મોદી સરકારના રીપોર્ટકાર્ડમા ગામડાઓનું વિજય કરવા, રોડ રસ્તા નિર્માણની કામગીરી અને વિનામૂલ્યે ગેસ કનેક્શનનો મુડ્રો રહેશે.

૨૦૧૯ લોકસભા ચુંટણી માટેની તૈયારીઓ ભાજપ અને કોગ્રેંસ સહિતના પક્ષો એડીચોટીનું જોર લગાડી રહ્યાં છે. ભાજપની એનડીએ સરકારના ૪ વર્ષના પૂરા થવાના છે ત્યારે ભાજપ સરકારના ૪૮ મહિના સાથે કોગ્રેંસ સરકારના ૪૮ વર્ષની ટેગલાઇન હેઠળ ઉજવણી કરશે.

જવાહરલાલ નેહરુ, ઇન્દીરા ગાંધી અને રાજીવ ગાંધીની સરકારોએ પોતાના કાર્યકાળ દરમિયાન કરેલા કાર્યો વિરુધ્ધ મોદી સરકારે ૪૮ મહિનામાં કરેલા કામો મુકવામાં આવશે. બંને સરકારોના કાર્યકાળ દરમિયાન થયેલા કામોની સરખામણી કરવામાં આવશે. મોદી સરકારની ચોથી અનેવર્સરી નિમિતે સરકારના કામોનો હિસાબ અપાશે.

આ અભિયાન હેઠળ દેશના તમામ ગામડાઓમાં વિજળી કરવાનો મુદ્ો પણ  સામેલ કરવામાં આવશે. આ ઉપરાંત દેશમાં રોડ-રસ્તાના નેટવર્ક માટે દરરોજ ૨૮ કિ.મી.ના રોડનું બાંધકામ તેમજ ઉજવલ્લા યોજના હેઠળ વિનામૂલ્યે ગેસ કનેક્શનનો મુડ્રો પણ કેન્દ્ર સ્થાને રહેશે. ચાર વર્ષના સરકારે કરેલી સફળ કામગીરીનું રિપોર્ટ કાર્ડ મોદી સરકાર તૈયાર કરી લોકો સખત રજૂ કરશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.