સેનેટના સિલેક્શન-ઇલેક્શનના ડખ્ખામાં યુનિવર્સિટીની અભૂતપૂર્વક ઘટના

સેનેટની ચૂૂંટણી યોજવા હાઇકોર્ટમાં ગયેલા બે સભ્યોના કેસની હવે 6 જૂને સુનવણી થશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણીએ તો ભાજપ જૂથની અંદરો અંદરની લડાઇ વધારી દીધી છે. છેલ્લાં ઘણા મહિનાથી યુનિવર્સિટીની સેનેટનું સિલેક્શન-ઇલેક્શન ડખ્ખામાં ચડ્યું હોવાની યુનિવર્સિટીમાં પ્રથમવાર અભૂતપૂર્વ ઘટના બની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભાજપ-કોંગ્રેસના સભ્યોના સેનેટ પદ છીનવાઇ જવાના મામલે કુલપતિએ આંકડાશાસ્ત્ર ભવનના અધ્યક્ષ બની પોતાનું સેનેટ પદ બચાવી લીધું છે ત્યારે હવે સેનેટ ચૂંટણી યોજવા માટે હાઇકોર્ટમાં ગયેલા બે સભ્યોના કેસની આડે હિંયરિંગમાં નવી તારીખ પડી છે અને આ સાથે કોર્ટની તા.6 જૂન થતાં છ જેટલા સભ્યોનું સેનેટની સાથે સિન્ડીકેટ પદ પર ભૂતપૂર્વ બની ગયું છે.

ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીના કુલપતિ ડો.ગીરીશ ભીમાણીએ સેનેટ ચુંટણી ન યોજતા ભાજપના સિન્ડીકેટ સભ્ય ડો.ભાવિન કોઠારી અને ડો.નેહલ શુક્લ હાઇકોર્ટમાં જતા આજે હિયરીંગ થયું હતું. જેમાં આજે કોર્ટે હિયરીંગ માટેની તા.6 જૂન આપતા ડો.ભરત રામાનુજ, ડો.મેહુલ રૂપાણી, ડો.પ્રવિણસિંહ ચૌહાણ, ડો.ભાવિન કોઠારી, ડો.નેહલ શુક્લ અને કોંગ્રેસના ડો.હરદેવસિંહ જાડેજાનું સેનેટ પદ તો ઠીક પરંતુ સિન્ડીકેટ પદ પણ દૂર થઇ ગયું છે.

આ સિવાય ડોનર સેનેટની બેઠક પર ભીમાણીએ રૂપિયા એક લાખનું દાન આપતા પિયુષ લુણાગરીયા હાઇકોર્ટમાં ગયા હતા. તેમણે કોર્ટે આદેશ કર્યો છે કે 15 દિવસમાં કુલપતિને રજૂઆત કરો અને ત્યાંથી ન્યાય ન મળે તો પછી જ કોર્ટમાં આવજો.

ઉલ્લેખનીય છે કે સેનેટનો વિવાદ ચરસસીમાએ પહોંચ્યો છે ભાજપની અંદરોઅંદરની લડાઇ ભાજપના જ પાંચ સિન્ડીકેટ સભ્યોનો ભોગ લઇ લીધો છે ત્યારે આજે કોર્ટે હિયરીંગની નવી તારીખ આપતા 6 જેટલા સિન્ડીકેટ સભ્યો આગામી તા.22 મેં ના રોજ ઘરભેગા થઇ જશે તે નક્કી છે અને હવે સેનેટનું જાહેરનામું બહાર ન પડે તે પણ લગભગ નિશ્ર્ચિત જ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.