તબીબો દ્વારા આઇસોલેશન વોર્ડમાં આરોગ્ય પરિક્ષણ કરવામાં આવશે:: ભારત પરત આવનાર હાલ ઓબઝર્વેશન હેઠળ
ઘાતક કોરોના વાપરસની ઝપટે ચડી ગયેલા ચીનના વુહાનમાંથી ભારતીયોને ઘર વાપસી માટે ઉડાન ભરેલું એરઇન્ડિયોને આજે સવારે નવી દિલ્હીમાં ઉતરાણ કરી ચુકયું છે.
ચીનમાં કોરોના વાયરસના ઉપદ્રદ સામેના ભારતીય નાગરીકોને વતનમાં બોલાવી લેવાના અભિયાન અંતર્ગત એર ઇન્ડીયાની પ્રથમ ફલાઇટમાં દિલ્હી લવાનારા તમામ ઉતારુઓને નવી દિલ્હીના છાવલા નજીક આઇ.ટી.બી.પી.નાઆઇસોલેશન કેમ્પમાં ૧૪ દિવસ સુધી આરોગ્ય પરિક્ષણ માટે રાખવામાં આવશે.
એકપણ સૈનિક અને ડોકટર અને આરોગ્ય કર્મચારી સુઘ્ધાને સમગ્ર પરિસ્થિતિ થાળે ન પડે અને સંપૂર્ણ પણે સ્વચ્થતાના રિપોર્ટ નહિ આવે ત્યાં સુધી આરોગ્ય કેન્દ્રમાંથી બહાર નીકળવા નહિ દેવાય ભારે તાકીદ અને સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ચીનથી ભારત આવનારા પ્રત્યેક ઉતારુઓને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે.
સેના અધિકારીએ જણાવ્યું હતું કે ચીનમાંથી ભારતીય નાગરીકોની વાપસી માટે શુક્રવારે બપોરે પછી ડબલ ડેકર જમ્બો ૭૪૭ વિમાનને દિલ્હી-વુહાન મોકલવામાં આવ્યું હતું. અને તે રાતના ૧૦.૩૦ કલાકે ફરીથી ભારત આવવા રવાના થયું હતું. એક ઇન્ડીયાની પ્રથમ ટ્રીપના લેન્ડીંગ બાદ બીજી ટ્રીપ મોકલવા માટે શનિવારથી તારીખ નકકી કરવામાં આવી છે. આજે સાંજ સુધીમાં સંભવિત રીતે બીજી ફલાઇટે રવાનાથશે. અત્યાર સુધી નવી દિલ્હીમાં ૬ જેટલા કોરોના વાયરસના પોજીટીવ કેસ બહાર આવ્યા છે. તમામને રામમનોહર લોહિયા હોસ્પિટલમાં તબીબી નીરક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. ૧૪ દિવસ સુધી ચીનથી લાવવામાં આવતા નાગરીકોને સંપૂર્ણ સ્વસ્થ થાય ત્યાં સુધી ઓબ્ઝેવેશનમાં રાખવામાં આવશે. ગંભીર તબકકામાં પહોંચી ગયેલી સ્થિતિ ધરાવતા દર્દીઓ માટે સફદરજંગ હોસ્પિટલમાં ૫૦ પથારીઓને અદ્યતન આઇસોલેશન વિભાગ ઉભું કરવામાં આવ્યું છે.
ચીનના વુહાન વિઘાર્થીઓને લઇને દિલ્હી આવેલું ૭૪૭ બોઇંગના મુસાફરોને સેનાની મેડીકલ સર્વિસ એ.એફ.એમ.એસ. અને એરપોર્ટ હેલ્થ ઓથોરીટી (એ.પી.એચ.ઓ) ના સંયુકત ઉપક્રમે તમામને સારવાર પરિક્ષણ કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા. ૨૮૦ જેટલા પુરૂષ વિઘાર્થીઓ અને ૯૦ મુસાફરો પરિવારના સભ્યો અને મહીલાઓને છાવલા કેમ્પ અને ૨૮૦ વિઘાર્થીઓમાટે માનેસરઆરોગ્ય કેમ્પમાં રાખવામાં૦ આવ્યા છે. ૪૨૩ મુસાફરોની ક્ષમતાવાળા વિમાનમાં ૧પ ક્રુ સ્ટાફ અને પ પાયલોટો સાથે પ તબીબો ૧ પેરામેડીકલ સ્ટાફ અને જરુરી દવછાઓ માસ્ક અવરકોટ, ફુટ પેકેટને જરુરી સાધન સામગ્રીઇજનેર અને સુરક્ષા અધિકારીઓ સાથે ખાસ વિમાન રેસ્કુયામિશન ઉપર આ અભિયાનના મુખ્ય ડાયરેકટર કેપ્ટન અમિતાભ સિંગની આગેવાનીમાં રવાના થયું હોવાનું એર લાઇનના પ્રવકતા સંજયકુમારે માઘ્યમોન.ે વિગતો આપી હતી.
વુહાન એરપોર્ટ પર ૪૦૦ જેટલા ભારતીયો સ્વદેશ આવવા પહોચ્યા હતા અને તેમને ભારત આવવા માટેના બોડીંગ પાસ આપીને શનિવારે વહેલી સવાર માટેની એન.ઓ.સી. આપીદીધી હતી. ભારત આવનારા તમામ મુસાફરોની સંપૂર્ણ આરોગ્ય તપાસ કરીને એકપણ મુસાફરને બોડીંગ પાસ આપવામાટે રોકવામાં આવ્યા નહતા. મોટાભાગના વિઘાર્થીઓ મેડીકલ અને કેટલાંક અન્ય વિષયો સાથે વુહાનની પાંચ યુનિ.માં અભ્યાસ કરે છે. આ વિઘાર્થીઓએ તાજેતરમાં ચાલી રહેલા વસંત મહોત્સવની રજાઓ દરમિયાન વેકેશન ગાળવા ભારત આવવાનું આયોજન કરવામાં આવેલ.
દિલ્હી એરપોર્ટ અને સેના પ્રવકતાએ જણાવ્યું હતું કે સ્વદેશ આવનારા તમામ મુસાફરોને ત્રણ વર્ગમાં વહેંચી દેવામાં આવ્યા છે. જેમાં તાવ, ઉઘરસ અને શ્ર્વાસ લેવામાં તકલીફ થતી હોય તેવા કોરોનાના શંકાસ્પદ દર્દીઓ કે જેમને તાત્કાલીક દિલ્હી કોનટોન મેન્ટની સેન્ય હોસ્પિટલમાં સીધા જ મોકલી દેવામાં આવે છે.
બીજા વર્ગમાં આવા લક્ષણોની સૌથી વધુ પ્રબળ શકયતા દેખાતી હોય કે જેઓ સીફુડ પશુબજાર, કે આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય કે જે સંભવિત રીતે ચીનના ચેપી માહોલમાં ૧૪ દિવસથી વધુ સંપર્ક ધરાવતાં હોય તે તમામને ખાસ પ્રકારના વાહનોમાં ઓબ્ઝવેશન બોર્ડમાં ખસેડવામાં આવે છે.
ત્રીજા વર્ગમાં એવા દર્દીઓ કે જે સંગદીધ વાયરસના માહોલના સંપર્કમાં ન હોય તેવા મુસાફરોને પણ ઓબ્ઝેવેશન સુવિધા ધરાવતાં કેન્દ્રોમાં મોકલવામાં આવે છે.
માનેસર ખાતે કેસમાં વિઘાર્થીઓ વહીવટી તંત્રને આરોગ્ય સુવિધા ધરાવતાં વિસ્તાર છે. આ વિસ્તારમાં ચેપને ફેલાય તે માટે બે વિભાગમાં વહેચી દેવામાં આવ્યો છે. જેમાં એકમાં પ૦ વિઘાર્થીઓને રાખવામાં આવ્યો છે. અને આ કેમ્પ એકબીજા સંપર્કમાં ન આવે તેની તાકીદ રાખવામાં આવી છે.
તમામ સ્વદેશ પરત આવનારા મુલાકાતીઓને ત્રણસ્તરના માસ્ક પહેરાવવામાં આવે છે. ૧૪ દિવસ પછી કોઇપણ લક્ષણ ન દેખાય તો તેમને ઘરે જવા દેવામાં આવશે. તેમની સાથે તમામ રિપોર્ટ અને આગળની ભલામણ માટેના દસ્તાવેજો જીલ્લા આરોગ્ય વિભાગને મોકલવામાં આવશે જે શંકાસ્પદ કોરોના વાયરસનો ચેપ ધરાવતા હોય તેમને સંપૂર્ણ સાજા કર્યા બાદ એનસીઓવી સર્ટીફીકેટ મળ્યા બાદ જ ઘરે જવા દેવાશે અત્યાર સુધી આર.એમ.એલ. હોસ્૫િટલમાં અલગ અલગ છ કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં ૨૦૧૫ થી ચીનમાં રહેતી અને ૨૯ જાન્યુઆરીએ ભારત પરત આવેલી ર૪ વર્ષ ની મહીલાના સમાવેશ થાય છે. બીજો કેસ ર૪મી જાન્યુઆરી ભારત આવેલા અને નવે.૨૦૧૯ થી ચીનમાં રહેતા ૧૯ વર્ષના યુવાનનો છે એક ૩૪ વર્ષનો યુવાન કે જે ચીનમાં ૧૦ વરસ રહીને ૧૬મી જાન્યુ. પાછો આવ્યો છે. જયારે પાંચમાં અને ૬ઠ્ઠા કેસમાં ૩ર વર્ષનો પુરુષ ૪ થી ૧૧ જાન્યુ.એ ચીનની મુલાકાતે જઇને પાછા આવ્યા છે. તમામ પોઝીટીવ કેસ ધરાવતા ભારતીય નાગરીકોને ઓબ્ઝવેશનમાં રખાયા હોવાનું જાણવા મળ્યું છે.
કોરોના વાયરસગ્રસ્ત ચીનાના વુહાન પ્રાંત સહીત સમગ્ર ચીનમાં મેડીકલ ઇમરજન્સી તૈનાત કરી દેવામાં આવી છે. બીજા આધારભુત સુત્રો એવો દાવો કરે છે કે ચીનની પરિસ્થિતિ બતાવાય છે. તેનાથી વધુ ભયંકર છે અને સત્તાવાર અને વાસ્તવિક મૃત્યુઆંક માં આસમાન જમીનનો તફાવત છે.
ચીનમાં માઘ્યમો અને ખાનસ કરીને સમાચાર સંસ્થાઓ પર પ્રતિબંધના કારણે સાચી હકીકત બહાર આવતી નથી. ભારતે આ પરિસ્થિતિમાં માસ્ક અને અન્ય પ્રોટુકશન કલોથની નિકાસ ઉપર અત્યારના સંજોગોમાં પ્રતિબંધ લગાવી દીધો છે.