જિન શાસનનાં ગૌરવ સમા પૂ.નમ્રમુનિ મ.સા.ના જન્મદિવસ નિમિત્તે ઉજવાતો માનવતા મહોત્સવ: અનેક ધાર્મિક અને સેવાકિય કાર્યક્રમોની વણઝાર

અજરામર સંપ્રદાયના આચાર્ય ભગવંત પૂ.ભાવચંદ્રજી સ્વામી કહે છે કે પૂ.નમ્રમુનિ મ.સા.ગોંડલ સંપ્રદાય જ નહીં પરંતુ જિન શાસનનું ગૌરવ છે.ગોંડલ સંપ્રદાયના તપ સમ્રાટ પૂ.રતિલાલજી મ.સા.ની જેઓને અનન્ય કૃપા પ્રાપ્ત થયેલી છે તેવા પૂ.ગુરુદેવ નમ્ર મુનિ મ.સા.આવતીકાલે ૪૯માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યાં છે તેઓના ૪૮મા જન્મોત્સવ માનવતા મહોત્સવ તરીકે રાજકોટમાં સમૂહ ચાતુર્માસમાં ઉજવાય રહ્યો છે.

પૂ.ગુરુદેવ નમ્ર મુનિ મ.સાહેબે અનેક આત્માઓને સંયમ માગેની પ્રેરણા કરી યુગ દીવાકરનું બિરુદ ખરા અથેમાં ચરિતાથે કર્યું છે,અને હા..હજુ તો આ તેઓની શરૂઆત છે.તેઓ સાઈલન્ટ બટ સ્પીકિંગ રિવોલ્યુશન એટલે કે શાંત પણ બોલકી ક્રાંતિ સર્જે છે.પૂ.ગુરુદેવની કલ્પના શકિત પણ અદભૂત છે.તેઓ બહુ દુરનું વિચારી અને તેના પરીણામો જોઈ અને મેળવી શકે છે,એટલે જ સૌ પૂ.નમ્ર મુનિજીને દુરંદેશી કહે છે.

શ્રમણ સંઘના આચાર્ય ભગવંત પૂ.શિવમુનિજી કહે છે કે દરેક સંયમી આત્માઓને સંયમ માગેમાં સહાયક બનવાનો પૂ.નમ્રમુનિ મ.સા.નો સ્વભાવ સાધુવાદને પાત્ર છે. બોટાદ સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂ.અમીગુરુ કહે છે કે પૂ.નમ્રમુનિ સદાય આંતરખોજમાં જ ડૂબેલા રહે છે.પૂ.ગુરુદેવના સંયમી માતુશ્રી પૂ.પ્રબોધિકાબાઈ મ.સ.કહે છે કે ” મહાવીર ” નાનપણ અને બાળપણથી જ નિરાલા હતાં. પૂ.વીરમતિબાઈ મ.સ. ના મુખમાંથી ” મહાવીર ” નામનો રણકાર કાને અથડાયો અને સફાળા થઈ તેઓ જાગી ગયા અને મહાવીરમાથી પૂ.નમ્રમુનિ મ.સાહેબ નામ ધારણ કરી જબરદસ્ત કાયે કરી જિન શાસનનો ડંકો વગાડી રહ્યાં છે.

પૂ.ગુરુદેવે જૈન શાસ્ત્રોનો ગહન અભ્યાસ કરેલો છે.અનેકાંતવાદ ખૂબ સુંદર રીતે સરળ શૈલીમાં સમજાવે છે.તેઓ કહે છે કે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે પૂવેગ્રહ બાંધવો નહીં.હજારો ખૂન કરનાર અર્જૂન માળી,મૂનિ બનીને પ્રભુ મહાવીર પહેલા મોક્ષે પહોંચી જાય છે.પ્રભુ નેમનાથ પહેલાં રાજુલ સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી લે છે.

પૂ.ગુરુદેવ યુવા હ્રદયનાં સમ્રાટ છે. તીથે લાઠિયા નામનો નાનો બાળક કહે છે કે બાળકોના લાડીલા છે તેથી જ તો હજારો બાળકો દેશ – વિદેશમાં લુક એન લને જૈન જ્ઞાન ધામમાં જૈન ધમેનું પાયાનું જ્ઞાન મેળવી રહ્યાં છે. તુષારભાઈ મહેતા કહે છે કે પૂ.ગુરુદેવની પ્રેરણાથી અહેમ યુવા સેવા ગ્રુપના હજારો યુવાનો નકકર પરિણામો સાથે સેવા ક્ષેત્રે આગળ વધી રહ્યાં છે.ગોંડલ સંઘના પ્રમુખ પ્રવિણભાઈ કોઠારીએ જણાવ્યું કે પૂ.ગુરુદેવે નાની ઉંમરમાં બહુ મોટા સદ્દકાર્યો કરી જિન શાસનની આન – બાનને શાન વધારી રહ્યાં છે. રોયલ પાકે મોટા સંઘના પ્રમુખ ચંદ્રકાન્તભાઈ શેઠે કહ્યું કે પૂ.ગુરુદેવે સેવા ક્ષેત્રે નવી ઓળખ પ્રદાન કરી છે.તેઓ બીબાઢાળથી ઉપર ઉઠીને અલગ વાત કરે છે.

જે દરેક માટે લાભદાયી હોય છે. મોટા સંઘના પ્રમુખ ઈશ્વરભાઈ દોશીએ જણાવ્યું કે પૂ.નમ્રમુનિ મ.સા.ને એક જ વખત મળનારને કે તેઓની સાથે થોડી વાતચીત કરનારને એક વાત તરત સમજાય જાય છે કે આ સંતમાં કશુંક જબરૂ તત્વ અને ચુંબકીય તાકાત છે.જે તેઓની બુદ્ધિમાથી અથવા તો કોઈ અલૌકિક કૃપાથી તેઓના આંતરિક માળખામાંથી ઝરે છે.

ઉદારદિલા જીતુભાઈ બેનાણીએ જણાવ્યું કે પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા.સમાજના બહોળા હિતમાં કાંઈક નવું કરશે અને સરળતાથી કરી શકશે એવી ભાવિકોને અપાર શ્રદ્ધા છે. રાજકોટ સમૂહ ચાતુર્માસના સંઘપતિ નટુભાઈ શેઠ કહે છે કે પૂ.ગુરુદેવે લિજ્જત અને ઈજ્જતથી સાત સમદંર પાર પણ જિન શાસનનું નામ ઉજ્જવળ કર્યું છે.તેઓની શુભ પ્રેરણાથી વિદેશોમાં પણ અનેક માનવતાના,સેવા સહિત જ્ઞાન યજ્ઞ સુંદર ચાલી રહ્યાં છે.

ગુરુ ભક્ત જીગરભાઈ શેઠે પોતાનો અનુભવ વણેવતાં કહ્યું કે પૂ.ગુરુદેવમાં અમોએ જોયું છે કે તેઓશ્રી જે છે એને સ્વીકારવા કરતાં વધુ સારૂ શું થઈ શકે છે એના ઉપર વિચાર કરી પરિણામ મેળવી કમાલ કરે છે.તેઓ એકની એક બાબત કયારેય રિપીટ કરતાં નથી. તેમ રાજકોટના જાણીતા જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળાએ જણાવ્યું છે.

પૂ.ગુરુદેવની શુભ પ્રેરણાથી નિર્માણ પામેલ ધાર્મિક સંકુલો….

ઉવસગહરં સાધના ભવન -રાજકોટ, પારસધામ,ઘાટકોપર મુંબઈ, પાવનધામ,કાંદિવલી મુંબઈ, પારસધામ,કોલકત્તા, પરમધામ – પડઘા મહારાષ્ટ્ર, પારસધામ – વડોદરા, પારસધામ – જામનગર, પારસધામ – અમદાવાદ

પૂ.ગુરુદેવે વિવિધ ક્ષેત્રમાં કરેલા ચાતુર્માસની યાદી..

૧૯૯૧ ભકિત નગર,રાજકોટ, ૧૯૯૨ જામનગર ૧૯૯૩ નવરંગપુરા,અમદાવાદ, ૧૯૯૪ મહાવીર નગર,રાજકોટ, ૧૯૯૫ જૈન ચાલ રાજકોટ, ૧૯૯૬ મનહર પ્લોટ રાજકોટ, ૧૯૯૭ રોયલ પાકે સમુહ ચાતુર્માસ રાજકોટ, ૧૯૯૮ ગોંડલ રોડ વેસ્ટ રાજકોટ, ૧૯૯૯ જુનાગઢ, ૨૦૦૦ ગોંડલ, ૨૦૦૧ અલકાપુરી વડોદરા, ૨૦૦૨ મહાવીર નગર રાજકોટ, ૨૦૦૩ હિંગવાલા ઘાટકોપર મુંબઈ, ૨૦૦૪ અલકાપુરી વડોદરા, ૨૦૦૫ મુલુન્ડ મુંબઇ, ૨૦૦૬ બોરીવલી મુંબઈ, ૨૦૦૭ પારસધામ ઘાટકોપર મુંબઈ, ૨૦૦૮ અંધેરી મુંબઈ, ૨૦૦૯ કોલકતા, ૨૦૧૦ પાવનધામ કાંદિવલી મુંબઈ, ૨૦૧૧ ચીંચણ, ૨૦૧૨ ચેન્નાઈ, ૨૦૧૩ પારસધામ ઘાટકોપર મુંબઈ, ૨૦૧૪ દેવલાલી, ૨૦૧૫ કાઠીયાવાડ સમાજ અમદાવાદ, ૨૦૧૬ પરમધામ પડઘા મહારાષ્ટ્ર, ૨૦૧૭ પાવનધામ કાંદિવલી મુંબઈ, ૨૦૧૮ સમૂહ ચાતુર્માસ – રાજકોટ, રોયલ પાકે સંઘ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.