સવારથી જ બાપાનાં સેવકો દ્વારા ધાર્મિક કાર્યક્રમો યોજી ઉજવણી શરૂ કરાઈ
જસદણ ખાતે પૂ.હરિરામબાપાનાં સેવકો દ્વારા બાપાનો પ્રાગટયદિન ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ પૂજય હરિરામબાપાનો ૮૬મો પ્રાગટય દિન બુધવારે ભાવભેર ઉજવાશે. આ પ્રસંગે ધાર્મિક કાર્યક્રમો દ્વારા પૂજય બાપાનાં સેવકો દ્વારા આજ સવારથી જ જસદણ ખાતે ઉજવણી કરવામાં આવશે. જસદણનાં વિખ્યાત ગાયત્રી મંદિરેથી સવારે પાંચ કલાકે પ્રભાતફેરી બપોરે ૨ થી ૪ ધુન કિર્તન સાંજે ૪ વાગ્યે શોભાયાત્રા ૬ કલાકે મહાપ્રસાદ રાત્રીનાં ૮:૩૦ કલાકે ગુરુ મહિમાનું પ્રવચન આ અંગે શહેરનાં જલારામ મંદિર ખાતે તડામાર આયોજન ગોઠવાઈ રહ્યું છે.
નોંધનીય છે કે, ભજન અને ભોજનને જેને જીવન મંત્ર બનાવેલો એવા સંત શ્રી હરિરામબાપા નાનપણ થી જ તેમને દરિદ્ર નારાયણની સેવા અને ભૂખ્યાઓને ભોજન કરાવવાનો જીવનમંત્ર બનાવી દીધો હતો. નાનપણમાં તેવો મહારાષ્ટ્રના નાગપુર ખાતે લોહાણા સમાજના ઘરે-ઘરેથી ટિફિન લઇ ભૂખ્યાઓને ભોજન કરાવવા સાયકલ લઇને નીકળી પડતા હતા. તેમની આ સેવા જોઈનાગપુરના લોહાણા સમાજે અન્નક્ષેત્રનો પ્રારંભ કરાવી આપી પૂ.હરિરામ બાપાની સેવાઓને બળ આપ્યું હતું. આજે નાગપુર ખાતે જલારામ મંદિર બંને ટાઈમ વર્ષોથી અન્નક્ષેત્ર ચાલે છે. પૂ.હરીરામબાપાના જન્મ સ્થળ જસદણમાં પણ પૂ.હરિરામ બાપાના સેવકો દ્વારા જલારામ મંદિરે અન્નક્ષેત્ર અને અખંડ રામધુન રપ વર્ષથી ચાલુ છે. પૂ.જલારામ બાપાના પત્ની વીરબાઈમાંના જન્મસ્થળ આટકોટ ખાતે પણ હરિરામ બાપાના સેવકો દ્વારા આજે પણ અન્નક્ષેત્ર ચાલુ છે. જસદણ, નાગપુર અને આટકોટમાં ચાલતા અન્નક્ષેત્રમાં ભુખ્યાઓને ભોજન પ્રસાદ આપવામાં આવે છે.