રાજકોટના રહેવાસી ૫૫ વર્ષીય ગિરિશભાઇ સાગપરીયાને જ્યારે કોકિલાબેન ધીરુભાઇ અંબાણી હોસ્પિટલ, મુંબઈના ડોક્ટરે કહ્યું કે તેમનું બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સફળ રહ્યું છે અને હવે તેઓ કેન્સર મુક્ત છે, ત્યારે તેમણે મનોમન પ્રાર્થના કરીને ઇશ્વરનો આભાર વ્યક્ત કર્યો. મલ્ટીપલ માયલોમા માટે ઘણાં મહિનાઓ સુધી કેમોથેરાપી લીધા બાદ હવે તેઓ સામાન્ય જીવનની આશા રાખી શકે છે. મલ્ટીપલ માયલોમા એક કેન્સર છે, જે પ્લાઝમા સેલ્સ તરીકે ઓળખાતા બોન મેરોમાં એક પ્રકારના શ્વેત રક્તકણોમાં થાય છે. ગિરિશભાઇસાગપરીયાને વર્ષ ૨૦૧૭માં સતત દુખાવાી તેની શરૂઆત થઇ અને તપાસમાં મલ્ટીપલ માયલોમા હોવાનું નિદાન થયું. તેમણે રાજકોટમાં કેમોથેરાપી લીધી અને સ્થિતિમાં સુધારો પણ થઇ રહ્યો હતો, પરંતુ આ વર્ષે ફેબ્રુઆરીમાં તેમની જાંઘમાં ફ્રેક્ચર થઇ જવાને કારણે તેમને તપાસ કરાવતા તપાસમાં જણાયું કે કેન્સર ફરીીથી થયું અને ફેલાઇ રહ્યું હતું.
માર્ચ મહિનામાં તેઓ કોકિલાબેન હોસ્પિટલ આવ્યાં, જ્યાં રિપોર્ટ્સમાં બિમારીનું પુનરાવર્તન જોવા મળ્યું. ગિરિશભાઇનું માયલોમાં મુખ્યત્વે હાડકામાં હોવાી અસરકારક સારવાર માટે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ (બીએમટી) સાથે કેમોથેરાપીની સલાહ આપવામાં આવી. જોકે, કોવિડ મહામારીને કારણે અચાનક લોકડાઉની બીએમટી પ્રક્રિયામાં વિલંબ સર્જાયો. આ સમયગાળામાં કોકિલાબેન હોસ્પિટલ ખાતે તેમના ક્ધસલ્ટિંગ ડોક્ટર સમીર તુલપુલેએ ઓનલાઇન ક્ધસલ્ટિંગ દ્વારા તેમને નિયમિત માર્ગદર્શન આપ્યું અને ડો. તુલપુલેની સલાહ મૂજબ રાજકોટમાં ગિરિશભાઇ કેમોથેરાપી લેવા સક્ષમ બન્યાં હતાં. કોઇપણ વિપરિત અસરોને રોકવા માટે વેઇટિંગ પિરિયડ દરમિયાન તેમની પરિસ્થિતિ ઉપર સતત દેખરેખ રાખવામાં આવી તથા બીએમટી થવા સુધી મેન્ટેનન્સ ટ્રીટમેન્ટ તરીકે સતત કીમોથેરાપી આપવામાં આવી. ગિરિશભાઇ સાગપરીયાએ પોતાના અદમ્ય જુસ્સા સાથે માર્ગદર્શિકાઓનું પાલન કર્યું અને પ્રક્રિયા સુધી તેમની બિમારીને નિયંત્રણમાં રાખી. આખરે ૨૬ ઓગસ્ટના રોજ કોકિલાબેન હોસ્પિટલ ખાતે ટ્રાન્સપ્લાન્ટ સ્પેશિયા લિસ્ટ્સની ટીમ દ્વારા બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સફળતાી હાથ ધરવામાં આવ્યું. તેઓ એક મહિના સુધી હોસ્પિટલમાં રહ્યાં અને સંપૂર્ણપણે સાજા થયાં. હવે તેઓ નવી યાત્રા અને કેન્સર-મુક્ત સામાન્ય જીવન જીવવા માટે રાજકોટ પરત ફર્યા છે.