એક વ્યક્તિ એ ઇ-કોમર્સ સાઇટ એમેઝોન પરથી ૫૦ ઇંચનું ટીવી ઓર્ડર કર્યુ, પરંતુ ડિલિવરી થયા બાદ તેને પેકેજ ખોલ્યુ તો તેમાંથી એક જુનુ તૂટેલુ ૧૩ ઇંચનું મોનિટર નીકળ્યું.
આઇટી ફર્મના આસિસ્ટન્ટ મેનેજરના પદ પર કામ કરનાર ૩૩ વર્ષના મોહમ્મદ સરવર છેલ્લા બે મહિનાથી પોતાના રિફંડ માટે એમેઝોન સામે લડી રહ્યા છે. કં૫નીના વર્તનથી નારાજ સરવરએ હવે ક્ધઝ્યુમર ફોરમમાં જવાનો નિર્ણય લીધો છે. તેમણે ફોરમની વેબસાઇટ દ્વારા પોતાની ફરિયાદ નોંધાવી છે. તેમજ એ કહ્યુ કે આ વર્ષે મે મહિનામાં એમેઝોન પરથી મિતાશી કં૫નીનું એલઇડીની ઓફર જોઇને tv ઓર્ડર કર્યુ હતું. તેમજ તેણે તરત જ ક્રેડિડ કાર્ડ દ્વારા ૩૩,૦૦૦ ‚.નું પેમેન્ટ પણ કરી દીધુ હતું. અને જ્યારે ૧૯મી ‘મે’ એ ટીવી આવ્યુ ત્યારે ડિલિવરી બોયે તેને ખોલવાની જગ્યાએ ટેક્નિશનની રાહ જોવાનું કહ્યુ. તેમજ એ પણ કહ્યું કે ‘જો તમે આ બોક્સને ખોલશો તો ટીવી ખરાખ થઇ શકે છે. જેથી તેણે ટીવી ખોલ્યુ પણ નહી. પરંતુ પછી તેમને પોતાન ભૂલ સમજાઇ ગઇ.
ટીવીમાં શુ હતું?જ્યારે તેને ટીવીનું બોક્સ ખોલ્યુ તો તે જોઇને દંગ રહી ગયો બોક્સમાં નવી ટીવીની જગ્યાએ જુનુ ૧૩ઇંચનું જુનુ એસર મોનિટર હતું.