્ટડી બન્નેમાં આગળ રહેવું જોઇએ: નેહાલી ભાટીયા
નેહાલી ભાટીયા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે અમદાવાદથી આવ્યા છીએ. આ શહેર પણ ખુબ સરસ છે. બાળકો કેવું પરફોરમેન્સ આપે છે એ જોઇએ મારુ માનવું છે કે બાળકોએ સ્પોટર્સ અને સ્ટડી બન્નેમાં આગળ રહેવું જોઇએ. આજમા ના બાળકો ખરેખર ખુબ સરસ પરફોરમેન્ટ આપે છે. કારણે એ લોકોનું પુરતુ સ્ટેજ મળી રહે છે. જયારે મારી દીકરી રમતી હોય છે. ત્યારે ખુશી પણ થતી હોય છે. અને ધબરાહટ પણ થતું હોય છે. મારા બાળકોને ભણવામાં કે રમતમાં જેમાં આગળ વધવું હોય તે માટે અમે પુરો સ્પોર્ટ કરશું.
મારી ઇચ્છા છે કે ટુર્નામેન્ટ જીતીને આગળ વધવું છે :નિધિબા જાડેજા
નિધિબા જાડેજા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ટુર્નામેન્ટમાં ભાગ લઇ સારુ લાગે છે. મારા પપ્પા રોજ સવારે મારી સાથે પ્રેકટીસ માટે આવે છે.
મારા વાલી મને ખુબ જ સપોર્ટ કરે છે.
મારી ઇચ્છા છે કે ટુર્નામેન્ટ જીતીને આગળ વધવું છે.
કારકિર્દી ક્ષેત્રે બાળકની ઇચ્છા મહત્વની:કલ્પનાબેન
કલ્પનાબેનએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારો દીકરો અમદાવાદ રમે છે. રાજકોટની આ ટુર્નામેન્ટ માટેની જાહેરાત જોઇ તો સ્કુલ વિશે સર્ચ કર્યુ અહીંનું રીવ્યુ ખુબ સરસ મળ્યું. આજે એમની પહેલી મેચ થઇ. આજે હું અમદાવાદ થી રાજકોટ આવી છું અને બાળકોને લઇ રાજકોટથી અમદાવાદ આવતા હતા. અહીં સપોટીંગ પણ છે. અહીંના બધા કોચ પણ સારા છે. પેરેન્ટસ બાળકોને એન્જીનીયર ડોકટર બનાવવા ઇચ્છતા હોય છે. પરંતુ બાળકની ઇચ્છા પણ મહત્વની છે. મારો દીકરો ચાર વર્ષથી રમે છે પરંતુ એવું નથી કે ભણવાનું મુકી દીધું ભણવાનું પણ એટલું જ છે. બાળક આગળ વધે છે એમને હું સ્પોર્ટસમાં પણ સપોર્ટ કરું છું બાળકને સપોર્ટ કરી એટલું જ હું બધા પેરેન્ટસને કહીશ.
સાયન્સ ફેર એન્ડ ફુડ ફિએસ્ટા બાદ હવે ટેનિસ જેવી ખ્યાતનામ રમત પ્રત્યે બાળકોને પ્રોત્સાહિત કરવા ગ્રીનવુડ ઈન્ટરનેશનલ સ્કુલનો પ્રયાસ